Love Marriage: જાણી લો લવ મેરેજના 5 ફાયદા, આ વાત જાણી માતા-પિતા સામેથી કહેશે પ્રેમ લગ્ન જ કરો
Love Marriage: યુવાનો તો લવ મેરેજ કરવા માટે તૈયાર હોય છે પરંતુ માતા-પિતા રેડી હોતા નથી. ઘણા માતા પિતા લવ મેરેજના વિરોધમાં હોય છે. જો માતા પિતા લવ મેરેજ માટે માનતા ન હોય તો તેને આ પાંચ ફાયદા વિશે જરૂરથી જણાવો. લવ મેરેજ કરવાથી થતા આ ફાયદા વિશે જણાવશો તો તે ખુશી ખુશી હા કહી દેશે.
Love Marriage: લગ્ન એવું બંધન હોય છે જેમાં યુવક અને યુવતી આખું જીવન સાથે પસાર કરે છે. લગ્ન થયા પછી બંનેનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે. તેથી જ જરૂરી છે કે લગ્ન એવા વ્યક્તિ સાથે થાય જેની સાથે જીવનભરનો સાથ નિભાવવો સરળ હોય.
આજ કારણ છે કે આજના સમયમાં યુવાનો લવ મેરેજ કરવાનું પસંદ કરે છે. વર્તમાન સમયમાં સ્થિતિ એવી હોય છે કે પતિ અને પત્ની બંનેએ સાથે મળીને સંસાર ચલાવવાનો હોય છે. તેથી યુવાનો એવા પાર્ટનરને શોધે છે જે તેને સમજે અને તેનો સાથ આપે. યુવાનો તો લવ મેરેજ કરવા માટે તૈયાર હોય છે પરંતુ માતા-પિતા રેડી હોતા નથી. ઘણા માતા પિતા લવ મેરેજના વિરોધમાં હોય છે. જો માતા પિતા લવ મેરેજ માટે માનતા ન હોય તો તેને આ પાંચ ફાયદા વિશે જરૂરથી જણાવો. લવ મેરેજ કરવાથી થતા આ ફાયદા વિશે જણાવશો તો તે ખુશી ખુશી હા કહી દેશે.
આ પણ વાંચો: આ 6 પ્રકારના લોકો છીનવી લે છે જીવનની સુખ-શાંતિ, તમારી આસપાસ પણ હોય તો રહેજો દુર
લગ્ન પહેલા એકબીજાને સમજવું
પોતાના પરિવારના લોકોને એ વાત સમજાવો કે જીવનભરનો સાથ નિભાવવા માટે પોતાના પાર્ટનરને લગ્ન પહેલાં સમજવો જરૂરી છે. લવ મેરેજમાં કપલ એકબીજાને પહેલાથી જ ઓળખતા હોય છે તેથી તે એકબીજાને સારી રીતે સમજતા હોય છે. લગ્ન પછી તેમની વચ્ચે સમસ્યાઓ ઓછી થાય છે.
ભવિષ્ય વિશે વિચારવું
ઘણી વખત અરેન્જ મેરેજ પછી યુવતીઓને જોબ છોડવી પડે છે. તેનાથી વિરુદ્ધ જો લવ મેરેજ હોય તો પાર્ટનર પહેલાથી જ યુવતી ની જોબને પણ મહત્વ આપે છે જેમાં યુવતી આત્મનિર્ભર બનીને લગ્ન પછી પણ રહી શકે છે. લગ્ન પછી યુક્તિઓને લવ મેરેજમાં પોતાનું કરિયર છોડવું પડતું નથી.
આ પણ વાંચો: Relationship: નવી વહુ ઝડપથી સમાઈ જશે સાસરિયાંમાં, જો સાસુ અપનાવે આ 5 ટિપ્સ
પ્રેમ જળવાઈ રહે છે
કહેવાય છે કે જે વ્યક્તિને તમે પ્રેમ કરતા હોય તેના પ્રત્યેનું આકર્ષણ ક્યારેય ઓછું થતું નથી. તમે જે વ્યક્તિના પ્રેમમાં હોય તેની સાથે લગ્ન કરો તો જીવનભર પ્રેમ જળવાઈ રહે છે. સમય જતા સંબંધ વધારે મજબૂત બને છે.
ફેમિલી પ્લાનિંગ
અરેન્જ મેરેજમાં પરિવારના લોકો લગ્ન પછી તુરંત જ ફેમિલી પ્લાનિંગ કરવા માટે દબાણ કરવા લાગે છે. જો લવ મેરેજ કરેલા હોય તો પતિ પત્ની ફેમિલી પ્લાનિંગ આપતી સમજ અને વાતચીત કરીને કરે છે. જેના કારણે બાળકને લઈને ઝઘડા થતા નથી. અને જ્યારે બંને વ્યક્તિ તૈયાર હોય છે ત્યારે જ બાળક વિશે વિચારે છે.
આ પણ વાંચો: હેપી લવ લાઈફના જાણી લો સિક્રેટ, આ કામ કરશો તો પાર્ટનર હંમેશા રહેશે ખુશ
જવાબદારીનો બોજ નથી રહેતો
અરેન્જ મેરેજમાં કપલ એકબીજા પ્રત્યે એટલા ખુલીને રહી શકતા નથી જેટલા લવમેરેજમાં રહેતા હોય. અરેન્જ મેરેજમાં પતિ અને પત્ની બંને ઉપર જવાબદારીઓનું ભરણ પણ વધારે હોય છે. જ્યારે લવ મેરેજમાં કપલ પહેલાથી જ એકબીજા સાથે વાત કરી ચૂક્યા હોય છે અને પોતાની જવાબદારીઓ એકબીજા સાથે વહેંચી લે છે. જેથી જવાબદારીઓના કારણે કપલ વચ્ચે ઝઘડા થતા નથી.