Relationship Tips: તમે ફિલ્મોમાં જોયું હશે કે પ્રેમની શરૂઆત મિત્રતા થી થાય છે. ઘણી વખત હકીકતમાં પણ આ વાત સાચી સાબિત થાય છે. ઘણી વખત વર્ષો સુધી એકબીજાને સુખ અને દુઃખમાં સાથ આપનાર મિત્ર એકબીજાના પ્રેમમાં પડી જાય છે. જોકે મુશ્કેલી ત્યારે થાય છે જ્યારે બેમાંથી કોઈ એક વ્યક્તિ બીજાને પ્રેમ કરવા લાગે અને બીજો વ્યક્તિ તેનાથી અજાણ હોય. આવી સ્થિતિમાં જો જાણવું હોય કે તમારા બેસ્ટ ફ્રેન્ડ ને તમારા માટે મિત્રતા કરતાં કંઈક વધારે લાગણી છે તો આ ચાર સંકેતો પરથી જાણી શકો છો. જો તમારી વર્ષો જૂની મિત્રતામાં આ ચાર ફેરફાર જોવા મળે તો સમજી લેજો કે તમારા ખાસ મિત્ર તમારા પ્રેમમાં પડ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમારા બીજા મિત્રોની ઈર્ષા થવી


જો તમારા ખાસ મિત્રને અચાનક જ તમારા અન્ય મિત્રોથી ઈર્ષા થવા લાગે તો સમજી લેજો કે તમારી દોસ્તી હવે મિત્રતા થી આગળ વધી ગઈ છે. જ્યારે તમે અન્ય કોઈ સાથે સમય પસાર કરો અને તમારા બેસ્ટ ફ્રેન્ડ ને એ વાત ન ગમે તો સમજી લેવું કે તે તમારા પ્રેમમાં છે.


આ પણ વાંચો:


પત્નીથી ખુશ ન હોય પુરુષ ત્યારે કરે છે આવી વિચિત્ર હરકતો, ચોથી હરકત છે સૌથી ખરાબ


લગ્નજીવનમાં આ 4 ખામી હોય તો પત્ની પડે છે પરપુરુષના પ્રેમમાં, પતિ સાથે કરે છે બેવફાઈ


Relationship માં તમારો પાર્ટનર સીરિયસ છે કે કરે છે ટાઈમપાસ જાણો આ 4 રીત


દરેક વાત યાદ રાખવી


જો તમારી નાનામાં નાની વાત તમારા બેસ્ટ ફ્રેન્ડ યાદ રાખવા લાગે અને તમારી વાત પર વિશેષ ધ્યાન આપે તો સમજી લેવું કે તે તમને મિત્ર કરતા વધારે સમજે છે.


હંમેશા બસ એક જ વ્યક્તિનો વિચાર


જો તમને સતત તમારા બેસ્ટ ફ્રેન્ડ ના જ વિચાર આવે અથવા તો તમારા બેસ્ટ ફ્રેન્ડ પણ દિવસ રાત તમારા વિશે જ વિચારે તો સમજી લેવું કે મિત્રતા હવે પ્રેમમાં બદલી ગઈ છે.


મળવા માટે આતુરતા


જો તમારા મિત્ર તમને મળવા માટે સતત બહાના શોધે અને તમારી સાથે જ રહેવા ની ઈચ્છા વ્યક્ત કરે તો સમજી લેવું કે આ પ્રેમ થયાનો સંકેત છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)