આજકાલ સોશિયલ મીડિયા પર તમને 5201314 નંબર વારંવાર જોવા મળે છે? જો હા તો જાણી લો કે આ કોઈ મેજિકલ નંબર કે કોઈ શહેરનો પીનકોડ નથી પરંતુ આ એક એવો નંબર છે કે જેના દ્વારા લોકો આખી દુનિયા સામે પોતાના પાર્ટનર આગળ પ્રેમનો એકરાર કરે છે અને બીજા કોઈને ગંધ સુદ્ધા આવતી નથી.  વાત જાણે એમ છે કે આ સંખ્યા ચીની ભાષાના રોમાન્સ સાથે જોડાયેલી છે. આ આઈ લવ યુ એ કોઈ નવી રીતે કહેવાની એક રીત છે. પરંતુ શું તમે જાણો છો કે તેની પાછળનું રહસ્ય શું છે? તો ખાસ જાણો. તમે ના જાણતા હો તો આ ટિપ્સ જાણી લેજો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીની ભાષામાં નંબરોનું ઉચ્ચારણ
ચીની ભાષામાં નંબરોના ઉચ્ચાર ને શબ્દો સાથે જોડવામાં આવે છે. દાખલા તરીકે  "5"નું ઉચ્ચાર "wǔ" (વુ) છે, જે  "我" (વો) સાથે ભળતો છે. જેનો અર્થ છે "હું". એ જ રીતે "2" નો ઉચ્ચાર "èr" (એર) છે, જે "爱" (આઈ) સાથે ભળતો છે. જેનો અર્થ છે 'પ્રેમ'. 


સંખ્યાઓનો ક્રમ
જો આપણે 520ને જોઈએ તો તેનો ઉચ્ચાર લગભગ "wǒ ài nǐ" (વો આઈ ની) જેવો લાગે છે. જે સીધી રીતે "હું તને પ્રેમ કરું છું" નો ચીની અનુવાદ છે. 


1314 નું રહસ્ય
જ્યારે 1314 ની પાછળની કહાની થોડી અલગ છે. તેનો ઉચ્ચાર "yī shēng yī shì" (યી શેંગ યી શી) જેવો લાગે છે. જેનો અર્થ છે "જીવનભર એક જન્મ". 


તેનો અર્થ શું?
આ રીતે 5201314 ને જોડીને "હું તને હંમેશા માટે પ્રેમ કરું છું" નો ભાવ બને છે. સોશિયલ મીડિયા પર 5201314 નો ઉપયોગ પ્રેમનો ઈઝહાર કરવા માટે એક મજેદાર રીત બની ગઈ છે. યુવાઓ વચ્ચે તે ખુબ લોકપ્રિય છે. જો કે એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે કોઈને સાચા પ્રેમ જતાવવા માટે ફક્ત એક નંબર પૂરતો નથી હોતો. 


પ્રેમ પ્રદર્શિત કરતા રોમેન્ટિક નંબરો
ચીનમાં 520 ઉપરાંત બીજા પણ કેટલાક એવા નંબરો છે જે પ્રેમનો એકરાર કરવા માટે પ્રચલિત છે જેમ કે...


521 (wǒ ài nǐ yī - હું ફક્ત તને પ્રેમ કરું છું)


143 (yī sì sān - હું તને જીવનભર યાદ રાખીશ)


779 (qī qī jiǔ - લાંબા સમય સુધી સાથે રહેવું)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube