Relationship Tips: સંબંધોમાં બ્રેકની વાત આવે એટલે મગજમાં તુરંત જ એક જ વિચાર આવે કે સંબંધનો અંત. પરંતુ એવું નથી. ઘણી વખત સતત ઝઘડા અને મતભેદના કારણે કપલ ઈમોશનલી અને માનસિક રીતે થાકી જાય છે. આવી સ્થિતિમાં કેટલાક બ્રેક જરૂરી થઈ જાય છે. આ બ્રેક સંબંધોનો અંત નથી. કેટલાક બ્રેક એવા હોય છે જેને લેવાથી સંબંધ વધારે મજબૂત બને છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિલેશનશિપમાં બ્રેકનો મતલબ એ નથી કે માત્ર શારીરિક રીતે કે વાતચીત બંધ કરીને દૂર થઈ જવું. આ બ્રેક એવા છે જે પાર્ટનર ને સમજાવે છે કે જીવનસાથીનું મહત્વ શું છે અને તેનાથી સંબંધમાં એક તાજગી પણ આવે છે. વારંવાર ઝઘડાના કારણે સંબંધ ટોક્સિક થઈ જાય તે પહેલા આ પાંચ બ્રેક લઈ લેવાથી સંબંધ મજબૂત બને છે. તો ચાલો તમને જણાવીએ સંબંધમાં કયા પાંચ પ્રકારના બ્રેક જરૂરી હોય છે. 


આ પણ વાંચો: Relationship Tips: સંબંધોમાં છવાઈ ગઈ હોય નિરાશા તો આ ટીપ્સ અજમાવી વધારો એક્સાઈટમેંટ


ચર્ચાથી બ્રેક


ઘણી વખત એક ને એક વાતની ચર્ચાથી સંબંધ તણાવપૂર્ણ બની જાય છે. આવી સ્થિતિમાં કેટલાક મુદ્દા પર ચર્ચા કરવાનું ટાળવું જોઈએ. જે વાત પતિ-પત્ની વચ્ચે વિવાદનું કારણ બને છે તેનાથી બ્રેક લઈ લેવાથી સંબંધમાં તાજગી આવે છે.


શારીરિક આરામ


જો સંબંધમાં એકબીજાથી કંટાળી ગયા હોય તેવો અનુભવ થાય છે તો થોડા સમય માટે શારીરિક રીતે એકબીજાથી બ્રેક લઈ લો. આ સમય દરમિયાન પોતાના શોખ પૂરા કરવા માટે અને પોતાની જરૂરિયાતની પૂરી કરવામાં સમય આપો. 


આ પણ વાંચો: રિલેશનશીપમાં જોવા મળે આ સંકેત તો સમજી લેજો પાર્ટનર તમારી સાથે ખુશ નથી


માનસિક બ્રેક


સંબંધમાં એકબીજાની લાગણીનું ધ્યાન રાખવું જરૂરી હોય છે અને સાથે જ માનસિક જરૂરિયાતોને પૂરી કરવી પણ જરૂરી છે. માનસિક બ્રેક માટે થોડો સમય એકલા પસાર કરો અને એવી એક્ટિવિટી કરો જે તમને ખુશી આપે.


ઈમોશનલ બ્રેક


જો સંબંધમાં તમે સતત ઉપેક્ષા અને ભાર અનુભવી રહ્યા છો તો પોતાની લાગણીને દબાવવાને બદલે ઈમોશન્સને વ્યક્ત કરી દો. તેના માટે રડી લેવું, ગુસ્સો કરી લેવો અથવા તો કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિને પોતાના મનની વાત કરો. 


આ પણ વાંચો: ઓફિસમાં સાથે કામ કરતાં ટોક્સિક કર્મચારી બગાડે છે તમારું કામ ? તો ફોલો કરો ટીપ્સ


સમસ્યાઓથી બ્રેક


દરેક સંબંધમાં સમસ્યા આવે તે સામાન્ય વાત છે. પરંતુ આવી સમસ્યાને વધારે પ્રોત્સાહન આપવાને બદલે તે સમસ્યાને થોડા સમય માટે છોડી દો અને મગજને શાંત કરો. આમ કરવાથી તમે સંબંધમાં સારી રીતે જીવી શકશો.