Parenting Tips: દરેક માતાપિતા ઈચ્છે છે કે તેમનું બાળક જીવનમાં આત્મવિશ્વાસ સાથે આગળ વધે અને આત્મનિર્ભર બને. બાળકનું ભવિષ્ય સુધરે તે માટે કેટલીક વાતો નાનપણમાં જ સુનિશ્ચિત કરવી જરૂરી હોય છે. જેમકે બાળક પોતાની ક્ષમતાને જાણે, તેનો આત્મવિશ્વાસ વધે, પડકારોને ઝીલતા શીખે... આ બધું જ જન્મજાત મળતું નથી તેના માટે બાળકને નાનપણથી યોગ્ય તાલીમ અને શિક્ષણ આપવું પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે તમને 6 એવી જરૂરી વાતો વિશે જાણકારી આપીએ જેનાથી બાળકમાં આત્મવિશ્વાસ વધશે, બાળક આત્મનિર્ભર બનશે અને માતાપિતા તરીકે તમે પણ બાળકના મજબૂત અને સફળ ભવિષ્યનો પાયો નાખી શકશો. 


આ પણ વાંચો: પાર્ટનરની બોડી લેંગ્વેજ પરથી જાણો સંબંધમાં ફિઝિકલ ઈન્ટિમસીની છે જરૂર


ભુલમાંથી શીખવું


બાળકો ભુલ કરે તે સ્વાભાવિક છે. તેની ભુલ પર તેને ખીજાવાને બદલે તેને શીખવાડો કે ભુલ થાય તો તેમાંથી શું શીખવું. એકવાર ભુલ થાય તો બીજીવાર પ્રયત્ન કરાવો જેથી તેને પણ સમજાય કે પ્રયત્ન કરવાથી અને ભુલ સુધારી લેવાથી સફળતા મળે છે. 


પોતાની પસંદનું સમ્માન


બાળકોને શીખવાડો કે પોતાની પસંદનું સમ્માન કરવું જરૂરી છે. દર વખતે બીજાને જોઈ કોઈ વસ્તુને લઈ મત ન બનાવો. આમ કરવાથી બાળકમાં આત્મવિશ્વાસ વધશે. 


આ પણ વાંચો: Formula of Love: કેવી રીતે પડે છે બે લોકો પ્રેમમાં ? પ્રેમનો આ ફોર્મૂલા કરે છે કામ


પ્રયત્ન કરવાની આદત


બાળકને સફળતાની સાથે સાથે નિષ્ફળતાનો સામનો કરતા પણ શિખવાડો. તેમને સમજાવો કે દરેક કામ કરવાથી સફળતા મળે જ તે જરૂરી નથી. પરંતુ પ્રયત્ન કરવો જરૂરી છે. 


પોતાના વખાણ કરવા


બાળકોને સમજાવો કે પોતાની ઉપલબ્ધીઓના પણ વખાણ કરવા જોઈએ. આમ કરવાથી તેમનામાં આત્મ સમ્માનનો ભાવ ઉત્પન્ન થશે. પોતાની મહેનતનું સમ્માન કરવું જરૂરી છે. 


આ પણ વાંચો: Parenting Tips: બાળકો સામે ભુલથી પણ કરવી નહીં આ 5 વાતો, બાળકના મન પર થશે ખરાબ અસર


બીજાની મદદ માટે તૈયાર રહો


બાળકોને નાનપણથી જ શીખવાડવું જોઈએ કે હંમેશા બીજાની મદદ કરવા માટે તૈયાર રહેવું. તેનાથી બાળકમાં સહયોગની ભાવના જન્મશે. સાથે જ તેમને પડકારોનો સામનો કરવાની આદત પડશે. 


સકારાત્મક વિચારો


બાળકોને સકારાત્મક વિચારો અપનાવતા શિખવાડો, પરિસ્થિતિનો સામનો સકારાત્મક રહીને કરવો જોઈએ. મુશ્કેલી આવે તો પણ તેનાથી પાછળ હટવું નહીં.