Relationship Tip: જેમ જેમ વર્ષો પસાર થાય તેમ લગ્નજીવનમાં ઉતાર ચઢાવ આવતા રહે છે. ઘણી વખત સંબંધમાં ખરાબ સમયમાંથી પણ પસાર કરવો પડે છે. લગ્નની શરૂઆતમાં રિલેશનશિપમાં જે ઉત્સાહ રોમાન્સ અને સ્પાર્ક હોય છે તે ધીરે ધીરે ઘટવા લાગે છે. જેમ જેમ લગ્નને વર્ષો વિતતા જાય છે તેમ કપલ વચ્ચે સમજદારી તો વધે છે પરંતુ અંગત જીવનમાં પહેલા જેવો ઉત્સાહ રહેતો નથી. આવું એટલા માટે પણ થતું હોય છે કે કપલ એકબીજાને સારી રીતે ઓળખવા લાગ્યા હોય છે તેઓ એકબીજાની સારી અને ખરાબ બાબતોને ઓળખી જાય છે. પરંતુ તેમ છતાં સંબંધોમાં ઉત્સાહકો જળવાવો જ જોઈએ. આ ઉત્સાહ જાળવવા માટે કપલે 2:2:2 નો ફોર્મ્યુલા ફોલો કરવો જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Honeymoon: શરમાળ સ્વભાવ હનીમૂનની મજા બગાડશે, શરમ છોડી હનીમૂન માણવા કરો આ કામ


2:2:2 ફોર્મ્યુલા ફોલો કરવાથી લગ્નના વર્ષો પછી પણ સંબંધોમાં પ્રેમ અને સ્પાર્ક જળવાઈ રહે છે. જે કપલ એકબીજાને પ્રેમ કરે છે પરંતુ તેમનું લગ્ન જીવન બોરિંગ થઈ ગયું છે તેમના માટે આ ફોર્મ્યુલા બેસ્ટ છે. તેઓ પોતાની બીજી વર્કિંગ લાઇફની વચ્ચે પણ ફરીથી પહેલા જેવું લગ્નજીવન જીવી શકે છે. 


2:2:2 ફોર્મ્યુલાથી થતા ફાયદા 


2:2:2 ફોર્મ્યુલામાં કપલ પોતાની વ્યસ્ત જિંદગીમાંથી સમય કાઢી એકબીજા સાથે સમય પસાર કરે છે. જેના કારણે સ્ટ્રેસ ઘટે છે અને પ્રેમ વધે છે. આ ફોર્મ્યુલા ફોલો કરનાર કપલ વચ્ચે હેપી હોર્મો નેચરલી વધી જાય છે. આ ફોર્મ્યુલાની મદદથી વધતી ઉંમરે પણ કપલ નવો રોમાન્સ અનુભવ કરી શકે છે. 


આ પણ વાંચો: Parenting Tips: આ 5 ખરાબ ટેવ ઝડપથી પડી જાય છે બાળકને, માતાપિતાએ ખાસ ધ્યાન રાખવું


શું છે 2:2:2 ફોર્મ્યુલા 


2 અઠવાડિયામાં એક ડેટ નાઇટ પ્લાન કરો 
2 મહિનામાં એક વિકેન્ડ સાથે પસાર કરો 
2 વર્ષની અંદર 7 દિવસનું વેકેશન સાથે માણો. 


આ પણ વાંચો: પહેલી ડેટ પર આ 3 પ્રશ્ન પુછવાની ભુલ ભુલથી પણ ન કરતા, લવ સ્ટોરીનો થઈ જશે ધી એન્ડ


આ સિમ્પલ ફોર્મ્યુલા છે જેની મદદથી કપલ પોતાના બોરિંગ અને ખરાબ થયેલા સંબંધોમાં પણ પ્રેમ અને ઉત્સાહ ભરી શકે છે. આ ફોર્મ્યુલા ફોલો કરનાર કપલ 40 વર્ષે પણ નવા લગ્ન થયા હોય તેઓ ઉત્સાહ અનુભવ કરી શકે છે.