Negative Thoughts: કોઈપણ નવી શરૂઆત કરવાની થાય ત્યારે દુનિયાભરમાં હોય એટલા નકારાત્મક વિચાર દિલ અને દિમાગ પર આવી થવા લાગે છે. કેટલાક લોકો તો નકારાત્મક વિચારોના કારણે નવી શરૂઆત કરવાથી પણ ડરે છે કારણ કે તેમને સતત ચિંતા થાય છે કે કામનું પરિણામ ખરાબ જ આવશે. તો કેટલાક લોકો નકારાત્મક વિચારસરણીના કારણે કોઈ કામ પર ફોકસ કરી શકતા નથી. પરિણામ એવું આવે છે કે સમય હાથમાંથી નીકળી જાય છે અને આવા લોકો પોતાના ભાગ્ય ને દોષ આપી બેસી રહે છે. નકારાત્મક વિચારો ફક્ત કારકિર્દીમાં જ નડે છે એવું નથી આવા વિચારો સંબંધોને પણ ખરાબ કરી શકે છે. મનમાં આવતા નકારાત્મક વિચારો ઘણી વખત બનતા કામને પણ બગાડે છે કારણ કે કામ કરતી વખતે મનમાં સતત ચિંતા હોય કે કામ ખરાબ થશે. અને અંતે થાય પણ એવું જ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: રિલેશનશીપમાં પાર્ટનર સાથે રોજ થાય છે માથાકુટ? આ ટીપ્સ ફોલો કરી મેનેજ કરો સ્ટ્રેસ


તો તમારા મનમાં પણ નકારાત્મક વિચારો સતત આવતા હોય તો આજે તમને જણાવીએ એવી ટ્રિક્સ વિશે જેને ફોલો કરશો તો મનમાં આવતા નકારાત્મક વિચાર પાંચ મિનિટમાં જ પોઝિટિવ બની જશે અને તમે હળવા ફૂલ થઈ જશો. તો તમે આ ટ્રીક અપનાવી લીધી તો ક્યારેય તમને કોઈ વાતની ચિંતા નહીં સતાવે. 


નકારાત્મક વિચારને બદલવાની રીત 


આ પણ વાંચો: Relationship Tips: મહિલાઓને દાઢી-મુંછ વાળા પુરુષો શા માટે વધારે ગમે છે? જાણી લો કારણ


- જો કોઈ વાતને લઈને મનમાં અફસોસ છે તો " મેં પહેલા શરૂ કેમ ન કર્યું ?"એવો વિચારવાને બદલે એવું વિચારો કે જે થઈ ગયું તે બદલી શકાવાનું નથી પરંતુ તમારી પાસે આજે પણ સમય છે તમે આજથી પણ સારા કામની શરૂઆત કરી શકો છો કારણ કે કોઈ પણ કામ કરવા માટે સમયની રાહ જોવાની જરૂર નથી. જે કામ ગઈકાલે શરૂ કરી શક્યા નહીં તે આજે શરૂ કરી શકો છો. 


- "કાલે શું થવાનું કોને ખબર ?..." આવા વિચાર કરીને લોકો પ્રયત્ન કરવાનું જ છોડી દે છે પરિસ્થિતિ જેવી હોય તેવી સ્વીકારી તેની સાથે જીવવા લાગે છે. પરંતુ આવા વિચારને બદલે દરેક દિવસે સમયનો સદુપયોગ કરી મહેનત કરવાનું ચાલુ રાખો. સાથે જ મનમાં એવો વિચાર રાખો કે કદાચ આ કામમાં નિષ્ફળતા પણ મળે પરંતુ એક વાતનો સંતોષ હશે કે તમે તમારા તરફથી પૂરતો પ્રયત્ન કર્યો. 


આ પણ વાંચો: પરિણીત પુરુષ શા માટે કરે છે લફરું ? આ કારણોથી બીજી સ્ત્રીમાં પડે છે પુરુષને રસ


- "આ કામ મારાથી ના થાય..." જો તમારા મનમાં કોઈ વાતને લઈને આવો વિચાર આવે તો આવું વિચારવાને બદલે એવો વિચારો કે સફળતા અથાગ મહેનત કર્યા પછી જ મળે છે. સફળતા પ્રાપ્ત કરવી સરળ નથી જ. જે મહેનત કરે છે તેને જ સફળતા મળે છે તેથી કામ મુશ્કેલ હોય તો પણ તેને કરવાનો પ્રયત્ન તો કરવો જ જોઈએ


- "પૈસા તો નસીબવાળા પાસે  જ હોય..." આવું વિચારવાને બદલે એમ વિચારો કે દરેકનું જીવન અને સ્થિતિ બદલતી રહે છે. તમારી પાસે જે જ્ઞાન અને આવડત છે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી તમે પણ આગળ આવી શકો છો. 


આ પણ વાંચો: Extra Marital Affair: આ 5 કારણને લીધી પરિણીત મહિલાનું પરપુરુષ સાથે શરુ થાય છે લફરું


આ રીતે જ્યારે પણ મનમાં નકારાત્મક વિચાર આવે તેને પોઝિટિવ રીતે ડાયવર્ટ કરો. જો તમે ખોટા વિચારોને મન પર હાવિ થવા દેશો તો જીવનમાં કંઈ કરી શકશો નહીં અને પછી ભાગ્યને દોષ આપશો. જો તમે પોઝિટિવ વિચાર સાથે નવી શરુઆત કરશો તો તમે પણ અન્યની જેમ પોતાનું ભાગ્ય બદલી સફળ થઈ શકો છો.  


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)