Relationship Tips: પતિ પત્ની વચ્ચે નાની મોટી તકરાર ચાલતી જ રહે છે. પરંતુ આવી તકરાર વચ્ચે જો તમે સગા સંબંધીઓની કેટલીક સલાહનું અનુકરણ કરો છો તો તે સંબંધ તૂટવાનું કારણ બની શકે છે અથવા તો પતિ પત્નીના સામાન્ય ઝઘડાને પણ મોટું સ્વરૂપ મળે છે. જ્યારે પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય છે તો બંને પોતાની નજીકની વ્યક્તિને પોતાના મનની વાત કરે છે આવી સ્થિતિમાં કેટલાક સગા સંબંધી એવી સલાહ આપી બેસે છે જે તેમના સંબંધોને વધારે ખરાબ કરે છે. આજે તમને અન્ય લોકો દ્વારા આપવામાં આવતી આ પાંચ સલાહ વિશે જણાવીએ જેનું અનુકરણ કરવાથી સંબંધ સુધારવાને બદલે તૂટવા સુધી પહોંચી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Couple Life: જે યુવકમાં હોય આ ખુબી તેના પર યુવતીઓ થઈ જાય ઓળઘોળ, તમારામાં કેટલી છે?


બધું ઠીક થઈ જશે


સંબંધીઓ દ્વારા આ સલાહ સૌથી વધુ આપવામાં આવે છે. તેમનું કહેવું એવું હોય છે કે કોઈપણ પરિસ્થિતિમાં ધીરજ રાખીને બેસી રહો સમયની સાથે બધું ઠીક થઈ જશે.. પરંતુ હાથ પર હાથ રાખીને બેસી રહેવાથી કોઈ સમસ્યાનું સમાધાન મળતું નથી. સમસ્યાનું સમાધાન કાઢવું પડે છે. પતિ પત્ની વચ્ચે જો કોઈ વાતને લઈને મનમુટાવ થયો હોય તો એકબીજા સાથે વાત કરીને તેને દૂર કરવો જોઈએ. આવા સમયે જો તમે સમયની રાહ જોશો તો મોડું થઈ જશે. 


આ પણ વાંચો: કામસૂત્રની આ 4 ટીપ્સ કોઈપણ ઉંમરની વ્યક્તિની સેક્સ લાઈફને બનાવી શકે છે રોમાંચક


સાસરું છોડી દેવું


પતિ પત્નીના સંબંધોમાં જો કોઈ મોટી સમસ્યા હોય તો દીકરીના સંબંધીઓ અથવા તો સાસુ-સસરા પણ તેને સાસરું છોડી થોડા દિવસ પિયરમાં રહેવાની સલાહ આપે છે. માતા પિતા એવું માને છે કે બંને અલગ રહેશે તો બધું ઠીક થઈ જશે પરંતુ ઝઘડા પછી અલગ થઈ જવાની સલાહ સંબંધને વધારે ખરાબ કરી શકે છે.


બાળક પ્લાન કરો


પતિ-પત્નીના સંબંધો જ્યારે ખરાબ થવા લાગે છે તો સંબંધોને ટકાવી રાખવા માટે સંબંધીઓ સલાહ આપે છે કે પ્રેગ્નેન્સી પ્લાન કરી લો. બાળક આવી જશે તો સંબંધો પણ સુધરી જશે. પરંતુ આ સૌથી ખરાબ સલાહ છે. જ્યારે પતિ પત્ની વચ્ચે જ સંબંધ બરાબર ન હોય તો બાળકના જન્મનો નિર્ણય સૌથી મોટી ભુલ સાબિત થઈ શકે છે.


આ પણ વાંચો: પતિના કટાક્ષ પત્નીના મન પર કરે છે ઊંડી અસર, સ્ત્રીના સ્વભાવમાં થાય છે આવા ફેરફાર


ઘરના કામ સ્ત્રીએ જ કરવા


ઘરના મોટાભાગના કામ સ્ત્રીઓ જ કરતી હોય છે પરંતુ જો પતિ પોતાની પત્નીને નાના-મોટા કામમાં મદદ કરે તો પણ સંબંધીઓ તેને સલાહ આપતા હોય છે કે ઘરના કામ પુરુષોના નથી હોતા, આ કામ સ્ત્રીઓને જ કરવા દેવા. આ સલાહ પણ તમારા સંબંધ માટે હાનિકારક સાબિત થઈ શકે છે. કારણ કે નાના મોટા કામમાં આ પત્નીને મદદ કરવાથી સંબંધો વધુ ગાઢ બને છે.


વાતને જતી ન કરો


ઘણા સંબંધીઓ પતિ કે પત્નીને સલાહ આપે છે કે આત્મસન્માન જાળવી રાખો અને કોઈપણ હિસાબે નમતું ન જોખો. પરંતુ આ સલાહ ઉપર બિલકુલ ધ્યાન ન આપવું આ સલાહ તમારા સારા સંબંધોને ખરાબ કરી શકે છે. સંબંધોમાં નાની મોટી વાતને જતી કરવામાં કોઈ નુકસાન નથી.


આ પણ વાંચો: Couple Life: સેક્સ પછી તમારી સાથે પણ થાય આવું તો સમજી લેજો નોર્મલ છો તમે


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)