ચાણક્ય નીતિમાં એવી એવી વાતોનો ઉલ્લેખ કરાયો છે કે જે વ્યક્તિને સફળ બનાવવામાં મદદગાર સાબિત થઈ શકે છે. ચાણક્ય નીતિ મુજબ વ્યક્તિની કેટલીક આદતો એવી હોય છે જે તેને સમય પહેલા વૃદ્ધાવસ્થામાં ધકેલે છે અને એટલે જ આવી આદતોથી અંતર જાળવવું જોઈએ. જાણો આ આદતો વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શારીરિક સુખ
ચાણક્ય નીતિ મુજબ જીવનને સુખમય બનવવા માટે શારીરિક સુખ ખુબ જરૂરી છે. કારણ કે તેના વગર જીવન નીરસ બની જાય છે. જો ગૃહસ્થ જીવનમાં હોવ તો શારીરિક સુખ પ્રાપ્ત કરવું જરૂરી હોય છે. તેનાથી માનસિક શાંતિ અને ખુશી મળે છે. જે લોકોને શારીરિક સુખ મળતું નથી તેઓ સમય પહેલા વૃદ્ધ થતા જોવા મળે છે. 


વધુ પડતો પ્રવાસ
ચાણક્ય નીતિ મુજબ જે વ્યક્તિ વધુ પડતો પ્રવાસ કરે તે સમય પહેલા વૃદ્ધ  બને છે. તેની પાછળનું કારણ આચાર્ય ચાણક્યએ યોગ્ય દિનચર્યા ન હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે મુસાફરી દરમિયાન વ્યક્તિની રહેણી કરણી બરાબર રહેતી નથી અને આવામાં શરીર નબળું પડવા લાગે છે તથા વૃદ્ધાવસ્થા જલદી આવે છે. 


બંધન
જે વ્યક્તિ બંધનમાં રહે છે તેને પણ સમય પહેલા વૃદ્ધાવસ્થા આવી જાય છે. કારણ  કે બંધનમાં રહેવાના કારણે વ્યક્તિ ખુલીને પોતાના વિચારો કે ભાવનાઓ વ્યક્ત કરી શકતો નથી અને અંદરને અંદર ઘૂંટાયા કરે છે. 


નેગેટિવિટી
ચાણક્ય નીતિ મુજબ જે લોકો હંમેશા નેગેટિવ વિચારે તેમને પણ સમય પહેલા વૃદ્ધાવસ્થા ઘેરી લે છે. કારણ કે આવા લોકો ખુલીને જીવવાની જગ્યાએ દરેક વાતમાં નેગેટિવિટી લઈને આવે છે. જેના કારણે આસપાસનો માહોલ પણ ચિંતામય બની જાય છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)