સંબંધ બનાવતી વખતે છોકરીઓના મગજમાં ઘૂમતી હોય છે આ વાતો, 4થી વાત જાણીને તો દંગ રહી જશો
કપલ જ્યારે સંબંધ બનાવે ત્યારે મહિલાઓના દિમાગના અનેક પ્રકારના ખ્યાલ આવી શકે છે. જેનો તેમના પુરુષ સાથી સાથે કદાચ કોઈ લેવા દેવા પણ હોતા નથી.
કપલ જ્યારે ઈન્ટિમેટ થાય છે ત્યારે તેમનું સંપૂર્ણ ધ્યાન પ્લેઝર પર હોય છે. આ દરમિયાન તેઓ જે પણ વિચારે છે તે પ્લેઝર સંબંધિત હોય છે. જો કે હંમેશા એવું જ હોય તે જરૂરી નથી. મહિલાઓની વાત કરીએ તો તેઓ સંબંધ દરમિયાન ફક્ત સેક્સ વિશે ન વિચારતા બીજી પણ અનેક વાતો મગજમાં લાવતી હોય છે. જેનો તેમના પુરુષ સાથીના પરફોર્મન્સ સાથે કોઈ લેવા દેવા હોતો નથી. તમને જાણીને નવાઈ લાગે પરંતુ આ વાત સાચી છે. જો તમે પણ જાણવા ઈચ્છતા હોવ કે મહિલાઓ શું વિચારે છે તો જરૂર આ લેખ વાંચો.
કપડાં વિશે
પુરુષોને આ વાત નાની લાગતી હોય પરંતુ મહિલા ગમે તેટલી ઉત્તેજિત કેમ ન હોય પરંતુ તે પોતાના કપડાંને લઈને ખુબ વિચારતી હોય છે. ખાસ કરીને અંડર ગાર્મેન્ટ વિશે, જેમાં તે સારી દેખાવા માંગતી હોય છે. જો તેણે પોતાની રીતે એટ્રેક્ટિવ ગાર્મેન્ટ્સ ન પહેર્યા હોય તો તેનું સંપૂર્ણ ધ્યાન આ અંગે વિચારવામાં જ રહેતું હોય છે.
બોડી સ્મેલ
સ્મેલને લઈને પણ છોકરીઓ ખુબ સેન્સેટિવ હોય છે. આ કારણે જ્યારે અચાનક પાર્ટનર ઈન્ટિમેટ થવા લાગે છે તો તેના મગજમાં એ વિચાર આવે છે કે તેના મોઢામાથી કે પછી શરીરમાંથી કેવી વાસ આવતી હશે. આ તેને સંપૂર્ણ રીતે સેક્સમાં સામેલ થતા પણ રોકી શકે છે જે એક્સપીરિયન્સ ખરાબ બનાવી શકે છે.
ઈન્ટિમેટ પાર્ટને લઈને
હાઈજીન મહિલાઓ માટે ખુબ જરૂરી છે. આવું એટલા માટે કારણ કે તેને પ્રાઈવેટ પાર્ટ સંબંધિત ઈન્ફેક્શન જેવી પરેશાનીઓ વધુ હોય છે. આ જ કારણ છે કે જો તે શાવર લીધા વગર પાર્ટનર સાથે ઈન્ટિમેટ થાય તો તેના મગજમાં એ ચાલતું રહે છે કે ક્યાંક તેના પાર્ટનરને કોઈ ઈન્ફેક્શન ન થઈ જાય.
સેક્સ બાદ શું
જેવો છોકરીઓને એવો અહેસાસ થાય છે કે બંને ઓર્ગેઝમની નજીક પહોંચી રહ્યા છે તો તેમના મગજમાં એવા વિચારો આવવા લાગે છે કે સેક્સ બાદ શું. ખાસ કરીને એવી સ્થિતિમાં વધુ થાય છે જ્યારે તેઓ પોતાના પાર્ટનર સાથે પહેલીવાર ઈન્ટિમેટ થતી હોય અને તેમને ખબર ન હોય કે સંબંધ બનાવ્યા બાદ કેવી રીતે રિએક્ટ કરવાનું હોય.
આ વાતો પણ વિચારતી હોય છે....
-મહિલાઓ સેક્સ દરમિયાન એ પણ વિચારતી હોય છે કે શું તેમનો પાર્ટનર સંતુષ્ટ છે કે ખુશ છે. તે તેના પાર્ટનરના રિએક્શન પર ફોક્સ કરે છે અને કોશિશ કરે છે કે અહેસાસ બંને માટે સારો રહે.
- કેટલીક મહિલાઓ એવું પણ વિચારતી હોય છે કે શું તે બધુ ઠીક કરે છે કે નહીં. તે પોતાના પરફોર્મન્સને લઈને પણ ચિંતિત હોઈ શકે છે. ખાસ કરીને જો તે કોઈ નવી પોઝિશન કે ટેક્નિક અજમાવતી હોય તો.
- મહિલાઓ જ્યારે સંબંધ બનાવે છે ત્યારે એ પણ જુએ છે કે શું તેઓ આ પળને એન્જોય કરે છે કે નહીં. તે પાર્ટનરના પરફોર્મન્સનું પણ આકલન કરે છે.
- અનેક મહિલાઓ સેક્સને ફક્ત શારીરિક રીતે નહીં પરંતુ ઈમોશનલ કનેક્શન પણ માને છે. તે આ દરમિયાન પાર્ટનર સાથે જોડાણ અને વધુ નીકટતા મહેસૂસ કરે છે.
- સેક્સ દરમિયાન મહિલાઓ પોતાના પાર્ટનરના પ્રેમ અને કેરને પણ મહેસૂસ કરવાની કોશિશ કરે છે. શું તેમનો પાર્ટનર તેમને ખરેખર પ્રેમ કરે છે કે પછી ફક્ત ફિઝિકલ એટ્રેક્શન માટે છે.
- સેફ્ટી અને કન્ફર્ટ મહિલાઓ માટે એક મોટું ફેક્ટર હોય છે. તેઓ એ પણ વિચારી શકે છે કે શું તે સેફ છે, શું પ્રોટેક્શન યોગ્ય રીતે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે?
Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. અમે તેને લખવા માટે સામાન્ય જાણકારીની મદદ લીધી છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી