Love Slangs: જેમ જેમ સમય બદલે છે તેમ સંબંધો અને તેનું મહત્વ પણ બદલતું જાય છે. તેવી જ રીતે પ્રેમને લઈને જે ભાષા છે તે પણ બદલી રહી છે. પ્રેમનો અર્થ અને પ્રેમની પરિભાષા આજના સમયની પેઢીમાં ખૂબ જ બદલી ગઈ છે. ખાસ તો અત્યારે કેટલાક લવ સલેંગ ટ્રેન્ડમાં છે. Gen-Z મોર્ડન લવમાં રિલેશનશિપમાં ખાસ સ્લેંગનો ઉપયોગ કરે છે. મોટાભાગના લોકો એવા હશે જેમને આ શબ્દોનો અર્થ પણ ખબર નહીં હોય. પરંતુ આ શબ્દોના માધ્યમથી નવી પેઢી પ્રેમને ડિફાઇન કરે છે. તો ચાલો આજે તમને Gen-Z ના લવ સ્લેંગ અને તેના અર્થ વિશે જણાવીએ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: પત્નીની આ 5 આદતોના કારણે જ પતિ નથી કરતાં તેની કદર, તમને તો નથી ને આવી આદત?


કફિંગ સીઝન 


કફિંગ સીઝન નામ પરથી જ સમજી શકાય છે કે આ રિલેશન એક સીઝન સુધી ચાલનાર હોય છે. સામાન્ય રીતે તે ઓક્ટોબરથી શરૂ થાય છે અને વેલેન્ટાઈન ડે સુધી ચાલે છે. આ પ્રકારના સંબંધોમાં ઠંડીના સમયમાં બે લોકો એકબીજાની નજીક આવે છે અને વેલેન્ટાઈન ડે પછી એકબીજાથી દૂર થઈ જાય છે. 


ફ્લીબેગિંગ


ફ્લીબેગિંગમાં ડેટિંગ કરવું અને બ્રેકઅપ કરવું, અને વારંવાર ખોટી વ્યક્તિ સાથે સંબંધ બનાવવાનો સમાવેશ થાય છે. જ્યારે એ વાતની ખબર હોય છે કે સામેનો વ્યક્તિ સારો નથી તો પણ તમે તેની સાથે સંબંધ રાખવાની ભૂલ કરો છો તો તેને ફ્લીબેગિંગ કરવું કહેવાય છે. 


આ પણ વાંચો: Relationship Tips: જે છોકરાને હોય આ આદતો તેને છોકરી કહી દે છે આવજો, છોડી દો આજથી જ


બ્રેડક્રબિંગ 


ઘણી વખત સંબંધમાં એવું થાય છે કે જ્યારે બે લોકો એકબીજા સાથે હોય તો એક મિનિટ માટે પાર્ટનર તમને દુનિયાની સૌથી ખાસ વ્યક્તિ છો તેવો અનુભવ કરાવે અને બીજી જ મિનિટે તે ગાયબ થઈ જાય. વાતચીત દરમિયાન થતી આ સ્થિતિને બ્રેડ ક્રબિંગ કહેવાય છે. બ્રેડ કંમ્બિંગ કરતી વખતે વ્યક્તિ તમને મિશ્રિત સંકેત આપે છે. આવા રિલેશનમાં વ્યક્તિ ફ્લર્ટ કરે છે તમને ખુશ કરવાનો પ્રયત્ન કરે છે પણ કમિટમેન્ટ આપતી નથી. 


આ પણ વાંચો: વાતચીતને લઈ ફરિયાદ કરતાં કપલ ખાસ જાણે..રિલેશનશીપમાં હેલ્ધી કોમ્યુનિકેશનથી થતા લાભ


બેન્ચિંગ 


બેન્ચિંગ શબ્દનો ઉપયોગ સ્પોર્ટમાં થતો હતો પરંતુ હવે તે લવ સ્લૅંગ પણ બની ગયું છે. સ્પોર્ટમાં બેન્ચિંગ એટલે એક વ્યક્તિ જે વિકલ્પ તરીકે હોય છે તેને મેચ રમવાનો મોકો ક્યારેક જ મળે છે. તેણે બસ ફિલ્ડના કિનારે બેસીને રાહ જોવાની હોય છે. સંબંધમાં પણ બેન્ચિંગ ત્યારે થાય છે જ્યારે તમને કોઈ સાથી પસંદ કરે પરંતુ તમે તેને ઓફિશિયલી ડેટ કરો નહીં અને વિકલ્પ તરીકે પોતાની સાથે રાખો. 


ડિફાઈન થે રિલેશનશિપ 


જ્યારે કોઈ સંબંધમાં નાની-નાની વસ્તુઓનો આનંદ માણવાનો સમય પસાર થઈ જાય છે અને પછી સંબંધને પરિભાષિત કરવાનો સમય આવે છે તો તેને ડીટીઆર એટલે કે ડિફાઇનડ રિલેશનશિપ કહેવાય છે. 


આ પણ વાંચો: Relationship Tips: જે કપલ ફોલો કરે આ 5 ગોલ્ડન રુલ્સ તેનો સંબંધ વર્ષો સુધી રહે ખુશહાલ


કુશનિંગ 


આ શબ્દ હાલ ખૂબ જ ચલણમાં છે. આ શબ્દનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે તમે પહેલાથી જ કોઈ કમિટેડ રિલેશનશિપમાં હોય અને એ સંબંધમાં રહેતા તમે તમારા પાર્ટનર સિવાય પણ વિકલ્પ રાખ્યા હોય. જ્યારે તમે કમિટી રિલેશનને પૂરા કરી વિકલ્પનો ઉપયોગ કરો છો તો તેને કુશનિંગ કહેવાય છે. 


ઘોસ્ટિંગ 


જ્યારે કોઈ વ્યક્તિ ડેટિંગ કરતી હોય અને અચાનક જ તેના પાર્ટનરને જવાબ આપવાનું કે વાત કરવાનું બંધ કરી દે અને તેની સાથેના સંબંધ અચાનક જ પૂરા કરી દે તો તેને ઘોસ્ટિંગ કહેવાય છે. એટલે કે રિલેશનશિપમાં કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કર્યા વિના પાર્ટનર અચાનક જ ગાયબ થઈ જાય. 


આ પણ વાંચો: પાર્ટનર સાથે સ્પેશિયલ ટાઈમ દર વખતે એન્જોય કરવો હોય તો આ 3 ટિપ્સ ફોલો કરો


પિંક ફ્લેગ 


પિંક ફ્લેગ સંબંધોમાં ચેતવણીનો સંકેત હોય છે. તેનો અર્થ થાય છે કે તમે પોતે પણ સમજો છો કે પાર્ટનર તમારા માટે યોગ્ય નથી પરંતુ તેમ છતાં રિલેશનશિપને સમય આપવા માટે તમે તેની ખામીઓને નજરઅંદાજ કરવાનો પ્રયત્ન કરો છો. 


સિચ્યુએશનશિપ 


આ એક એવો સંબંધ હોય છે જેમાં પ્રેમ હોય છે પરંતુ કોઈ પણ પ્રકારનું કમિટમેન્ટ હોતું નથી. આવા સંબંધમાં કપલ એકબીજાની સાથે કમિટમેન્ટ વિના રહે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)