Relationship Tips: બ્રેકઅપ એટલે કોઈ સંબંધમાંથી અલગ થવું. સામાન્ય રીતે કપલ રિલેશનશીપ પછી અલગ થઈ જાય તો તેને બ્રેકઅપ કહેવામાં આવે છે. બ્રેકઅપ એ કોઈપણ વ્યક્તિના જીવનનો મુશ્કેલ સમય હોય છે. તેથી મોટાભાગે લોકો બ્રેકઅપ પછી ઝડપથી મૂવ ઓન થઈ શકતા નથી અને માને છે કે એક સંબંધ ખતમ એટલે ખુશીઓ ખતમ. આ સ્થિતિની અસર વ્યક્તિના આત્મવિશ્વાસ અને માનસિક સ્વાસ્થ્ય પર પણ પડે છે. તેથી બ્રેકઅપ પછી માનસિક સ્વાસ્થ્ય પર અસર થવા લાગે તે પહેલા મૂવ ઓન થઈ પોતાની લાઈફ પર ફોકસ કરવું જોઈએ. 
 
બ્રેકઅપ પછી વ્યક્તિ ઉદાસી, હતાશા અને એકલતા અનુભવે તે ખૂબ જ સામાન્ય છે. આ લાગણીઓ અમુક સમય માટે વ્યક્તિ પર પ્રભુત્વ ધરાવે છે. આવા સમયે ભવિષ્ય વિશે ચિંતા પણ થાય છે. ભૂતકાળને યાદ કરીને ઘણી વખત ગુસ્સો પણ આવે છે. પરંતુ આ બધા વિચારોને છોડી અને આગળ વધવું એ જ જીવન છે. બ્રેકઅપ પછી આગળ વધવામાં જો તમને સમસ્યા આવી રહી હોય તો તમે આ કામ કરીને જીવનને વધારે સારું બનાવી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: હસબન્ડ મટીરિયલ હોય છે આ 5 ગુણ ધરાવતા છોકરા, બોયફ્રેન્ડમાં હોય તો તુરંત બનાવી લો પતિ


લાગણીઓને સ્વીકારો


બ્રેકઅપને લઈને કે બ્રેકઅપ પછી તમારી જે પણ લાગણીઓ છે તેને દબાવવાને બદલે તેને સ્વીકારો અને તેને વ્યક્ત કરવાની રીતો શોધો.


પોતાની કેર કરો


ઘણા લોકો બ્રેકઅપ પછી ખાવાપીવાનું છોડી દે છે અથવા તો આહાર પ્રત્યે બેદરકાર થઈ જાય છે. આમ કરવાનું ટાળો. હેલ્ધી આહાર લેવો, નિયમિત ઊંઘ કરવી. તેના માટે નિયમિત વ્યાયામ પણ કરો.


આ પણ વાંચો: રિલેશનશીપને સ્ટ્રોંગ બનાવવા આ 5 પ્રકારના બ્રેક જરૂરી, દરેક કપલને જાણવું જરૂરી


વાત કરો 


બ્રેકઅપ પછી લોકો શું કહેશે તેવી ચિંતામાં એકલા રહેવાનું શરુ ન કરવું. લાઈફને નોર્મલ કરવા માટે તમારા મિત્રો અને પરિવાર સાથે વાત કરો. એવા લોકો સાથે સમય પસાર કરો જેમની સાથે તમને રહેવામાં આનંદ આવતો હોય.


શોખ અને પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહો


નવા શોખ અને પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવાથી પણ તમને મનની ઉદાસી દૂર કરવામાં મદદ મળશે. આ સાથે જ તમે નિયમિત કસરત, નિયમિત યોગ કરીને પણ મન હળવું કરી શકો છો. 


આ પણ વાંચો: Relationship Tips: સંબંધોમાં છવાઈ ગઈ હોય નિરાશા તો આ ટીપ્સ અજમાવી વધારો એક્સાઈટમેંટ


બ્રેકઅપ પછી ન કરો આ ભુલ


બ્રેકઅપ પછી પોતાના એક્સના સંપર્કમાં રહેવાનું ટાળો. આ સિવાય થોડા સમય માટે સોશિયલ મીડિયાથી પણ દૂર રહો અને એક્સને સ્ટોક કરવાનું ટાળો.