Parenting Tips: અંબાણી પરિવારના બાળકો ફક્ત તેની નેટવર્થના કારણે જ ચર્ચામાં રહે છે તેવું નથી. ઈશા અંબાણી, અનંત અંબાણી અને આકાશ અંબાણી તેના કલ્ચર, સંસ્કાર અને સ્વભાવના કારણે પણ ચર્ચામાં રહે છે. તેના માટે નીતા અંબાણીના સંસ્કારના વખાણ થાય છે. નીતા અંબાણી બિઝનેસમાં મુકેશ અંબાણીને સપોર્ટ કરે છે તે રીતે બાળકોને પણ સંસ્કાર આપી મોટા કર્યા છે. નીતા અંબાણીના સંસ્કારના કારણે ઈશા, અનંત અને આકાશ અંબાણી સરળ સ્વભાવના અને સફળ થયા છે. નીતા અંબાણીની આ 5 પેરેટીંગ ટીપ્સ છે તે આજે તમને જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમયની વેલ્યૂ કરો
આ પણ વાંચો:
સાચો પ્રેમ કરતાં પાર્ટનરમાં જોવા મળે છે આ ગુણ, જીવનભર દિલથી નિભાવે સંબંધ

નીતા અંબાણી સમયની વેલ્યૂ કરવા પર ભાર મુકે છે. તેમણે ત્રણેય બાળકોને શીખવાડ્યું છે કે સમય કીમતી હોય છે અને ઉંમર પ્રમાણે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. તેથી ભણવાથી લઈને ભોજન સુધીની બાબતો માટે ટાઈમ ટેબલ ફીક્સ કરવું જોઈએ. 


બાળકો માટે ઉપલબ્ધ રહો

નીતા અંબાણી પોતે પણ બિઝનેસ અને અન્ય જવાબદારીઓ સંભાળે છે પરંતુ બાળકો માટે તે હંમેશા અવેલેબલ રહી છે. બાળકોને તેઓ ઈમોશનલ સપોર્ટ હંમેશા આપે છે. સાથે જ તે શીખવાડે છે કે લાઈફને બેલેન્સ કેવી રીતે કરવી.


આ પણ વાંચો: Relationship Tips: પાર્ટનર કંટ્રોલિંગ નેચરના છે કે આઝાદી આપનાર? આ લક્ષણો પરથી જાણો


નાણાકીય જવાબદારી


દુનિયાના અમીર પરીવારોમાંથી એક એવા અંબાણી પરીવારના બાળકોને નીતા અંબાણીએ પૈસાની વેલ્યૂ કરતા શીખવ્યું છે. બાળકો નાના હતા ત્યારે તેઓ બાળકોને એક નક્કી કરેલી અમાઉન્ટ જ ખર્ચ કરવા માટે આપતા હતા. જેથી બાળકો સમજે કે તેમની જવાબદારી શું છે અને તેમાં શોખ કેવી રીતે પુરા કરવા. 


પોતાના કલ્ચર વિશે સમજાવવું

નીતા અંબાણી પોતાના બાળકોને પોતાની સંસ્કૃતી સાથે કેવી રીતે જોડાઈને રહેવું તે સમજાવ્યું છે. તેમના ઘરના દરેક પૂજા-પાઠમાં તેના બાળકો ખુશીથી જોડાય છે. તેમણે નાનપણથી બાળકોને સંસ્કાર આપ્યા છે. જેથી તેમને ઈમોશનલ ગ્રોથ મળે. 


આ પણ વાંચો:Married Life: લગ્નજીવનમાં મુશ્કેલ સમય ચાલી રહ્યો છે ? તો આ રીતે સંબંધને બનાવો મજબૂત


બાળકો પર નજર


નીતા અંબાણીએ તેમના બાળકોની પ્રાઈવસી જાળવી અને તેમના પર ધ્યાન પણ રાખ્યું છે. તે બાળકને કંટ્રોલ કરતા નથી. તેમની ભુલ થાય તો તેમને શીખ આપે છે. સાથે જ તે નજર રાખે છે કે બાળકોના જીવનમાં શું ચાલે છે. 


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)