Relationship Tips: જો તમે પણ લગ્ન પછી પતિ અને સાસરા સંબંધિત બધી બાબતોની ચર્ચા પિયરમાં કરો છો તો ચેતી જાજો. તમારી આદત તમારા પતિ સાથે ના સંબંધને ખરાબ કરી શકે છે. મોટાભાગની મહિલાઓ નાની નાની બાબત પર ધ્યાન નથી આપતી અને તેને સામાન્ય ગણીને પોતાના પરિવારના લોકો સાથે ડિસ્કસ કરે છે. પરંતુ આવી બાબતો સુખી લગ્નજીવનમાં પણ આગ લગાડી શકે છે. આજે તમને કેટલીક એવી વાતો વિશે જણાવીએ જેની ચર્ચા ભૂલથી પણ પિયરમાં કરવી જોઈએ નહીં. જો આ બાબતોની ચર્ચા પિયરમાં કરવામાં આવે છે તો તેનાથી મહિલાનું લગ્ન જીવન પણ બગડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Negativity: મનમાંથી નકારાત્મક વિચાર દુર કરવા અને ખુશ રહેવા કરો આ સરળ કામ


ઝઘડો 


દરેક પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય તે સામાન્ય છે. ઝઘડા થયા પછી પતિ પત્ની વચ્ચે તો સમાધાન પણ થઈ જાય છે. કેટલાક કપલ ને તો કલાકોમાં જ સમાધાન થઈ જાય છે. પરંતુ જો તમે ઝઘડાઓની ચર્ચા પિયરમાં કરવાનું શરૂ કરી દેશો તો નાનો ઝઘડો પણ મોટી સમસ્યા બની જશે. ધીરે ધીરે તમારા માતા પિતાના મનમાં તમારા પતિને લઈને ઈર્ષા અને દ્વેષ વધશે. 


આ પણ વાંચો: જેટલી ઝડપથી પ્રેમમાં પડે એટલી જ ઝડપથી થાય બ્રેકઅપ, Gen Z ના સંબંધોને તોડે છે આ કારણો


પર્સનલ વાતો 


લગ્ન પછી પતિની એવી ઘણી પર્સનલ વાતોની ખબર પત્નીને પડે છે જેના વિશે લગ્ન પહેલા ખબર હોતી નથી. આવી પર્સનલ બાબતોની ચર્ચા પિયરમાં કોઈ પણ સાથે કરવી નહીં. તમે તમારી માતાની નજીક હોય તો પણ પતિની પર્સનલ વાતોની ચર્ચા તેની સાથે કરવાનું ટાળો 


આ પણ વાંચો: Relationship Tips: આ 5 સંકેત જણાવે છે તમે જાતે બરબાદ કરી રહ્યા છો સંબંધને..


ભવિષ્ય સંબંધિત વાતો 


તમે ફેમિલી ક્યારે પ્લાન કરશો, ઘર ક્યારે લેશો, કરિયર સંબંધિત નિર્ણયો... આવી ભવિષ્ય સંબંધિત વાતો પતિ પત્ની વચ્ચે જ રહેવી જોઈએ. તેના વિશેની ચર્ચા માતા પિતા સાથે કરવી નહીં. કારણ કે આ પ્રકારના નિર્ણયોમાં તેમના વિચાર ખૂબ જ અલગ હોય છે.  


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)