Anti Valentine's Week: ફેબ્રુઆરી મહિનો શરૂ થાય તેના એક અઠવાડિયામાં જ વેલેન્ટાઈન વિક શરૂ થઈ જાય છે. 14 ફેબ્રુઆરી અને વેલેન્ટાઈન ડેના દિવસે વેલેન્ટાઈન વીક તો પૂરું થાય છે પરંતુ 15 ફેબ્રુઆરીથી એન્ટી વેલેન્ટાઈન વીક શરૂ થાય છે. એન્ટી વેલેન્ટાઈન વીક એવા લોકો માટે છે જે સિંગલ છે. અથવા તો સિંગલ બનવા માંગે છે. તો ચાલો તમને પણ જણાવીએ એન્ટી વેલેન્ટાઈન વીકમાં કઈ તારીખે કયો દિવસ ઉજવવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ભૂતોનો ગઢ છે આ જગ્યા, દિવસે અંદર જનારને પણ થાય છે ભૂતના અનુભવ, સાંજ પછી ગયા તો મર્યા


સ્લેપ ડે


15 ફેબ્રુઆરીએ સ્લેપ ડે ઉજવવામાં આવે છે. જે લોકો સંબંધમાં વિશ્વાસઘાત કરે છે કે ખોટું બોલે છે તેમને આ દિવસે થપ્પડ મારીને ગુસ્સો ઉતારી શકાય છે.


કિક ડે


16 ફેબ્રુઆરીએ કીક ડે ઉજવાય છે. આ દિવસ એવા લોકો માટે છે જે પોતાના સંબંધથી કંટાળી ગયા છે અને પોતાના પાર્ટનરને કીક મારીને જિંદગી માંથી બહાર કાઢવા તૈયાર છે. 


આ પણ વાંચો: Steam Facial:આ વસ્તુઓને પાણીમાં ઉમેરી 10 મિનિટ લો સ્ટીમ, ચહેરા પર તુરંત આવશે નિખાર


પરફ્યુમ ડે


17 ફેબ્રુઆરીએ પર્ફ્યુમ ડે ઉજવાય છે જેમાં મિત્રો એકબીજાને પરફ્યુમ ગિફ્ટ કરે છે.


ફ્લર્ટ ડે


18 ફેબ્રુઆરી ફ્લર્ટ ડે એવા યુવક યુવતીઓ માટે છે જેમને ફ્લર્ટ કરવું ગમે છે. આ દિવસે પોતાના ક્રશ સાથે ફ્લર્ટ કરીને મજાક મસ્તી કરવામાં આવે છે.


આ પણ વાંચો: ચહેરાની કાળી ઝાંઈ એક રાતમાં થશે દુર અને ત્વચા પર આવશે ચમક, અજમાવો આમાંથી કોઈ એક ઉપાય


કન્ફેશન ડે


19 ફેબ્રુઆરી અને કન્ફેશન ડે એવા લોકો માટે છે જે પ્રેમ સંબંધમાં પોતાના પ્રિય પાત્ર સામે કોઈ વાત કન્ફેસ કરવા માંગતા હોય. જો તમે પણ પાર્ટનરથી કંઈ છુપાવ્યું છે કે પોતાની વાતને કન્ફેસ કરવા માંગો છો તો 19 ફેબ્રુઆરીએ કરી દેજો.


મિસિંગ ડે


20 ફેબ્રુઆરી મિસિંગ ડે એવા લોકો માટે છે જે પોતાના પાર્ટનરને મિસ કરે છે. કેટલાક લોકો આ દિવસે પોતાના એક્સને પણ યાદ કરતા હોય છે.


આ પણ વાંચો: આ 5 ફૂડમાં છુપાયેલું છે ખુશ રહેવાનું સીક્રેટ, મૂડ ઓફ હોય ત્યારે ખાઈને કરજો અનુભવ


બ્રેકઅપ ડે


21 ફેબ્રુઆરી અને બ્રેકઅપ ડે એવા લોકો માટે છે જેઓ બ્રેકઅપ કરવા માંગે છે. જે લોકોની રિલેશનશિપ બરાબર ચાલતી ન હોય તેઓ આ દિવસે પોતાના સંબંધથી આઝાદ થઈને જિંદગીની નવી શરૂઆત કરી શકે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)