Mistakes Women make in Bed: ખુશહાલ લગ્નજીવન માટે પતિ અને પત્ની બંન્નેની ઈમોશનલ અને ફિઝિકલ નીડ પુરી થાય તે જરૂરી હોય છે. કપલ્સ વચ્ચે ફિઝિકલ ઈંટિમસી જેટલી સારી હોય તેમનો સંબંધ પણ એટલો જ ખાસ બની જાય છે. જો વાત મહિલાઓની કરીએ તો પાર્ટનર સાથે બેડ પર પસાર કરેલી દરેક ક્ષણ સ્ત્રી માટે ખાસ હોય છે. પરંતુ મોટાભાગે મહિલાઓ જ ઈંટિમસી દરમિયાન કેટલીક ભુલો કરે છે જેના કારણે તેમની સેક્સુઅલ લાઈફ પર પણ ધીરેધીરે અસર થવા લાગે છે. આજે તમને આવી ભુલો વિશે જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 9 જાન્યુઆરીથી પલટી મારશે ભાગ્ય, વર્ષના પહેલા શક્તિશાળી રાજયોગથી આ રાશિઓ બનશે ધનવાન


શરીરની બનાવટ પર ધ્યાન આપવું


ઘણીવાર મહિલાઓ પોતાના શરીરને લઈને નેગેટિવ થઈ જાય છે. તેના મનમાં ઈંટિમસી દરમિયાન સતત વિચારો આવતા રહે છે કે તેનો પાર્ટનર તેના શરીર, અંગ, રંગ અને સ્મેલ વિશે શું વિચારતો હશે. આ વિચારના કારણે તે અંગત પળોને બરાબર માણી પણ શકતી નથી. 


આ પણ વાંચો: Gochar 2025:આ વર્ષમાં 3 રાશિઓ પર ભારે પડશે રાહુ, કેતુ અને શનિ, ખિસ્સા થઈ શકે છે ખાલી


ફેક ઓર્ગેઝમ


ઘણી મહિલાઓ આવું કરે છે. સેક્સુઅલ પ્લેઝર માણવું પતિ માટે જરૂરી હોય છે એટલું જ જરૂરી પત્ની માટે પણ હોય છે. અને જો તેને માણવું હોય તો ક્યારેય ફેક ઓર્ગેઝ્મ શો ન કરો. જે તમને લાગે છે તે જ વ્યક્ત કરો. પોતાના પાર્ટનર સાથે ખુલીને વાત કરો. 


આ પણ વાંચો: જાન્યુઆરીમાં જન્મેલા લોકો હોય છે ખાસ, આ 3 ખૂબીઓથી બધાનું દિલ જીતી લે છે એકવારમાં જ


લુબ્રિકેંટ ન વાપરવું


ઘણી મહિલાઓ માટે સેક્સુઅલ એક્ટિવિટી પેઈનફુલ હોય છે. તેમને લગ્નના વર્ષો પછી પણ દુખાવો થાય છે. આવું વજાઈનલ ડ્રાયનેસના કારણે થાય છે. તેમ છતા મહિલાઓ પાર્ટનર સાથે આ અંગે વાત કરીને લુબ્રિકેંટ વાપરવાથી ડરે છે. આ ભુલ કરવી જોઈએ નહીં.


આ પણ વાંચો: Mobile: મોબાઈલમાં આવા વોલપેપર ન લગાવો, દુર્ભાગ્ય વળગી જશે, ધન, શાંતિનો અભાવ જ રહેશે


પાર્ટનરની હા માં હા


મોટાભાગની મહિલાઓ સેક્સને લઈને પોતાની પસંદ નાપસંદને મહત્વ આપતી નથી. તે પોતાના પાર્ટનરની હા માં હા કરે છે. આ અંગે વાત કરવામાં પણ મહિલાઓ સંકોચ અનુભવે છે. સેક્સુઅલ ઈંટિમસી દરમિયાન જરૂરી છે કે તમે તમારા પાર્ટનર સાથે ખુલીને વાત કરો અને પોતાની ઈચ્છા પણ વ્યક્ત કરો. 


આ પણ વાંચો: Shani Surya Yuti: 5 જાન્યુઆરીથી 3 રાશિ પર સૂર્ય અને શનિ હશે મહેરબાન, સંપત્તિ વધશે


સામેથી એફર્ટ ન કરવા


ઘણી મહિલાઓના મનમાં ધારણા હોય છે કે સેક્સ દરમિયાન ફક્ત પુરુષોએ જ બધું કરવાનું હોય છે. પરંતુ મહિલાઓ પણ સામેથી એફર્ટ કરે તે જરૂરી છે. સ્પેશિયલ મોમેંટ ક્રિએટ કરવી, સ્પેશિયલ કપડા પહેરવા, પ્રેમ વ્યક્ત કરવો, વાત કરવી જેવા કામ મહિલાઓએ પણ કરવા જોઈએ.