Relationship Tips: કોઈપણ પુરુષ હોય આ 5 પ્રશ્નો પૂછો એટલે બોલતી થઈ જાય બંધ, પતિને પૂછીને કરી લો ટ્રાય
Relationship Tips: પતિને ટેકનિકલ પ્રશ્ન પૂછો, ફાઇનાન્સિયલ પ્રશ્ન પૂછો કે પછી ક્રિકેટના સ્કોરનો પ્રશ્ન પૂછો તો તેની પાસે જવાબ તૈયાર હશે. પરંતુ વાત જ્યારે તેની પર્સનલ ચોઇસ અને પર્સનલ લાઇફની આવે તો તેને મોટાભાગના પ્રશ્નોના જવાબ દેવામાં સમસ્યા થઈ જાય છે. ખાસ કરીને પાંચ પ્રશ્ન તો એવા છે જેને પૂછો એટલે કોઈ પણ પુરુષની બોલતી બંધ થઈ જાય
Relationship Tips: પતિને ટેકનિકલ પ્રશ્ન પૂછો, ફાઇનાન્સિયલ પ્રશ્ન પૂછો કે પછી ક્રિકેટના સ્કોરનો પ્રશ્ન પૂછો તો તેની પાસે જવાબ તૈયાર હશે. પરંતુ વાત જ્યારે તેની પર્સનલ ચોઇસ અને પર્સનલ લાઇફની આવે તો તેને મોટાભાગના પ્રશ્નોના જવાબ દેવામાં સમસ્યા થઈ જાય છે. ખાસ કરીને પાંચ પ્રશ્ન તો એવા છે જેને પૂછો એટલે કોઈ પણ પુરુષની બોલતી બંધ થઈ જાય. આ પ્રશ્ન એવા છે જેનો જવાબ દેવો પુરુષ માટે મુશ્કેલ છે.
તમને વિચાર આવશે કે એવા કયા પ્રશ્ન છે? તો ચાલો આજે તમને જણાવીએ પાંચ એવા પ્રશ્ન વિશે જે કોઈપણ પુરુષની બોલતી બંધ કરી દે છે. જો તમને વિશ્વાસ ના આવતો હોય તો તમારા પતિને પૂછીને ચેક કરી લો. તમારા પતિ પણ આ પ્રશ્નનો જવાબ આપવામાં મૂંઝાઈ જશે.
આ પણ વાંચો: Blind Date: બ્લાઇન્ડ ડેટ યુવતીઓ માટે ખતરનાક, ડેટ પર જતી વખતે આ વાતોનું રાખો ધ્યાન
તમને કઈ વસ્તુ ખુશ કરે છે ?
પુરુષ પોતાના ઘર અને પરિવારની ખુશીઓ માટે દિવસ રાત મહેનત કરે છે. તે વાતમાં કોઈ શંકા નથી. પરંતુ જો પત્ની પતિને પૂછે કે કઈ વાતથી તેને ખુશી થાય તો આ પ્રશ્નના જવાબ માટે ચૂક થઈ જશે. કારણ કે જવાબદારીઓની વચ્ચે પુરુષો આ બાબતે વિચારવાનું જ ભૂલી જાય છે.
જીવનમાં સૌથી વધારે બીક કઈ વસ્તુથી લાગે?
જો તમે તમારા પતિને પૂછશો કે તેને સૌથી વધારે ડર કઈ વાતનો છે તો આ પ્રશ્નનો જવાબ પણ તે 99% નહીં આપી શકે. દરેક વ્યક્તિને કોઈને કોઈ વસ્તુથી બીક લાગતી જ હોય છે પરંતુ પુરુષો મોટાભાગે પોતાની નબળાઈ વિશે વાત કરવાનું ટાડે છે. તમે પણ આ પ્રશ્ન પૂછીને ચેક કરી શકો છો કે તમારા પતિ જવાબ આપી શકે છે કે નહીં.
આ પણ વાંચો:Bad Friends: આવા 1 મિત્ર કરતા 100 દુશ્મન સારા, આવા લોકો સાથે મિત્રતા મોટું જોખમ
જીવનનો સૌથી મોટો ડર ?
જીવનમાં ઘણી બધી એવી વસ્તુઓ હોય છે જેને કરવામાં ડર લાગે. જેમકે ઘણા લોકોને અંધારામાં ડર લાગતો હોય, ઘણા લોકોને ઊંચાઈથી ડર લાગતો હોય વગેરે. પરંતુ આ સરળ સવાલ જ્યારે તમે પુરુષ ને પૂછો તો તે તેનો જવાબ દેવામાં નિષ્ફળ જાય છે અથવા તો ખોટું બોલે છે. સાચો જવાબ દેવામાં તમને ડર લાગે છે કે કોઈ તેમની મજાક ઉડાવશે.
આ પણ વાંચો: 40 વર્ષે પણ નવા લગ્ન થયા હોય તેઓ રોમાંસ માણવા પતિ ફોલો કરે 2:2:2 નો ફોર્મ્યુલા
કઈ વસ્તુથી પરેશાની અનુભવાય ?
આ પ્રશ્ન સાંભળીને તમારા પતિ ચોક્કસથી ચૂપ થઈ જશે. મોટાભાગે પુરુષો કોઈ પણ પ્રકારની સમસ્યા નથી તે રીતે જીવન જીવતા હોય છે. તેઓ પોતાની પરેશાનીઓ વિશે ચર્ચા કરવાનું ટાળતા હોય છે. તેથી જો તમે તેને આ પ્રશ્ન પૂછો તો તે જવાબ આપવાનું ટાળે છે.
હું તમારી લાઇફમાં ના હોવ તો શું કરો ?
આ પ્રશ્ન દરેક પુરુષની બોલતી બંધ કરી દે છે. જો તમે તમારા પતિને પૂછશો કે તમે તેની લાઇફમાં ન હોય તો તે શું કરશે ? આ પ્રશ્નનો જવાબ તમને ક્યારેય નહીં મળે. મોટાભાગે પુરુષો આ પ્રશ્નનો જવાબ આપવાનું ટાળે છે.