Relationship Tips: સંબંધ કેટલો મજબૂત રહે છે તેનો આધાર એકબીજા પ્રત્યેના પ્રેમ, વફાદારી અને વિશ્વાસ પર હોય છે. સંબંધમાં જો આમાંથી કોઈપણ એક વસ્તુનો અભાવ હોય તો પણ સંબંધ તુટી શકે છે. કારણ કે સંબંધ ખૂબ જ નાજુક હોય છે. ખાસ કરીને જો પાર્ટનર એકબીજાથી કેટલીક વાતો છુપાવે છે તો સંબંધ પર વધારે અસર થાય છે. જો કે કેટલીક વાતો એવી પણ હોય છે જેને હંમેશા સીક્રેટ જ રાખવી જોઈએ. આ 5 વાતો એવી છે  જે પાર્ટનરને ખબર પડે તો સંબંધ સંકટમાં આવી જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: છોકરીની આ આદતો પર પુરુષ થઈ જાય છે ઓળઘોળ, પહેલી મુલાકાતમાં જ થઈ જાય ઈમ્પ્રેસ


પાસ્ટ રિલેશનશીપ 


જો તમારું લગ્નજીવન સારું ચાલી રહ્યું છે અને પાસ્ટમાં તમારે કોઈ સાથે સંબંધ હતા તો અત્યારે તે વાતનો ભુલથી પણ ઉલ્લેખ કરવો નહીં. પાસ્ટ રિલેશનશીપ વિશે પતિ સાથે વાત કરવાથી તેની લાગણી દુભાશે. 


પરિવારની બુરાઈ


પોતાના પાર્ટનરના પરિવારના કોઈ વ્યક્તિના વ્યવહાર, સ્વભાવ કે તેની પસંદની બુરાઈ કરવી કે તેની મજાક ઉડાવવાની ભુલ પણ ન કરવી. આમ કરવાથી તમારા પતિને લાગશે તમને તેના પરિવારની કદર નથી.


આ પણ વાંચો: Relationship Tips: લગ્ન પછી પતિની ' પરી ' બનીને રહેવું હોય તો પત્નીએ ન કરવી આ 5 ભુલ


પાર્ટનરની બુરાઈ


કોઈ માણસ પરફેક્ટ નથી હોતું. દરેક વ્યક્તિમાં કોઈને કોઈ એવી વાત હોય જે તમને કદાચ ન પસંદ આવે તો તે વાતને લઈને પાર્ટનરની બુરાઈ પરિવાર સામે કે અન્ય કોઈ સામે ન કરો. 


એક્સના વખાણ


આ ભુલ તો ક્યારેય કરવી નહીં. તમારા પાર્ટનર સમજદાર હોય અને તમે પાસ્ટ રિલેશનશીપ વિશે તેને જણાવી દેશો તો એકવાર માટે તે તમારા પાસ્ટને ભુલી જાશે પરંતુ તો તમે તમારા એક્સના વખાણ કરશો તો તે વાત તેનાથી સહન થશે નહીં. તેથી આ વાત પણ પાર્ટનરને કરવી નહીં. 


આ પણ વાંચો: વારંવાર થતા Mood swings થી છો પરેશાન? તો જાણો તેનું કારણ અને કંટ્રોલ કરવાની રીત


મિત્રોના પાર્ટનર અંગેના વિચાર


આ વાતો યુવક અને યુવતી બંનેને લાગુ પડે છે. ક્યારેય કોઈ મિત્રને તમારા પાર્ટનરની કોઈ વાત પસંદ ન પડે અને તે તમને જણાવે તો આ વાત પોતાના પાર્ટનરને ન જણાવો. તેનાથી તમારા પાર્ટનરને દુ:ખ થશે અને પછી તે તમારા મિત્રો સાથે સહજતાથી નહીં રહી શકે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)