Chanakya Niti:  આચાર્ય ચાણક્યની વાતો આજે પણ એટલી જ પ્રાસંગિક હોવાનું કહેવાય છે. તેમણે ચાણક્યનીતિમાં અનેક એવી વાતોનો ઉલ્લેખ કર્યો છે જે તમને વર્તમાન સમયમાં પણ એટલે જ પ્રાસંગિક લાગે.  જે પુરૂષોમાં આ ગુણો હોય એ તરફ મહિલાઓ સતત આકર્ષતી હોય છે. આચાર્ય ચાણક્યના જણાવ્યાં મુજબ જે પુરુષોમાં આ ગુણો હોય છે તેમનાથી મહિલાઓ જલદી પ્રભાવિત થાય છે. આવો જાણીએ કે પુરુષોની એવી તે કઈ આદતો હોય છે જેનાથી મહિલાઓ ખુબ પ્રભાવિત થાય છે. આ ગુણો તમને બીજા પુરૂષોથી અલગ બનાવે છે. જો પુરૂશે બીજા વ્યક્તિથી અલગ તરી આવવું હશે તો આ ગુણો તમને અલગ ઓળખ અપાવશે. આ ચાણક્યનીતિ કહી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલાને માન સન્માન આપવું
આચાર્ય ચાણક્યના જણાવ્યાં મુજબ જે પુરુષો બીજાને માન સન્માન આપવાનું જાણે છે મહિલાઓ તેમના તરફ સહજ રીતે આકર્ષિત થાય છે. જે પુરુષ પ્રેમ સંબંધો કે પછી વૈવાહિક જીવનમાં જો કોઈનો આદર ન કરે અને બીજાને ઠેસ પહોંચાડે તેવા લોકોના સંબંધ મોટાભાગે તૂટતા હોય છે. જે મહિલાઓને મહત્વ આપે છે તેમના લગ્ન જીવ અને પ્રેમ સંબંધ ક્યારેય નિષ્ફળ જતા નથી. મહિલા ફક્ત આદરની ભૂખી હોય છે, તમે એને આદર આપવાનું શરૂ કરશો તો તે આપોઆપ તમારી તરફ ખેંચાઈને આવશે.


મહિલાઓને સુરક્ષિત મહેસૂસ કરાવવું
જ્યારે કોઈ પુરુષ કોઈ મહિલાને પોતાની હાજરીમાં સુરક્ષિત મહેસૂસ કરાવે ત્યારે મહિલાઓ તેવા પુરુષો પર ભરોસો કરવા લાગે છે. જે વ્યક્તિ પોતાની પ્રેમિકા, પત્નીને સુરક્ષાનો અહેસાસ કરાવે, તેમને સારો માહોલ આપે, ત્યાં ક્યારેય પ્રેમ ઓછો થતો નથી. તમે કોઈ પણ સંજોગોમાં મહિલાને એકલી ન છોડો એવી જગ્યાએ તો બિલકુલ નહીં જ્યાં તે કમ્ફર્ટ ના હોય. તમે એને સુરક્ષા આપવાનો પ્રયાસ કરશો તો તે તમારી તરફ ખેંચાઈને આવશે.


ઘમંડને દૂર રાખો
જો તમે ફક્ત તમારામાં જ રહો, હંમેશા ઈગો રાખો, તો મહિલાઓ ક્યારેય તમારી બની શકશે નહીં. દરેક સંબંધ ઈગોથી ઉપર છે. પોતાની ભૂલ પર જે પુરુષ તેને સ્વીકારી લે તેમની આ આદત મહિલાઓને ખુબ ગમે છે. લાંબા સમય સુધી સંબંધોમાં મિઠાશ રાખવા માટે ઈગોથી અંતર જાળવવું જોઈએ. તમે તમારી ભૂલો સ્વીકારવાનું રાખશો તો મહિલાઓ નારાજ નહીં થાય એ તમને સન્માન આપવાનો પ્રયાસ કરશે. 


ભરોસાનું માન રાખવું
આચાર્ય ચાણક્ય કહે છે કે જે પુરુષ કોઈ સ્ત્રીના રહસ્યની વાત જાણ્યા બાદ પણ જો તેને ફક્ત તેના પુરતું સિમિત રાખે અને કોઈને કહે નહીં તેવા પુરુષો પર મહિલાઓ ઓતપ્રોત થઈ જાય છે. આ સાથે જ જો પુરુષો પ્રેમ સંબંધોમાં મહિલાઓ પર કોઈ રોકટોક ન લગાવે તેમને પોતાની રીતે જીવન જીવવાની આઝાદી આપે તો તેમના સંબંધ ક્યારેય ખરાબ થતા નથી. મહિલાનો એ ભરોસો જીતે છે કે તે વ્યક્તિને કંઈ પણ કહી શકે છે. એ એની પર જલદી વિશ્વાસ કરવાનું શરૂ કરશે. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube