Penile Fracture: રાતની રમતમાં અખતરા તમને ક્યારેક ભારે પડી શકે છે. શિશ્નની સરેરાશ સાઇઝ, તેની ફર્મનેસ, ઉત્થાનની ફિક્વન્સીથી માંડીને શિશ્નને મોટું કરવાની કસરત સુધીના ઘણા પ્રશ્નો પુરુષોને પરેશાન કરે છે. એક પ્રશ્ન એ પણ છે કે શું શિશ્નમાં ફેક્ચર થઈ શકે છે, જોકે તેમાં હાડકું નથી? જવાબ હા છે અને અહીં શા માટે છે. થોડા સમય પહેલાં જ મેટ્રો સીટીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં એક યુવકે પોતાની પાર્ટનર સાથે બેડરૂમમાં વધારે જોર કરવા જતા તેનું પેનિસ ફ્રેક્ચર થઈ ગયું હતું. પછી તાત્કાલિક ડોક્ટર પાસે ભાગવું પડ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છે લક્ષણો-
જો તમને ઇન્ટરકોર્સ દરમિયાન તીવ્ર દુખાવો થતો હોય અથવા ક્રેકનો અવાજ આવતો હોય, તો તમને પેનાઇલ ફ્રેક્ચર થયું હશે. તમે તમારું ઇરેક્શન ગુમાવશો અને શિશ્નની આસપાસ ઘાટા ડાઘ પણ દેખાઈ શકે છે. જો પેનાઇલ ફ્રેક્ચર કંન્ફોમ થાય, તો તમારે સર્જરીની જરૂર પડી શકે છે. ત્યારબાદ તમારે એક મહિના માટે આરામ કરવો પડશે, તેમજ જ્યારે તમે સ્વસ્થ થશો ત્યારે સેક્સથી દૂર રહેવું પડશે.


આ પણ જાણો-
જો કે સર્જરીની આડઅસર બહુ ઓછી હોય છે અને મોટા ભાગના લોકો સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય છે, પરંતુ જો તમે સારવારમાં બેદરકારી દાખવશો તો તે ઈરેક્ટાઈલ ડિસફંક્શનના લક્ષણો પણ જોવા મળી શકે છે.


કેવી રીતે શિશ્નમાંથાય છે ફ્રેક્ચર-
સૌ પ્રથમ, શિશ્નમાં ફ્રેક્ચર એ ખૂબ જ દુર્લભ સ્થિતિ છે, પરંતુ તે થાય છે. તબીબી પરિભાષામાં તેને પેનાઇલ ફ્રેક્ચર કહેવાય છે. શિશ્નમાં હાડકું ન હોવા છતાં, તે ખૂબ પીડાદાયક છે.


આ છે કારણો-
પેનાઇલ ફ્રેક્ચર સામાન્ય રીતે થાય છે જ્યારે પુરુષો તેમના પાર્ટનરના ટેલબોનને હિટ છે અથવા પછી ઇરેક્ટ પેનિસમાં ઇજા થઇ જાય. તેવી જ રીતે જો પુરૂષો કોઈ એક્સપરિમેન્ટ કરવાનો પ્રયત્ન કરે તો તેમને પણ પેનાઈલ ફ્રેક્ચર થઈ શકે છે. ક્યારેક ખરાબ રીતે હસ્તમૈથુન કરવાથી પણ શિશ્નમાં ઈજા થઈ શકે છે. જ્યારે શિશ્નની સ્પોન્જી ટિશ્યૂની આસપાસની પેશીઓનું ગાઢ પડ ફાટી જાય છે, ત્યારે અવાજ સાથે તીવ્ર પીડા થાય છે અને તરત જ ઇરેક્શન ખતમ થઇ જાય છે, તે પેનાઇલ ફ્રેક્ચરની નિશાની છે.