રાત્રે સૂતા પહેલા પતિએ કરવા જોઈએ આ 3 કામ, પત્ની ઝૂમી ઉઠશે, તમે કહેશો તે કરશે!
મોટાભાગના પુરુષોની એ મુશ્કેલી હોય છે કે તેઓ સમજી શકતા નથી કે આખરે પત્નીને સારા મૂડમાં કે પછી ખુશ કેવી રીતે રાખે? તો હતાશ થયા વગર આ લેખ વાંચો, તમારી સમસ્યાનું ચોક્કસ સમાધાન થશે.
મોટાભાગના પુરુષોની એ મુશ્કેલી હોય છે કે તેઓ સમજી શકતા નથી કે આખરે પત્નીને સારા મૂડમાં કે પછી ખુશ કેવી રીતે રાખે? પરંતુ તેમને એ નથી ખબર કે સામાન્ય રીતે મહિલાઓ ફક્ત સાધારણ જેવી વસ્તુઓથી જ આશ લગાવીને બેઠી હોય છે. પતિ જ્યારે તે કરે છે ત્યારે પત્નીને એમ લાગતું હોય છે કે તેમને એક સપોર્ટિવ પાર્ટનર મળ્યો છે જે તેની પરવા કરે છે.
આ ભાવ તેને અંદરોઅંદર ખુશ રાખે છે, જે બહાર પણ છલકાય છે. આમ તો યાદીમાં એવા ઘણા કામો છે જે પતિ કરે તો પત્ની ખુશ થઈ જાય છે પરંતુ અહીં અમે તમને એવી ત્રણ વાત જણાવીશું જેને જો સૂતા પહેલા પતિ કરે તો તેની પત્ની ચોક્કસપણે ખુશખુશાલ થઈ જશે.
આ વાત ખાસ પૂછો
સામાન્ય રીતે પતિ જ્યારે ઘરે પાછો ફરે તો પત્નીને એમ બોલતો હોય છે કે જમવાનું આપ, હું ખુબ થાકી ગયો છું, સૂવા જઈ રહ્યો છું....વગેરે વગેરે...એ વાતને ક્યારેક નકારી શકાય નહીં કે ઓફિસમાં પતિદેવ થાકી જતા હોય છે પરંતુ એ પણ ભૂલવું ન જોઈએ કે ઘર સંભાળનારી પત્ની પણ બધી જવાબદારીઓ રોજ નિભાવ્યા બાદ થાકતી હોય છે. તો પછી પત્નીને કેમ ન પૂછવું જોઈએ કે તેનો દિવસ કેવો રહ્યો.
પતિએ રાતે સૂતા પહેલા પત્નીને પૂછવું જોઈએ કે તારો દિવસ કેવો રહ્યો, તે શું કર્યું. જો પત્ની તેની પરેશાની રજૂ કરે તો તેને ફગાવવાની જગ્યાએ વાતચીત કરીને સમાધાન કાઢવાની કોશિશ કરવી જોઈએ.
ઘરનું કામ પતાવવામાં મદદ
રાતે સૂતા પહેલા પત્ની હંમેશા કિચનમાં તમામ ચીજો સમેટીને સમગ્ર ઘરને વ્યવસ્થિત કરીને સૂવે છે. શું તમે પણ તેને આ કામમાં મદદ ન કરી શકો? જો તે કિચન સંભાળી રહી હોય તો તમે ઘરની બાકી વસ્તુઓ ઠીક કરવાની જવાબદારી લઈ લો. આમ કરવાથી કામ જલદી ખતમ થશે અને તમને બંનેને બેડરૂમમાં એકબીજા માટે પૂરતો સમય મળી રહેશે. કપલ માટે આ ટાઈમ ખુબ મહત્વપૂર્ણ હોય છે.
સ્વીટ સરપ્રાઈઝ, સ્વીટ પળો
ભલે ગમે તેટલો થાક હોય, મૂડ ખરાબ હોય પરંતુ પતિ ફક્ત એક ગુલાબ પણ જો લઈને પણ આવે તો પત્નીનો આખો મૂડ ફરી જતો હોય છે. નાની નાની આ સ્વીટ વાતો દિવસભરના ગમે તેટલા થાકને ભૂલાવી દેવા માટે પૂરતી બની જતી હોય છે. આ કઈક એવું છે જે હંમેશા પત્નીની યાદોમાં જળવાઈ રહેશે કે પતિ તેના માટે આવું પણ કરતો હતો. તેની ખુશીનું કારણ બની જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube