પ્રેમ સંબંધમાં છોકરી કેમ આપે છે `દગો`? જો આ સંકેત મળે તો સાવધાન થઈ જજો, નહીં તો...
Relationship Tips: શું તમે ક્યારેય વિચાર્યું છે ખરા કે આવું કેમ થતું હશે. કોઈ સંબંધમાં પોતાનું બધુ જ ન્યૌછાવર કરે છતાં એવું તે થાય કે પાર્ટનરને દગો કરી બેસે છે.
પ્રેમ એક ખુબ જ સરસ અહેસાસ હોય છે. એક પ્રેમાળ સાથી મળવો એ પણ નસીબની વાત છે. પરંતુ એ વાત પણ સાચી છે જ્યાં પ્રેમ હોય ત્યાં ક્યારેક ને ક્યારેક દગો મળવાની સંભાવના પણ નકારી શકાય નહીં. કેટલાક સંબંધોમાં એવું જોવા મળતું હોય છે કે પ્રેમિકા પ્રેમીને તરછોડે છે તો કેટલાક સંબંધમાં પ્રેમી દગો કરીને સંબંધો લજવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે ખરા કે આવું કેમ થતું હશે. કોઈ સંબંધમાં પોતાનું બધુ જ ન્યૌછાવર કરે છતાં એવું તે થાય કે પાર્ટનરને દગો કરી બેસે છે.
જો તમને પણ છોકરીએ પ્રેમમાં દગો કર્યો હોય કે છોડીને જતી રહે તો ક્યારેક તો એવો સવાલ ઉદભવ્યો હશે કે આખરે એવું તે શું થયું કે તે મને છોડીને જતી રહી? આખરે મારો વાંક શું હતો...વગેરે વગેરે. આજે અમે તમને આ લેખમાં એવા કેટલાક સંભવિત કારણો જણાવીશું કે જેના લીધે ધોકરીઓ સંબંધ નિભાવવાની જગ્યાએ છોડી દે છે.
જ્યારે તે હર્ટ થાય છે
કોઈ પણ યુવતી કે છોકરી પાર્ટનરને ત્યારે છોડતી હોય છે જ્યારે તે હ્રદયભગ્ન થાય. વાંરવાર એવી ચીજો કહેવી જેનાથી મન દુખાય તો છોકરીઓને તે વાત સંબંધ પર પૂર્ણવિરામ મૂકવા માટે મજબૂર કરે છે અને બની શકે કે બીજા સંબંધમાં પણ જતા ખચકાતી નથી. આવામાં જો તમે પણ સંબંધ બચાવવા માંગતા હોવ તો તમારી ભૂલો સુધારો અને કોઈ મોટી ભૂલ થઈ હોય તો માફી માંગી લો.
નજર અંદાજ કરવી
વધુ સમય સુધી રિલેશનશીપમાં હોવ તો એક સમય એવો આવે છે કે સ્પાર્ક ખતમ થઈ જાય છે. આવામાં તમારું પાર્ટનર પર ઓછું ધ્યાન આપવું તેને ઈગ્નોર ફિલ કરાવે છે. જ્યારે કોઈ સંબંધમાં છોકરી પોતાનું મહત્વ ગુમાવવા જેવું મહેસૂસ કરે તો ત્યારે તે છોડવા માટે મજબૂર થઈ જાય છે અને પછી તેને દગાબાજને ટેગ પણ કદાચ મળી જતો હોય છે. છોકરીઓ સંબંધમાં ખુબ જ સંવેદનશીલ હોય છે.
ઈમોશનલી સપોર્ટ ન કરવો
જ્યારે તમે તમારી ગર્લફ્રેન્ડને સમય ન આપતા હોવ અને તેને સંભાળતા ન હોવ, જરૂર પડ્યે તે તેમને ફોન કોલ કરતી હોય પરંતુ તમારા તરફથી સરખો પ્રતિભાવ ન મળતો હોય તો ધીરે ધીરે છોકરીઓ તૂટી જાય છે. વારંવાર આમ કરવું શરૂઆતમાં તેને નબળી કરે છે અને પછી તે છોડી દેવા માટે મનથી મજબૂર બની જાય છે. છોકરાઓની પોતાની ભૂલના કારણે છોકરીઓ તેમને છોડે પણ તેઓના ધ્યાનમાં તે વાત આવતી નથી અને પછી તેમને દગાબાજ કે પછી ચીટરનો ટેગ મળે છે.
ફિઝિકલી અવેલેબલ ન હોવું
સંબંધમાં રહેલી દરેક છોકરીની પોતાની એક સામાન્ય જરૂરિયાત હોય છે. જેમાં એક સેક્સુઅલ નીડ્સ પણ હોય છે. દરેક છોકરી ઈચ્છે છે કે તેનો પાર્ટનર તેને પ્રેમ કરે, તેની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે. પરંતુ જ્યારે તમે તેને તે થોડી ગણી ખુશીઓ પણ આપી શકતા નથી અને કામ તથા મિત્રો માટે તેને નજરઅંદાજ કરો છો અને સંબંધને લાઈટલી લેવા લાગો છો ત્યારે છોકરી તે સંબંધને જબરદસ્તીથી ચલાવવાનું જરૂરી સમજતી નથી.
આ વાતોમાં છૂપાયેલા છે સંકેત
કોઈ પણ સંબંધનો અંત લાવતા પહેલા છોકરીઓ પાર્ટનરને અનેકવાર ચાન્સ આપે છે. એકવાર નહીં બે વાર નહીં પરંતુ 10 વાર તમને કહે છે કે તમે જે કરો છો તે યોગ્ય નથી. તમારી આ વાતથી તેને હર્ટ થાય છે. જરૂર પડ્યે તમે તેની સાથે હોતા નથી. જ્યારે કોઈ છોકરી તમને એ વાતો કહેતી હોય તો તે તમને એક પ્રકારે તક આપવાની, સુધરવાની કે રિલેશનશીપ બચાવવાની કોશિશ કરે છે. પરંતુ જ્યારે તમે તેમા ફેલ જાઓ છો તો છોકરીઓ પણ કોશિશ કરવાનું છોડી દે છે અને સંબંધને ખતમ કરીને લાઈફમાં આગળ વધે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)