Jaya Bachchan: `દીકરી અને વહુમાં ફરક રહે જ....` તમે કેવા સાસુ છો ? પ્રશ્નના જવાબમાં જયા બચ્ચને જે કહ્યું તે જાણી ચોંકી જશો
Jaya Bachchan: જયા બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનના સંબંધો વિશે છેલ્લા ઘણા સમયથી અલગ અલગ પ્રકારની ચર્ચાઓ ચાલે છે. તેવામાં હવે જયા બચ્ચનનું એક ઇન્ટરવ્યૂ વાયરલ થયો છે જેમાં તેણે એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે દીકરી અને વહુ વચ્ચે હંમેશા અંતર હોય છે....
Jaya Bachchan: સાસુ અને વહુનો સંબંધ વર્ષોથી વિવાદથી ઘેરાયેલો રહે છે. આજના સમયમાં પણ એવા અનેક ઘર હશે જે સાસુ અને વહુ વચ્ચે સમસ્યાઓ રહેતી હોય. મોર્ડન સોસાયટીમાં રહેતી મહિલાઓ પણ આ વિવાદનો ભાગ બની જાય છે. તેવામાં બોલીવુડ અભિનેત્રી અને રાજનેતા જયા બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની જોડી હાલ ખૂબ જ ટ્રોલીંગનો સામનો કરી રહી છે. એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના સંબંધો છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે.
આ પણ વાંચો: Samantha Ruth Prabhu: સામંથા રુથ પ્રભુનો રિલેશનશીપની સચ્ચાઈ જણાવતો Video વાયરલ
બચ્ચન પરિવારમાં પણ ઘરેલુ ઝઘડા ચાલી રહ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. છેલ્લા ઘણા સમયથી એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન પરિવારથી અલગ રહેતી હોવાની પણ ચર્ચાઓ છે. અંબાણી પરિવારના ફંકશનમાં પણ બચ્ચન પરિવાર એક સાથે જોવા મળ્યું હતું અને ઐશ્વર્યા રાય બચ્ચન આરાધ્યા બચ્ચન સાથે અલગ જોવા મળી હતી. ત્યારથી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન અલગ થઈ રહ્યા છે તે ચર્ચાઓ પણ ચાલી રહી છે. આ ચર્ચાઓ વચ્ચે હવે જયા બચ્ચનનું એક ઇન્ટરવ્યૂ વાયરલ થયો છે જેમાં તે કેવા સાસુ છે તે અંગે તેમણે બોલ્ડ જવાબ આપી દીધો હતો.
જયા બચ્ચનનો આ એક જુનો ઇન્ટરવ્યૂ વાયરલ થયો છે. જેમાં તેણે સાસુ વહુના સંબંધ અંગે પોતાના કેવા વિચાર છે તે જણાવ્યું હતું. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે કેવા સાસુ છે તો તેણે એવું કહ્યું કે દીકરી અને વહુમાં અંતર હોય છે. દીકરી પોતાના પેરેન્ટ્સની ડિસરિસ્પેક્ટ કરી શકે છે પરંતુ વહુ આવું નથી કરતી.. જોકે હવે પરિસ્થિતિ બદલી ગઈ છે.
આ પણ વાંચો: Divorce: શા માટે ભારતમાં વધી રહ્યું છે છૂટાછેડાનું પ્રમાણ ? આ છે 5 સૌથી મોટા કારણો
સાથે જ તેણે એવું પણ જણાવ્યું હતું કે તેમના સાસુ ખુબ સ્ટ્રીટ હતા. પોતે કેવા સાસુ છે તે વાતનો જવાબ આપતા જયા બચ્ચને કહ્યું હતું કે, એશ્વર્યા રાય તેની વહુ છે દીકરી નથી.. તેથી તે તેની સાથે સ્ટ્રીટ રહેતી નથી.
આ પણ વાંચો: Relationship Tips: છોકરીઓને છોકરાના શરીરના કયા અંગો સૌથી વધુ આકર્ષક લાગે ?
હકીકતમાં પણ સાસુ વહુના સંબંધમાં રિસ્પેક્ટ ખૂબ જ જરૂરી હોય છે. જો આ રિસ્પેક્ટ જળવાઈ તો જ શક્ય છે કે બંને વ્યક્તિ ઘરમાં એકબીજાને સ્પેસ આપીને ખુશી ખુશી રહી શકે.