Marriage Tips: ગુણિયલ વહુ બનવાના ચક્કરમાં લગ્નના પહેલા વર્ષમાં આ ભુલો કરશો તો જીવનભર પસ્તાવાનો વારો આવશે
Marriage Tips: લગ્ન પછીના એક વર્ષમાં દરેક યુવતીઓ પોતાની સારી છાપ ઊભી થાય તે માટે પ્રયત્ન કરતી હોય છે. પરંતુ આ પ્રયત્ન કરવામાં કેટલીક ભૂલ પણ થઈ જાય છે. કઈ છે આ ભૂલ ચાલો તમને જણાવીએ.
Marriage Tips: લગ્ન ફક્ત બે વ્યક્તિને નહીં પરંતુ બે પરિવારને જોડે છે. સમાજના રીત રિવાજ અનુસાર લગ્ન પછી યુવતી પોતાનું ઘર છોડીને પોતાના પતિના ઘરે જાય છે. લગ્ન પછી પતિના ઘરને પોતાનું ઘર અને તેના પરિવારને પોતાનો પરિવાર સમજીને દીકરીએ જીવન જીવવાનું હોય છે. જોકે નવા નવા લગ્ન થયા હોય તો સાસરામાં સારી અને ગુણિયલ વહુ બનવાના ચક્કરમાં યુવતીઓ કેટલીક એવી ભૂલ કરી બેસે છે જેના કારણે જીવનભરનો પસ્તાવો રહે છે.
આ પણ વાંચો: ફ્રેન્ડ ટોક્સિક હોય તો સંબંધ રાખવા જોઈએ કે નહીં ? જાણો શું કરવું અને શું નહીં
ખાસ કરીને આવી ભૂલ જો લગ્નની શરૂઆતમાં કરવામાં આવે તો મુશ્કેલી સર્જાય છે. કારણ કે લગ્ન પછીના એક વર્ષમાં દરેક યુવતીઓ પોતાની સારી છાપ ઊભી થાય તે માટે પ્રયત્ન કરતી હોય છે. પરંતુ આ પ્રયત્ન કરવામાં કેટલીક ભૂલ પણ થઈ જાય છે. કઈ છે આ ભૂલ ચાલો તમને જણાવીએ.
કોઈને પણ જજ ન કરો
આ પણ વાંચો: Jealous People: તમે પણ ઘેરાયેલા રહો છો ઈર્ષાળુ લોકોથી? આ રીતે હેન્ડલ કરો તેમની ઈર્ષા
લગ્ન પછી જીવનમાં જે ફેરફાર આવ્યો હોય છે તેમાં અનુકૂળ થવામાં સમય લાગે છે. આવા સમયે પતિ તેના પરિવાર અને સંબંધીઓને સમજવાનો પ્રયત્ન કરો. કોઈપણ વાતને લઈને કોઈપણ વ્યક્તિ સારી છે અને ખરાબ છે તેમ જજ કરવાની ઉતાવળ ન કરો.
પોતાની ઓળખ ન ગુમાવો
લગ્નનો મતલબ એ નથી કે તમે તમારી ઓળખને ગુમાવી બેસો. પોતાના શોખ, મિત્રો અને કરિયરને છોડી દેવું એવું જરૂરી નથી. લગ્ન પછી પતિ અને પરિવારનું ધ્યાન રાખવાની સાથે પોતાનું ધ્યાન પણ રાખવું. સાસરામાં લોકોનું માન સન્માન જાળવવું અને સંબંધો જાળવવા પરંતુ તેની સાથે પોતાના પરિવાર અને મિત્રો માટે પણ સમય કાઢવો.
આ પણ વાંચો: Life Lessons: બ્રેકઅપ પછી ભાંગી પડવાને બદલે આ 6 બોધપાઠ શીખી જીવન જીવો કોન્ફિડન્સથી
સાસુ,સસરા સાથે દલીલબાજી
સાસરામાં હંમેશા પતિના માતા પિતા એટલે કે સાસુ-સસરા સાથે માન-સન્માન અને પ્રેમથી વર્તન કરવું. તેમની સલાહને સમજવાનો પ્રયત્ન કરવો. જો કોઈ વાતને લઈને મતભેદ થાય તો શાંતિથી તેનું સમાધાન લાવવું. પોતાની વાતને દલીલ કર્યા વિના સમજાવો.
પતિના બધા જ કામ ન કરો
લગ્ન પછી યુવતી પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તે પોતાના પતિનું બધું જ કામ કરે. પરંતુ આવું કરવાની ભૂલ ન કરવી. જો એક વખત આવી આદત પડી ગઈ તો જીવનભર કામનો બોજ વધતો જ રહેશે. લગ્નની શરૂઆતમાં સારું લાગે છે પરંતુ ત્યાર પછી પતિની જીહજૂરી ભારે લાગે છે.
આ પણ વાંચો: Love Slangs: કફિંગ સીઝનથી લઈ ફ્લીબૈગિંગ સુધીના Gen-Z સ્લેંગ્સના શું થાય છે અર્થ જાણો
પર્સનલ સેવિંગ ન કરવી
તમારા લગ્ન કરોડપતિ ખાનદાનમાં થાય તો પણ લગ્ન પછી પોતાની પર્સનલ સેવિંગ હોય તે જરૂરી છે. લગ્ન પછી પણ પગભર રહેવું ખૂબ જ જરૂરી છે. તેનાથી તમારા જીવનસાથીને ક્યારેય એવું નહીં લાગે કે તમે તેની કમાણી પર જીવી રહ્યા છો.