Relationship Tips: આ ડિજિટલ યુગમાં સંબંધોમાં શંકા અને ચીટીંગની સંભાવનાઓ વધી ગઈ છે. આજના સમયમાં સોશિયલ મીડિયા કપલને એકબીજાની નજીક પણ લાવે છે અને એકબીજાથી દૂર પણ કરી દે છે. ઘણા કપલ એવા હોય છે જે એકબીજાના ફોનને થોડા થોડા સમયે ચેક કરે છે જેથી તેમને સંબંધમાં ચીટીંગનો સામનો ન કરવો પડે. તો વળી કેટલાક કપલ એવા હોય છે જે એકબીજાથી છુપાવીને પોતાના પાર્ટનરનો ફોન ચેક કરતા હોય છે. આવી સ્થિતિમાં મનમાં વિચાર ચોક્કસથી આવે કે કોઈ વ્યક્તિની સહમતિથી કે તેની જાણકારી બહાર તેનો ફોન ચેક કરવો યોગ્ય કે નહીં ? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Type 2 Diabetes: અઠવાડિયામાં 2 કપ આ સફેદ વસ્તુ ખાવાનું રાખશો તો ડાયાબિટીસ નહીં થાય


ફોન ચેક કરવાની બાબતે રિલેશનશિપ કોચ જણાવે છે કે કોઈપણ સંબંધનો આધાર વિશ્વાસ હોય છે. સંબંધોમાં પારદર્શિતા અને એકબીજાનું સન્માન પણ જરૂરી હોય છે. જો તમને તમારા પાર્ટનર પર શંકા હોય તો પાર્ટનર સાથે એ બાબતે ખુલીને વાત કરી લેવી જોઈએ. તેના બદલે શંકાના કારણે પાર્ટનરની અનુમતિ વિના તેનો ફોન ચેક કરવો ખૂબ જ ખોટી બાબત છે. સંબંધમાં પણ દરેક વ્યક્તિને પ્રાઇવસીનો અધિકાર છે. પતિ, પત્ની એ પણ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. જો પતિ અને પત્ની એકબીજાની પ્રાઇસીનું સન્માન કરે છે તો સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ પણ જળવાઈ રહે છે.


આ પણ વાંચો: મહિલાઓની રિપ્રોડક્ટિવ હેલ્થને અસર કરે છે PCOS, આ આયુર્વેદિક પદ્ધતિથી કરો સારવાર


પાર્ટનરનો ફોન ચેક કરવો જોખમી


રિલેશનશિપ એક્સપર્ટ જણાવે છે કે જ્યારે તમે પાર્ટનરની અનુમતિ વિના કે તેની જાણ બહાર તેનો ફોન ચેક કરો છો તો તમે પાર્ટનર તરફની સ્ટોરી જાણ્યા વિના જ કોઈ એક વસ્તુને લઈને મનમાં શંકાની ગાંઠ બાંધી લો છો. તેની સામે જરૂરી હોય છે કે કોઈપણ નિર્ણય લેતા પહેલા તમે પાર્ટનરનો પક્ષ પણ જાણી લો. 


દરેક સંબંધમાં કેટલીક મર્યાદાઓ હોય તે જરૂરી છે. પતિ પત્નીને પણ પોતાની પ્રાઈવસીનો અધિકાર છે. જો પતિ, પત્ની પણ એકબીજાની જાણ બહાર એકબીજાના ફોન ચેક કરે છે તો તેનાથી વિશ્વાસ અને પ્રેમ જળવાતો નથી અને સંબંધ નબળો પડે છે. 


આ પણ વાંચો: Migraine: દવા લીધા વિના મટાડવો હોય માઈગ્રેનનો દુખાવો તો ફોલો કરો આ 6 ટીપ્સ


જોકે પાર્ટનરનો ફોન ચેક કરવાને લઈને દરેક વ્યક્તિના પોતાના મંતવ્ય હોય છે. ઘણા લોકોને આ વાત યોગ્ય લાગે છે તો કેટલાકના મતે આ વાત અયોગ્ય હોય છે. તેવામાં જરૂરી છે કે તમે કોઈ વ્યક્તિની ગોપનીયતા પર હુમલો ન કરો અને કોઈ વાતને લઈને મનમાં શંકા હોય તો ખુલ્લા મને વાત કરી લો. જો તમે તમારા પાર્ટનરનો ફોન ચેક કરશો તો તેનો વિશ્વાસ અને પ્રેમ ધીરે ધીરે ઓછો થવા લાગશે. આ કારણથી ફોન ચેક કરવાને બદલે પોતાના પાર્ટનરનો વિશ્વાસ જીતી વાત કરવાનું શીખી લો.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)