Relationship Tips: ચંદ્રગુપ્ત મૌર્યના મહામંત્રી અને ગુરુ ચાણક્યની નીતિઓને જો વ્યક્તિ પોતાના જીવનમાં ઉતારી લે તો સફળ અને ખુશહાલ થતા કોઈ રોકી શકે નહીં. આધુનિક સમયમાં પણ ચાણક્ય નીતિમાં અપાયેલી શિખામણો જો અનુસરવામાં આવે તો જીવન સફળ થઈ શકે છે. કૌટિલ્યની આવી જ કેટલીક શિખામણો પત્ની વિશે પણ આપવામાં આવી છે. તેમણે છોકરીઓના કેટલાક અવગુણ વિશે જણાવ્યું છે જેને દરેક છોકરાઓએ ધ્યાનમાં રાખવા જોઈએ. આવા જ 4 અવગુણો વિશે અમે તમને જણાવીશું. જો છોકરીમાં તેમાંથી કોઈ પણ અવગુણ જોવા મળે તો તે લાલબત્તી સમાન છે. આવી છોકરીઓ સાથે લગ્ન કરવાથી લગ્નજીવનમાં અડચણો આવી શકે છે અને ઘરમાં કલેશ તથા નકારાત્મકતા આવી શકે છે. જાણો તે અવગુણો વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુંદરતા પર ઘમંડ
જો કોઈ છોકરી બુદ્ધિમત્તા કરતા વધુ મહત્વ સુંદરતાને આપે અને હંમેશા તેના ઘમંડમાં ચૂર રહેતી હોય તો તે ક્યારેય ખુશ કે સંતુષ્ટ રહી શકે નહીં. આ પ્રકારની મહિલાઓ કોઈ અન્ય વિશે વિચારી શકે નહીં. આવી છોકરીઓ માટે ભૌતિક વસ્તુઓ વધુ મહત્વ ધરાવે છે. આ જ કારણ છે કે લગ્ન બાદ ન તો  તેઓ પતિનું કે પરિવારની ભલાઈ વિશે વિચારી શકે છે. વિવાહ બાદ પણ તે પોતાનામાં જ ડૂબેલી રહે છે. આવી છોકરી ક્યારેય ખુશહાલીનું કારણ બની શકતી નથી. કારણ કે પરિવાર ચલાવવા અને સંબંધોને સંભાળવા માટે પોતાનાથી ઉપર ઉઠીને બીજા વિશે વિચારવું અને બૌદ્ધકતાનો ઉપયોગ કરવો ખુબ જરૂરી છે. જે તેમના માટે શક્ય હોતું નથી. 


અશિષ્ટ અને બીજાને નીચું દેખાડનારી છોકરી
જો કોઈ મહિલા અશિષ્ટ હોય અને તે બીજાને નીચું દેખાડવામાં જરાય ખચકાય નહીં તો તેનાથી અંતર જાળવવું એ જ સારો વિકલ્પ છે. આવી છોકરી લગ્ન બાદ તેના પતિ અને અન્ય પરિજનોનું સન્માન સાચવી શકતી નથી. તેના મોઢામાંથી હંમેશા નકારાત્મકતા જ નીકળે છે. તે ઘરમાં કલેશનું કારણ બને છે અને સુખ દૂર જાય છે. આવી મહિલા ભલે ગમે તેટલા સારા પરિવારમાંથી આવતી હોય, બુદ્ધિ તેજ હોય અને સુંદરતામાં પણ આગળ હોય છતાં ક્યારેય તેને જીવનસાથી  તરીકે પસંદ કરવી જોઈએ નહીં. 


ખોટું બોલનારી
આવી છોકરીઓ ખોટું બોલી બોલીને પરિવાર  તોડવાનું કામ કરે છે. તેના માટે આ એક એવું હથિયાર હોય છે જેનાથી તે પોતાના જીવનસાથી અને અન્ય લોકોને ઉક્સાવવાનું કામ કરે છે. તેને સારી પેઠે ખબર હોય છે કે તેના આ જૂઠ્ઠાણાના કારણે અનેક પ્રકારની નકારાત્મક સ્થિતિઓ પેદા થઈ શકે છે પરંતુ આમ છતાં ન તો તે પોતાને ખોટી માને છે કે આ આદતથી છૂટકારો મેળવે છે. 


દગાબાજ
દગો દેવો અને પોતાના મતલબ માટે બીજાનો ઉપયોગ કરવો એ જેના વ્યક્તિત્વનો ભાગ હોય તે ક્યારેય કોઈ પરિવારને એક કરીને રાખી શકે નહીં. દગાબાજ છોકરી પાસેથી ઈમાનદારીની અપેક્ષા રાખવી એ મુર્ખતા છે. આ પ્રકારની છોકરીઓ જો જીવનમાં પ્રવેશ કરવાની કોશિશ પણ કરે તો મર્યાદા બાંધીને શરૂઆતથી જ તેમનાથી  દૂર રહેવું જોઈએ. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube