આચાર્ય ચાણ્ય એક મહાન જ્ઞાની વ્યક્તિ હતા. ચંદ્રગુપ્ત મૌર્યને રાજા બનાવવામાં આચાર્ય ચાણક્યનું ખુબ મોટું યોગદાન હતું. આજના સમયમાં પણ આચાર્ય ચાણક્યની નીતિઓ કારગર સાબિત થઈ રહી છે. આચાર્ય ચાણક્યની નીતિઓનું પાલન કરનાર વ્યક્તિ જીવનમાં કયારેય નિષ્ફળ જઈ શકે નહીં. આચાર્ય ચાણક્યના જણાવ્યાં મુજબ જે મહિલાઓમાં આ 4 ગુણ હોય તેમની સાથે વિવાહ કરવાથી વ્યક્તનું સૂતેલું ભાગ્ય જાગી જાય છે. ચાણક્યએ કયા ગુણો વિશે વાત કરી છે તે જાણીએ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધૈર્યવાન મહિલા
આચાર્ય ચાણક્યના જણાવ્યાં મુજબ જે મહિલામાં ધૈર્ય હોય તે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના જીવનસાથીનો સાથ છોડતી નથી. ધૈર્ય રાખીને કોઈ પણ પરિસ્થિતિમાંથી સરળતાથી રસ્તો નીકળી શકે છે. આવી સ્ત્રી સાથે લગ્ન કરવાથી વ્યક્તિનું ભાગ્ય બદલાઈ જાય છે. 


ધાર્મિક સ્ત્રી
આચાર્ય ચાણક્યના જણાવ્યાં મુજબ ધાર્મિક સ્ત્રી સાથે લગ્ન કરવાથી વ્યક્તિનું સૂતેલું ભાગ્ય જાગી શકે છે. ધાર્મિક વ્યક્તિ ક્યારેય ખોટા માર્ગે ચાલી શકતો નથી. ધર્મના માર્ગે ચાલનારી વ્યક્તિ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે.


શાંત રહેતી સ્ત્રી
આચાર્ય ચાણક્યના જણાવ્યાં મુજબ એવી સ્ત્રી જે હંમેશા શાંત રહેતી હોય જેને ગુસ્સો આવતો ન હોય, તેની સાથે લગ્ન કરવાથી વ્યક્તિનું ભાગ્ય પલટી જાય છે. ક્રોધ વ્યક્તિનો સૌથી મોટો દુશ્મન હોય છે. ક્રોધ કરનારા વ્યક્તિએ જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. 


દરેકનું માન સન્માન સાચવતી સ્ત્રી
આચાર્ય ચાણક્યના જણાવ્યાં મુજબ એવી સ્ત્રી જે ઘરના વડીલોનું સન્માન કરે અને પોતાનાથી નાની ઉંમરના સાથે પ્રેમથી વર્તે તેની સાથે લગ્ન કરવાથી વ્યક્તિનો ભાગ્યોદય થાય છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)