નવી દિલ્હીઃ તેમાં કોઈ બે મત નથી કે લગ્નને જન્મોજનમનું એક પવિત્ર બંધન માનવામાં આવી રહ્યું છે. પરંતુ આજના સમયમાં તેની વ્યાખ્યા અલગ થતી જોવા મળી રહી છે. હવે પતિ-પત્નીનો સંબંધ આ જન્મમાં પણ તૂટી જાય તો મોટી વાત ગણવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ એટલા માટે કારણ કે આજના સમયમાં લગ્ન તૂટવાના કેસ ખુબ વધી રહ્યાં છે. ખાસ વાત છે કે આ થવા પાછળનું કારણ એવી નાની-નાની વાતો હોય છે જેને પતિ-પત્ની શરૂઆતમાં વધુ ગંભીરતાથી લેતા નથી. તેના પરિણામસ્વરૂપે સંબંધમાં કડવાશ અને અંતર આવી જાય છે કે છૂટેછેડા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી. આપણે અહીં આવા કારણો વિશે જાણીશું.


કમ્યુનિકેશન ગેપ
પતિ-પત્ની વચ્ચે સારી રીતે વાતચીત ન થવી વિશ્વભરમાં થનાર છૂટેછેડાનું એક મુખ્ય કારણ છે. કારણ કે વિચારોનું આદાન-પ્રદાન ન થવું, એકબીજાની ભાવનાઓ ન સમજવી, મનની વાતો ખુલીને ન કરવી આ બધા કારણે પતિ-પત્ની વચ્ચે અંતર વધી જાય છે.


આપસી સન્માનની કમી
લગ્ન જીવનમાં પતિ-પત્ની વચ્ચે સન્માન હોવું ખુબ જરૂરી છે. જો સંબંધમાં તિરસ્કાર કે અપમાન જેવી વસ્તુ આવે તો પ્રેમ ઘટી જાય છે અને ઘણીવાર છૂટેછેડા લેવાની સ્થિતિ આવે છે.


આ પણ વાંચોઃ શરીર પર જામેલા ચરબીના થરને 1 મહિનામાં ઓગાળી દેશે લવિંગ, આ રીતે ડાયટમાં કરો સામેલ


આર્થિક અસુરક્ષા
આજના સમયમાં આર્થિક મુશ્કેલી પણ છૂટેછેડાનું મોટું કારણ બની રહી છે. પતિ-પત્ની વચ્ચે પૈસાને લઈને સતત થતાં ઝઘડા, ખર્ચ પૂરો ન થવાની મુશ્કેલી, આર્થિક લક્ષ્યો હાસિલ ન કરી શકવા- આ બધી વસ્તુને કારણે તણાવ વધે છે. પછી સંબંધ બચાવવો મુશ્કેલ બને છે.


દગો
વિશ્વાસ કોઈપણ સંબંધનો પાયો છે. તેવામાં જો કોઈ વ્યક્તિ પોતાના પાર્ટનર સાથે દગો કરે તો લગ્ન તૂટવામાં વાર લાગતી નથી. કારણ કે તૂટેલા વિશ્વાસને ફરી જોડવો સરળ નથી, એટલે કે બંનેને અલગ થવાનો વારો આવે છે.


પરિવારની દખલ
ઘણી વખત સાસરિયાં કે માતા-પિતા પતિ-પત્ની વચ્ચે બિનજરૂરી દખલ કરવાનું શરૂ કરી દે છે, તેનાથી પતિ-પત્ની વચ્ચે ગેરસમજણ ઉભી થાય છે અને ઝઘડા વધે છે. ઘણીવાર પરિવારની એક ભૂલને કારણે પતિ-પત્ની વચ્ચે અંતર વધી જાય છે અને છૂટેછેડા લેવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી.