What Married Life Secret Will You Never Tell Your Best Friend: મિત્ર અને લાઇફ પાર્ટનર 2 અલગ-અલગ હોય છે, બંનેનું મહત્વ પોતાની જગ્યાએ છે, પરંતુ ખુશ જિંદગી માટે જરૂરી છે કે તમે આ સંબંધો વચ્ચે બેલેન્સ બનાવી રાખો. જે રીતે મિત્રોની દરેક વાત જીવનસાથીને ન જણાવી શકાય, તેમ પરીણિત જીવનના ઘણા રાઝ ફ્રેન્ડ્સની સામે ન ખોલવા જોઈએ, ભલે તે વ્યક્તિ ગમે એટલી નજીક હોય, એક લક્ષ્મણ રેખા હોય છે જેને પાર કરવી યોગ્ય નથી. આવો સમજવાનો પ્રયાસ કરીએ કે બેસ્ટ ફ્રેન્ડને મેરિડ લાઇફના કયા-કયા સીક્રેટ્સ ન જણાવવા જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિત્રોને ન જણાવો પતિ-પત્ની વચ્ચેની આ વાતો


1. નાણાકીય કંડીશન
લગ્ન પછી તમારી આર્થિક સ્થિતિ ઘણીવાર બદલાતી રહે છે કારણ કે નવા સંબંધને મેનેજ કરવા માટે ઘણો ખર્ચ કરવો પડે છે. હા, થોડા સમય પછી આર્થિક સ્થિતિ ચોક્કસપણે સારી થઈ જશે, પરંતુ આવી સમસ્યાઓ મિત્રને કહેવાનો કોઈ ફાયદો નથી કારણ કે આ બાબતો ફક્ત પતિ-પત્ની વચ્ચે જ મર્યાદિત હોવી જોઈએ.


2. પરસ્પર વિવાદો
દરેક વિવાહિત જીવનમાં કેટલાક વિવાદો હોય છે, જો કે આ વિવાદોને મિત્રો સાથે શેર કરવાથી સંબંધને નુકસાન થાય છે. તમારા સંબંધમાં રહેલી ખામીઓ વિશે તેમને વાકેફ કરવાથી વધુ સમસ્યાઓ ઊભી થઈ શકે છે.


3. બેડરૂમ સીક્રેટ્સ
મેરિડ લાઇફ બાદ કેટલાક બેડરૂમ સીક્રેટ્સ જરૂર હોય છે, જે પતિ-પત્ની વચ્ચે રહેવા જોઈએ. જો તમે તેને મિત્રો વચ્ચે શેર કરશો તો તે પર્સનલ સ્પેસ વિરુદ્ધ હશે. હાં, જો કોઈ મેડિકલ ઈશ્યુ છે તો ડોક્ટરની સલાહ લો, મિત્રોની નહીં.


4. સાસુ વહૂના ઝગડા
દરેક ઘરમાં સાસુ-વહૂ વચ્ચે તણાતણી થાય છે. જો તમે આ વિવાદથી પરેશાન છો તો તેનો ઉકેલ ચાર દિવાલો વચ્ચે લાવો, મિત્રો વચ્ચે આ વાત લઈ જવી ખતરનાક સાબિત થઈ શકે છે, કારણ કે ઘરનો વિવાદ બહાર આવી જાય છે.