શું યુવાનોને લગ્નમાંથી થઈ રહ્યો છો મોહભંગ? અહીં દર 4માંથી 1 વ્યક્તિ જીવનભર રહે છે સિંગલ
પહેલાના જમાનામાં લગ્ન જીવનનું ખૂબ જ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવતું હતું, પરંતુ બદલાતા સમય સાથે આ વિચારસરણી બદલાવા લાગી છે, હવે કુંવારા લોકોની સંખ્યા પહેલા કરતા વધી શકે છે.
Single for Life: ભારતમાં લગ્નને લઈને લોકોનો ઉત્સાહ અપાર જોવા મળતો હોય છે, પરંતુ વિશ્વની મહાસત્તા કહેવાતા અમેરિકામાં સ્થિતિ અલગ છે. એક રિસર્ચ દર્શાવે છે કે યુએસએમાં યુવા વયસ્કોમાં સિંગલ રહેવાનું ચલણ વધી રહ્યું છે, આવી સ્થિતિમાં એક ચતુર્થાંશ લોકો 50 વર્ષ સુધી બેચલર રહેશે તેવી આશંકા છે. આ ફેરફાર સામાજિક ફેરફારોને પ્રતિબિંબિત કરે છે, જેમાં લગ્ન દરમાં ઘટાડો, બદલાતી પ્રાથમિકતાઓ અને પશ્ચિમી દેશોમાં સિંગલ રહેવાની વધતી જતી સ્વીકાર્યતાનો સમાવેશ થાય છે.
સિંગલ રહેવાનું કારણ
પ્યુ રિસર્ચ સેન્ટરના એક અભ્યાસમાં જીવનભર એકલા રહેવાના વલણના ઘણા કારણો સામે આવ્યા છે. યુવાન વયસ્કો રોમેન્ટિક સંબંધો કરતાં વ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસને પ્રાથમિકતા આપે છે. ખાસ કરીને પુરુષો સ્ત્રીઓ કરતાં બેચલર રહેવાની શક્યતા વધુ હોય છે. તેના સિવાય, 2020ના એક અલગ પ્યુ રિસર્ચ અધ્યયનમાં જાણવા મળ્યું છે કે જેઓ સંબંધ ઇચ્છતા ન હતા તેવા અડધા યુવાનોએ વ્યક્તિગત જરૂરિયાતો અને અન્ય પ્રાથમિકતાઓને તેમના મુખ્ય કારણો તરીકે દર્શાવ્યા હતા. એકંદરે, અમેરિકામાં 4 માંથી 1 વ્યક્તિ જીવનભર સિંગલ રહી શકે છે.
સોશિયલ નોર્મ્સમાં ફેરફાર
એક સમય એવો હતો જ્યારે સિંગલ હોવું એ કલંક તરીકે જોવામાં આવતું હતું, પરંતુ હવે તે સ્વીકાર્ય બની ગયું છે, ખાસ કરીને ઔદ્યોગિક દેશોમાં. ઘણા મનોવૈજ્ઞાનિકોએ નોંધ્યું છે કે આજના યુવાનોનો રોમેન્ટિક સંબંધો તરફ ઓછો ઝુકાવ છે, જે સિંગલ હોવાનો સંતોષ વધવાનું કારણ છે. તેના સિવાય, લગ્ન અને પિતૃત્વની પરંપરાગત આકાંક્ષાઓ ઓછી આકર્ષક બની રહી છે. જ્યારે 18-34 વય જૂથના 69% અપરિણીત પુખ્ત વયના લોકો કોઈ દિવસ લગ્ન કરવાની તેમની ઇચ્છા વ્યક્ત કરે છે, લગભગ એક ચતુથાઈ લોકો તેને લઈને શ્યોર નથી, અને 8% આ વિચારને સંપૂર્ણપણે નકારી કાઢે છે. બાળઉછેરનો વધતો ખર્ચ અને નાણાકીય દબાણ યુવાનોને પરંપરાગત કૌટુંબિક માળખાને અનુસરવાનું ટાળે છે.
કન્પેનિયનશિપપની બદલતી રીત
યુવાન વયસ્કો રોમેન્ટિક સંબંધોની બહાર સોબત, ઈમોશનલ સપોર્ટ અને સ્ટેબિલિટી મેળવવા માટે સક્ષમ છે. મિત્રતા, સમુદાયની ભાગેદારી અને શેયર્ડ એક્ટિવિટીઝ પ્રવૃત્તિઓ, જેમ કે ક્લબ અથવા વર્ગોમાં જોડાવું, સભ્યપદની ભાવના પ્રદાન કરે છે જે પરંપરાગત સંબંધોને ટક્કર આપે છે અથવા તો તેનાથી આગળ નીકળી જાય છે. આ કનેક્શન આ ઘારણાને પડકાર આપે છે કે રોમેન્ટિક સંબંધો એ અંતિમ મુકામ છે.
શાંતિ મેળવવા
સિંગલ રહેવાનો અર્થ એ નથી કે એકલતા પસંદ કરવી. તેના બદલે તે ઘણીવાર શાંતિ અને સેલ્ફ ડિસ્કવરીને પ્રોત્સાહન આપે છે. યુવાન લોકો એકલતા અને એકાંત વચ્ચે તફાવત કરે છે, વ્યક્તિગત વિકાસ અને સ્વતંત્રતાનું મૂલ્યાંકન કરે છે જે એકલા રહેવાથી મળે છે. તેમના જીવનમાં મિત્રતા પણ મહત્વનો ભાગ ભજવે છે.
શું કહે છે વલણ?
યુવાનોમાં સિંગલ રહેવાનું વલણ બતાવે છે કે આપણા મૂલ્યો કેવી રીતે બદલાઈ રહ્યા છે. હવે અંગત જરૂરિયાતો અને વિવિધ પ્રકારના સોબતને લઈને સમાજની વિચારસરણી બદલાવા લાગી છે. હવે શરમ અનુભવવાને બદલે સિંગલહૂડની ઉજવણી કરવામાં આવી રહી છે.