Relationship Tips: સવારે ખાલી ગુડ મોર્નિંગ કહેવાને બદલે પાર્ટનર સાથે કરો આ 4 કામ, આખો દિવસ બંનેનો મૂડ રહેશે ફ્રેશ
Relationship Tips: જો તમે પણ સવારની શરુઆત રોમાંટિક અંદાજમાં કરવા માંગો છો તો આજે તમને તેના માટેની ટીપ્સ જણાવીએ. આ ટીપ્સ ફોલો કરી તમે તમારા પાર્ટનરનો અને તમારો દિવસ સુધારી શકો છો. આ કામ કરવાથી તમારો સંબંધ પણ ગાઢ થશે.
Relationship Tips: શિયાળામાં વહેલી સવારે જ મીઠી ઊંઘ આવે છે. ઠંડીની ઋતુમાં સવારે રજાઈમાંથી બહાર નીકળવાનું પણ મન થતું નથી. આવા રોમેન્ટિક વાતાવરણમાં જો તમે તમારા પાર્ટનરના દિવસની શરૂઆત રોમેન્ટિક અંદાજથી કરશો તો બંનેનો મૂડ આખો દિવસ ફ્રેશ અને રોમેન્ટિક રહેશે. જો તમે પણ તમારા પાર્ટનરની સવારને રોમેન્ટિક અંદાજમાં શરૂ કરવા માંગો છો તો આજે તમને કેટલીક ટિપ્સ જણાવીએ. જો સવારે તમારા પાર્ટનરને જગાડીને ખાલી ગુડ મોર્નિંગ કહેવાને બદલે તેની સાથે તમે આ ચાર કામ કરશો તો દિવસની શરૂઆત જોરદાર થશે અને આખો દિવસ મૂડ ફ્રેશ રહેશે અને ઉત્સાહ રહેશે.
આ પણ વાંચો: Chanakya Niti: પરિણીત પુરુષને બીજી સ્ત્રીઓ શા માટે વધારે ગમે છે ? કારણ છે ચોંકાવનારા
રોમેન્ટિક અંદાજમાં મોર્નિંગ વિશ
જો તમે તમારા પાર્ટનરની સવાર સુધારવા માંગતા હોય તો તેને જગાડતા પહેલા જ તેને ભાવે તેવો નાસ્તો તૈયાર કરી તેની પાસે લઈ જઈને સરપ્રાઈઝ કરો. રોમેન્ટિક અંદાજમાં ગુડ મોર્નિંગ વિશ કરીને તમે તેને જગાડી દિવસની શરૂઆત કરો. પાર્ટનર ને જગાડવા માટે ગાલ, ગરદન કે પછી લિપ કિસ કરી કરી તેને પ્રેમથી જગાડી શકો છો. સવારના સમયે તમારો આવો અંદાજ જોઈને પાર્ટનરનો મૂડ પણ સારો થઈ જશે
આ પણ વાંચો: Relationship Tips: ભુલથી પણ પરિણીત પુરુષના ચક્કરમાં ન પડવું, જાણો કારણ
પ્રેમ વ્યક્ત કરો
પાર્ટનરને રોમેન્ટિક અંદાજમાં જગાડવાની સાથે પોતાના પ્રેમને પણ વ્યક્ત કરો. પોતાના પાર્ટનર ની પાસે બેસો અને તેના કાનમાં આઇ લવ યુ કહો. સાથે જ જણાવો કે તમે તેને કેટલો પ્રેમ કરો છો અને તેની સાથે હોય ત્યારે કેવું અનુભવો છો. આ સમયે કામની ચિંતા છોડીને પાર્ટનર સાથે જ સમય પસાર કરો
આ પણ વાંચો: લગ્નજીવનમાં ક્યારેય કડવાશ નહીં આવે, આજથી જ ફોલો કરવા લાગો આ 4 સીક્રેટ ટીપ્સ
પાર્ટનર સાથે શાવર
જો તમે સવારને વધારે રોમેન્ટિક બનાવવા માંગો છો તો પાર્ટનર સાથે શાવર લઈ શકો છો. થોડા થોડા સમયે સાથે સાવર લેવાથી પ્રેમ વધે છે અને સંબંધ પણ મજબૂત થાય છે. આ રીતે દિવસની શરૂઆત કરશો તો આખો દિવસ ખાસ બની જશે. જો પાર્ટનર તમારી સાથે ન હોય અને દૂર હોય તો તમે તેને રોમેન્ટિક ગુડ મોર્નિંગ મેસેજ કે વિડીયો કોલ કરીને પણ જગાડી શકો છો.
આ પણ વાંચો: વાત-વાતમાં ગુસ્સો કરતા પાર્ટનરને આ રીતે કરો કંટ્રોલ, મગજ બરફ જેવો ઠંડો રહેશે
પ્રેમ ભરી વાતો કરો
રિલેશનશિપમાં થોડા સમય પછી સવાર બોરિંગ થઈ જાય છે આવું ન થાય તે માટે સવારે જાગીને દિવસભરની દોડધામ અને કામની ચર્ચા કરવાને બદલે થોડો સમય પોતાના પાર્ટનર સાથે પ્રેમ ભરી વાતો કરો પાર્ટનર ને રોમેન્ટિક અંદાજમાં જગાડો અને તેની સાથે મનપસંદ વાત પર ચર્ચા કરો. તેનાથી મૂડ ફ્રેશ થઈ જશે
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)