Honeymoon Tips: લગ્ન પછી દરેક કપલ હનીમૂન ટ્રીપ પર જાય છે. કપલ સાથે મળીને કોઈ ખાસ જગ્યાએ ફરવા જવાનું નક્કી કરે છે. જોકે લગ્ન પછીની પહેલી ટ્રીપ ખૂબ જ ખાસ હોય છે અને દરેક કપલ ઈચ્છે છે કે આ ટ્રીપ યાદગાર રહે. પરંતુ નવા નવા લગ્નના ઉત્સાહમાં કપલ ઘણી વખત એવી ભૂલ કરી બેસે છે જેના કારણે હનીમૂન ટ્રીપની મજા ખરાબ થઈ જાય છે. એક દિવસ પણ આ ભૂલ હનીમૂન દરમિયાન થઈ ગઈ તો હનીમૂનના બાકીના દિવસો ખરાબ જ જાય છે. હનીમૂન ટ્રીપ પર કપલ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે તેવામાં જો તેની મજા માણવામાં ન આવે તો જીવનભર અફસોસ રહી જાય છે. તો ચાલો આજે તમને જણાવીએ લગ્ન પછી પહેલી ટ્રીપ પર જવાનું હોય ત્યારે શું કરવું અને શું નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હનીમૂન ટ્રીપ પર કઈ ભૂલો ન કરવી 


આ પણ વાંચો: પાર્ટનર તમારી સાથે કરે આવું વર્તન તો સમજી લેજો તમારી સાથે થઈ રહી છે માઈક્રો ચીટિંગ


- હનીમૂન પર પતિ અને પત્ની બંનેને જવાનું હોય છે તેથી કોઈ એક વ્યક્તિએ જગ્યા પસંદ કરવી નહીં. આવું કરશો તો શક્ય છે કે તમારા પાર્ટનરને તે જગ્યા પસંદ ન પડે અને તેને મજા ન આવે. તેના માટે સાથે ફરવા ક્યાં જવું છે તે નક્કી કરો. 


- જો હનીમૂન પર જતા પહેલા તમે બજેટ અંગે ચર્ચા નહીં કરો તો પાછળથી આ બાબતે ઝઘડો પણ થઈ શકે છે. તેથી જ હનીમૂન ટ્રીપ પહેલા જ બજેટ અને ખર્ચા અંગે ચર્ચા કરી લો. જેથી ખર્ચને લઈને હનીમૂન ટ્રીપ પર ઝઘડા ન થાય. 


- હનીમુન ટ્રીપમાં એડવેન્ચર કરવાનું ટાળવું જોઈએ એડવેન્ચર દરમિયાન શારીરિક થાક અનુભવાય છે જેના કારણે તમે એકબીજાની સાથે રોમેન્ટિક ક્ષણો માણી શકશો નહીં અને શક્ય છે કે આ વાતથી તમારો લાઈફ પાર્ટનર નારાજ પણ થઈ જાય. 


આ પણ વાંચો: નવી જનરેશનમાં લોકપ્રિય થઈ રહ્યા છે ફ્રેન્ડશીપ મેરેજ, જાણો શું છે આ લગ્નના ફાયદા


- ઘણા કપલ ફરવા જાય પછી બધું જોવામાં અને ફરવામાં જ સમય પસાર કરે છે અને એકબીજા સાથે પ્રેમ ભરી વાતો કરવાનું ભૂલી જાય છે. આ ભૂલ તમારા લાઈફ પાર્ટનરનો મૂડ ખરાબ કરી શકે છે તેથી દિવસ દરમિયાન શક્ય હોય એટલો વધારે સમય પોતાના પાર્ટનરની સાથે પસાર કરો. 


- ઘણા લોકોને આદત હોય છે કે ફરવા ગયા હોય ત્યાં પણ સતત મોબાઇલમાં બીઝી રહે હનીમૂન પર આવું કરશો તો તમારો પાર્ટનર નારાજ પણ થઈ શકે છે. તેથી હનીમૂન ટ્રીપ પર મોબાઇલને સાઈડમાં રાખી પૂરો સમય એકબીજાને આપો. 


- હનીમૂન નો મતલબ એવો નથી હોતો કે તમે તમારા પાર્ટનરની સાથે દિવસ રાત હોટલના રૂમમાં જ રોમેન્ટિક રહો. સેકસ સિવાય પણ એકબીજાની સાથે ફરવાની મજા પણ માણવી જોઈએ. કારણકે દરેક વસ્તુ એક લિમિટમાં કરવામાં આવે તો જ મજા આવે છે 


આ પણ વાંચો: I Love You થયું જુનું, પ્રેમ વ્યક્ત કરવાનો ટ્રેંડ છે 521 સહિતના નંબર, જાણો તેના અર્થ


- શરમાવું અને નખરા કરવા મહિલાઓના ગુણ છે પરંતુ દરેક વાતમાં નખરા કરવા પાર્ટનરનો મૂડ ખરાબ કરી શકે છે. આખો દિવસ હરવા, ફરવામાં પસાર કર્યા પછી રૂમમાં પતિની સામે નખરા કરશો તો મૂડ બગડી શકે છે. તેથી પતિનો મૂડ હોય ત્યારે તેને સહયોગ કરો. 


- ઘણા કપલ હનીમૂન ટ્રીપ પર ગયા હોય ત્યારે અવનવા અખતરા કરે છે. ઘણી વખત આવા અખતરા અઘરા સાબિત થાય છે. તેથી કોઈની વાત સાંભળીને કે કોઈના અનુભવને ધ્યાનમાં રાખીને અજાણી વસ્તુઓના અખતરા ન કરો. તમારી સુવિધા અનુસાર હનીમૂન ટ્રીપ માણો.