Formula of Love: કોઈને જોઈને અચાનક ધબકારા વધી જાય, ક્યારેક કોઈને જોવા માટે સતત ઈચ્છા થાય, કોઈને અવાજ સાંભળીને પણ ચહેરા પર સ્મિત આવી જાય.... આ બધા એવા અનુભવ છે જે દરેકને તેના જીવનમાં થાય છે. પરંતુ શું તમે જાણો છો કે કોઈ ખાસ વ્યક્તિ પ્રત્યે આ પ્રકારની લાગણી શા માટે થાય છે ? આપણી આસપાસ અનેક લોકો હોય છે પરંતુ દરેક માટે આવી લાગણી થતી નથી. કોઈ એક માટે જ આવું અનુભવાય છે. આવું થવાની પાછળ પ્રેમનો ફોર્મ્યુલા કામ કરે છે. તો આજે તમને પણ જણાવીએ કે બે વ્યક્તિ એકબીજા પ્રત્યે કેવી રીતે આકર્ષિત થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Relationship Tips: છોકરીઓને સૌથી વધુ ગમે છે છોકરાઓની આ 3 વાતો, તમારામાં છે કે નહીં?


ફિઝિકલ એક્ટિવિટી


સૌથી પહેલા તો વ્યક્તિની શારીરિક બનાવટ મહત્વની ભૂમિકા ભજવે છે. સામાન્ય રીતે સ્વસ્થ, તંદુરસ્ત અને આકર્ષક દેખાતા લોકો તરફ આકર્ષણ ઝડપથી થાય છે. જો કે સુંદરતાના માપદંડ બધા માટે અલગ અલગ હોય છે. 


કેમિકલ રિએકશન


જ્યારે તમે કોઈ વ્યક્તિ પ્રત્યે આકર્ષિત થાવ છો તો મગજમાં ડોપામાઈન, નોરપેનેફ્રિન અને સેરોટોનિન જેવા રસાયણના સ્તર વધી જાય છે. આ રસાયણ ખુશી, ઉત્સાહ અને એનર્જીનો અનુભવ કરાવે છે. જેના કારણે તે વ્યક્તિ વધારે પસંદ આવે છે કેમકે તેમની હાજરી તમને ખુશી આપે છે.


આ પણ વાંચો: Parenting Tips: બાળકો સામે ભુલથી પણ કરવી નહીં આ 5 વાતો, બાળકના મન પર થશે ખરાબ અસર


સમાનતા

રિસર્ચ અનુસાર ઘણીવાર એવા લોકો પ્રત્યે આકર્ષણ થાય છે જેમનામાં સમાનતા વધારે હોય. જેમકે વ્યક્તિના રસના વિષય, વિચારધારા અને સોશિયલ બેકગ્રાઉન્ડ એક સમાન હોય.


નિકટતા


જે લોકો સાથે વધારે સમય પસાર કરવામાં આવે છે તેમની વચ્ચે પ્રેમની સંભાવના વધી જાય છે. કારણ કે તેઓ વધારે સમય સાથે રહેતા હોવાથી ઝડપથી એકબીજાને ઓળખે છે અને નજીક આવે છે. 


આ પણ વાંચો: Relationship Tips: સંબંધમાં પ્રેમની જગ્યા લઈ લે આ 3 વસ્તુ તો સમજજો સંબંધ છે જોખમમાં


રહસ્ય


કેટલાક કિસ્સામાં રહસ્યો પણ આકર્ષણ વધારે છે. જે લોકો ગુમનામ હોય છે. જેમના વિશે વધારે ખબર નથી હોતી તેવા લોકો વધારે રસપ્રદ બની જાય છે. 


કમિટમેંટ


પ્રેમ ફક્ત આકર્ષણ સુધી મર્યાદિત નથી. તેમાં લોંગ ટર્મ સંબંધો જાળવી રાખવાની ઈચ્છા પણ હોય છે. જેમાં વફાદારી, સમ્માન અને વિશ્વાસનો સમાવેશ થાય છે.