ચાણક્ય નીતિમાં દાંપત્ય જીવન, સમાજ, જીવન, પૈસા, સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સારી સારી વાતોનો ઉલ્લેખ કરાયો છે. આચાર્ય  ચાણક્યએ પોતાના ગ્રંથમાં આ બધી વસ્તુઓ પર પોતાનો અભિપ્રાય રજૂ કર્યો છે. તેમણે જણાવ્યું કે જીવનને સરળ બનાવવા માટે કઈ બાબતો પર ધ્યાન આપવું જોઈએ. આચાર્ય ચાણક્યની ગણતરી વિદ્વાનોની સાથે સાથે મહાન શિક્ષક તરીકે પણ થાય છે. તેમણે પોતાના ગ્રંથમાં જીવન સંલગ્ન એ વાતો જણાવી છે જેને જો વ્યક્તિ પોતાના જીવનમાં સ્મરણ કરી  લે તો સફળતા કદમ ચૂમે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આચાર્ય ચાણક્યએ પોતાના ગ્રંથમાં દાંપત્ય જીવન સંલગ્ન એવી અનેક વાતોનો ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે દરેક મહિલામાં કેટલીક એવી આદત હોય છે જેમને કોઈ પણ બદલી શકતું નથી અને અનેકવાર તેના કારણે ઝઘડા થતા રહે છે. જાણો આ આદતો વિશે...


ખોટું બોલીને પોતાનું કામ કઢાવી લેવું
ખોટું બોલીને પોતાનું કામ કઢાવી લેવાની આદત તો મોટાભાગના લોકોમાં હોય છે પરંતુ મહિલાઓમાં તો આ આદત બાળપણથી જ હોવાનું કહેવાય છે. આચાર્ય ચાણક્યના જણાવ્યાં મુજબ મહિલાઓ ખોટું બોલવામાં માહિર હોય છે તેઓ ખોટું બોલીને પોતાના કામ સરળતાથી કઢાવી લે છે. જો કે ક્યારેક ક્યારેક તેઓ પતિની ઈચ્છા માટે પણ ખોટું બોલે છે જે દાંપત્ય જીવન માટે સારું માની શકાય. 


પોતાને વધુ બહાદુર સમજવું
પતિ પત્નીમાં મોટાભાગે એ જોવા મળતું હોય છે કે પત્નીઓ પોતાની જાતને વધુ સમજદાર સાબિત કરવાની કોશિશ કરતી રહે છે. તેમને હંમેશા એવું લાગતું હોય છે કે સામેવાળા નબળા છે. આચાર્ય ચાણક્યના જણાવ્યાં મુજબ તેમની આ આદત અનેકવાર સામેવાળાને મુશ્કેલીમાં નાખી દે છે. આવામાં આવી સ્ત્રીઓથી દૂર રહેવું જોઈએ. જો કે આચાર્ય ચાણક્યનું માનવું છે કે સ્ત્રી વધુ સાહસિક હોય છે. 


પૈસાની લાલચ
મહિલાઓ પુરુષોની સરખામણીમાં વધુ લાલચુ હોય છે. તેમના દિમાગમાં એ વસ્તુ ચાલતી રહે છે કે પૈસા ક્યાંથી આવશે. અનેકવાર તેઓ તેના માટે કોઈ પણ હદ પાર કરી નાખે છે. પૈસાના  ચક્કરમાં તેઓ કેટલીક વાર ખોટા માર્ગે જતી રહે છે. જો કે એનું પરિણામ ઘણીવાર સામાવાળાએ ઉઠાવવું પડે છે. 


મુરખા જેવા કામ કરવા
મહિલાઓ મોટાભાગે એવા કામ પણ કરતી હોય છે જેનું પરિણામ ખોટું નીકળતું હોય છે. આચાર્ય ચાણક્યના જણાવ્યાં મુજબ મહિલાઓ અનેકવાર એવા કામ કરે છે જેનું કોઈ પણ લોજિક હોતું નથી. બીજાના કહ્યામાં આવીને તેઓ આવું કામ કરતી હોય છે અને પાછળથી પસ્તાય છે. જો કે ત્યાં સુધી તો સામેવાળાને જે નુકસાન થવાનું હોય તે થઈ ચૂક્યું હોય છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube