Hardik-Natasa Divorce: હાર્દિક સાથે ડિવોર્સ પછી દીકરો રહેશે નતાશા સાથે, માતા-પિતાના છૂટાછેડાની બાળક પર પડે કેવી અસર ?
Hardik Natasa divorce: આ સ્થિતિમાં ફરી એક વખત પ્રશ્ન એવો ઉભો થયો છે કે માતા-પિતા જો ડિવોર્સનો નિર્ણય કરે છે તો તેની અસર બાળક પર કેવી થાય છે ? ડિવોર્સ ફક્ત માતા પિતા માટે જ નહીં પણ બાળક માટે પણ એક મોટો ઝટકો હોય છે. માતા-પિતાના અલગ થવાની સ્થિતિમાં બાળક પણ ઘણા બધા ઉતાર ચઢાવવાથી પસાર થાય છે.
Hardik Natasa divorce: ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી અને મોડલ નતાશાના ડિવોર્સ કન્ફર્મ થઈ ગયા છે. હાર્દિક પંડ્યા અને નતાશાએ બધી જ અટકળોનો અંત લાવી સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ડિવોર્સ અંગે સત્તાવાર જાહેરાત કરી દીધી છે. સાથે જ નતાશા તેના દીકરા અગસ્ત્યને લઈને ભારત છોડીને પણ જતી રહી છે. જોકે ડિવોર્સ પછી બંને દીકરા અગસ્ત્ય માટે માતા પિતા તરીકે હંમેશા સાથે રહેશે તેવું પણ જણાવ્યું છે.
આ પણ વાંચો: મનમાં નકારાત્મક વિચારો વધવા લાગે ત્યારે કરો આ કામ, 5 મિનિટમાં થઈ જશો હળવાફૂલ જેવા
આ સ્થિતિમાં ફરી એક વખત પ્રશ્ન એવો ઉભો થયો છે કે માતા-પિતા જો ડિવોર્સનો નિર્ણય કરે છે તો તેની અસર બાળક પર કેવી થાય છે ? ડિવોર્સ ફક્ત માતા પિતા માટે જ નહીં પણ બાળક માટે પણ એક મોટો ઝટકો હોય છે. માતા-પિતાના અલગ થવાની સ્થિતિમાં બાળક પણ ઘણા બધા ઉતાર ચઢાવવાથી પસાર થાય છે.
બાળક માટે સૌથી મોટો પડકાર
આ પણ વાંચો: Relationship: આ રાશિની સાસુ-વહુ વચ્ચે હોય છે 36 નો આંકડો, એકબીજા માટે મનમાં રાખે વેર
જે બાળક પોતાના માતા પિતા બંને સાથે રહ્યું હોય છે તેને અચાનક જ કોઈ એકને પસંદ કરી તેની સાથે રહેવાનું થાય છે. આ સ્થિતિમાં તે સમજી શકતું નથી કે માતા-પિતા એકબીજાથી દૂર શા માટે છે. તેને માતા કે પિતા બંનેમાંથી કોઈ એકને પસંદ શા માટે કરવું પડે. આવી સ્થિતિમાં ઘણી વખત બાળકોનો વ્યવહાર પણ બદલી જતો હોય છે ઘણી વખત બાળકો સતત ઉદાસ રહે છે, તો કેટલીક વખત ગુસ્સો કરે છે. જો બાળક પરિપક્વ ન હોય તો તે પોતાની જાતને પણ દોષી માનવા લાગે છે.
માતા પિતાએ કઈ વાતનું રાખવું ધ્યાન ?
આ પણ વાંચો: Negative Thoughts: બ્રેકઅપ પછીની એકલતા અને નેગેટિવીટી દુર કરવામાં મદદ કરશે આ 5 ટીપ્સ
પતિ-પત્ની એકબીજાથી અલગ થવાનો નિર્ણય કરે તો તેમણે બાળકોના ઈમોશન્સ વિશે પણ વિચારવું જોઈએ. બાળકોને સારી રીતે સમજાવવા જોઈએ કે માતા-પિતા અલગ થઈ રહ્યા છે તેની પાછળ કારણ શું છે. બાળકની ઉંમર શું છે તે પણ મહત્વની ભૂમિકા ભજવે છે. જો બાળક નાનું હોય તો પણ તેની સ્થિતિને સમજવાનો પ્રયત્ન કરો કારણકે તેને માતા અને પિતા બંનેની જરૂર હોય છે. જો બાળક સમજદાર હોય તો તેનું સમર્થન લેવું પણ જરૂરી છે. છુટાછેડા પછી અલગ થવાના કારણે જો બાળક પરેશાન રહે કે તેના વ્યવહારમાં ફેરફાર થાય તો તુરંત જ નિષ્ણાંતની મદદ લેવી અને બાળક સાથે વાત કરી તેના મનની વાત જાણવી.