Brahmacharya For 1 Month: આપણા જીવનમાં ઘણી વાતો ખૂબ પર્સનલ હોય છે. સેક્સ લાઈફ તેમાંથી એક છે. લગ્ન પછી કેટલાક લોકો પોતાની સેક્સ લાઈફ એન્જોય કરતા હોય છે. તો કેટલાક લોકોનો મત અંગત જીવન માટે અલગ હોય છે. કેટલાક કપલ થોડા દિવસો માટે સેક્સુઅલ એક્ટિવિટીથી દુર રહેવાનું પસંદ કરે છે. આમ કરવું ફાયદાકારક પણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેક્સુઅલ એક્ટિવિટીથી થોડા દિવસ બ્રેક લેવાથી મેંટલ હેલ્થ સુધરે છે. આજે તમને જણાવીએ કે જો 1 મહિના સુધી સેક્સુઅલ એક્ટિવિટીથી દુર રહેવામાં આવે તો તેનાથી કપલને કેવા લાભ થાય છે. 


આ પણ વાંચો: Relationship: લગ્ન પછી ફક્ત પ્રેમથી નથી ચાલતું, પતિ-પત્ની વચ્ચે આ વસ્તુઓ હોવી જરૂરી


બ્રહ્મચર્ય પાળવું એટલે શું ?


બ્રહ્મચર્ય પાળવું એટલે કે 30 દિવસ માટે સેક્સુઅલ એક્ટિવિટીથી દુર રહેવું. તેનો અર્થ એવો પણ નથી કે આ સમય દરમિયાન પાર્ટનર પ્રત્યે પ્રેમ વ્યક્ત ન કરવો. આ સમય દરમિયાન સેક્સુઅલ એક્ટિવિટીથી કપલ દુર રહે છે. આ કામ કરવાથી તેમને આ 4 ફાયદા થાય છે. 


સ્ટ્રેસ ઘટે છે


યૌન સંબંધથી પ્રેગ્નેંસી, એસઆઈટી સહિતના જોખમની ચિંતા રહેતી હોય છે. કેટલાક લોકોને પર્ફોમન્સનું પણ પ્રેશર રહે છે. બ્રહ્મચર્યનું પાલન કરવાથી આ ચિંતા અને સ્ટ્રેસ ઘટી જાય છે. 


આ પણ વાંચો: Positive Parenting: બાળકની સામે માતાપિતાએ ન કરવા આ 5 કામ, ખરાબ વાતો શીખવા લાગશે બાળક


આધ્યાત્મિક સંતુષ્ટી


બ્રહ્મચર્ય દરમિયાન વ્યક્તિની માનસિક, શારીરિક અને આધ્યાત્મિક ઊર્જા વધે છે. આ સમય દરમિયાન અધ્યાત્મમાં વિશ્વાસ વધે છે અને તેઓ વધારે આત્મવિશ્વાસ અનુભવે છે. 


ફોકસ વધે છે

કેટલાક લોકોનું માનવું છે કે સેક્સ વિશે ન વિચારવાથી ફોકસ વધે છે. યૌન સંબંધો વિશે વિચારવાથી, તેના વિશે પ્લાન કરવાના વિચારથી મુક્તિ મળે છે તો કામ પર વધારે ધ્યાન આપી શકાય છે. તેઓ બધી જ એનર્જી કામ પર લગાડી શકે છે. 


આ પણ વાંચો: એક્સ્ટ્રા મેરિટલ અફેરના ચક્કરમાંથી બહાર નીકળવા ફોલો કરો આ 5 ટીપ્સ, બચી જશે લગ્નજીવન


હિલીંગ પ્રોસેસ


જે લોકો જીવનમાં ટ્રોમેટિક અનુભવ કરે છે તેવા લોકો માટે બ્રહ્મચર્યનો નિયમ હીલિંગ પ્રોસેસ તરીકે કામ કરે છે. તેઓ આ સમય દરમિયાન પોતાની જાતને રિકવર કરવા પર ફોકસ કરે છે. 



(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)