Breakup: બ્રેકઅપ પછી 2 મહિના ડિપ્રેશનમાં હતી નોરા ફતેહી, મુશ્કેલ સમયમાંથી આ રીતે કર્યું મુવ ઓન
Nora Fatehi Breakup: નોરા ફતેહીની આવી હાલત રિલેશનશિપ તૂટવાના કારણે થઈ હતી. બ્રેકઅપ પછી નોરા ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. એક ઇન્ટરવ્યૂ દરમ્યાન નોરાએ રિલેશનશિપ અને બ્રેકઅપ વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે જ્યારે તેનું બોલીવુડના એક અભિનેતા સાથે બ્રેકઅપ થયું ત્યારે તે સમય ખૂબ જ પીડાદાયક હતો.
Nora Fatehi Breakup: નોરા ફતેહી બોલીવુડનું જાણીતું નામ છે. તે પોતાના ડાન્સ અને ટોંડ ફિગર માટે ચર્ચામાં રહે છે. તેની સ્ટાઈલ, ફિટનેસ અને બ્યુટી તેને બધાથી અલગ બનાવે છે. પરંતુ હંમેશા ખુશ રહેતી નોરા ફતેહી એક સમયે ડિપ્રેશનમાં હતી. તે એટલી તૂટી ગઈ હતી કે તે રૂમમાં એકલી બંધ રહેવા લાગી હતી. તેને એ વાતની પણ ખબર ન હતી કે જિંદગીમાં તે આગળ શું કરશે. આવી પરિસ્થિતિમાંથી આગળ વધીને આજે નોરા બોલીવુડનું જાણીતું નામ બની છે.
આ પણ વાંચો: Sugar Daddy: સુગર ડેડી કોને કહેવાય? રિલેશનશિપમાં શા માટે વધી રહ્યો છે આ ટ્રેન્ડ ?
નોરા ફતેહીની આવી હાલત રિલેશનશિપ તૂટવાના કારણે થઈ હતી. બ્રેકઅપ પછી નોરા ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. એક ઇન્ટરવ્યૂ દરમ્યાન નોરાએ રિલેશનશિપ અને બ્રેકઅપ વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે જ્યારે તેનું બોલીવુડના એક અભિનેતા સાથે બ્રેકઅપ થયું ત્યારે તે સમય ખૂબ જ પીડાદાયક હતો. બ્રેકઅપ પછી તે ભાંગી પડી હતી. અભિનેત્રીનું કહેવું છે કે બ્રેકઅપ પછીનો સમય યુવતીઓ માટે મુશ્કેલ હોય છે.
આ પણ વાંચો: Relationship Tips: રિલેશનશિપમાં પુરુષો શા માટે કરે છે ચીટીંગ? આ 5 કારણ જાણવા જેવા છે
તેણે જણાવ્યું કે બ્રેકઅપ પછી બે મહિના સુધી તે ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ. તે એટલી ભાંગી પડી હતી કે તેને લોકો સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું અને હંમેશા રડતી રહેતી. જો તે કામ માટે ઓડિશન માટે જાય તો પણ રડવા લાગતી. બ્રેકઅપ પછી બે મહિના સુધી તે ડિપ્રેશનમાં રહી હતી. પરંતુ ત્યાર પછી તેણે પોતાની જાતને સંભાળી લીધી અને હવે તેની જિંદગી બદલાઈ ગઈ.
નોરા ફતેહીનું કેવું છે કે રિલેશનશિપ અને પછી બ્રેકઅપ થી તેણે ઘણું બધું શીખ્યું અને પોતાનામાં પણ ઘણા બધા ફેરફાર કરી લીધા. જેના કારણે હવે તે વધારે મેચ્યોર, મજબૂત અને જવાબદાર થઈ ગઈ છે.
આ પણ વાંચો:કોઈપણ પુરુષ હોય આ 5 પ્રશ્નો પૂછો એટલે બોલતી થઈ જાય બંધ, પતિને પૂછીને કરી લો ટ્રાય
આ રીતે નોરા ફતેહીએ કર્યું મુવ ઓન
નોરા ફતેહીનું કહેવું છે કે તેનું બ્રેકઅપ ઝઘડા ના કારણે થયું હતું. બ્રેકઅપ પછી તેણે પોતાની જાતને સમજાવી કે એવા ઘણા લોકો હોય છે જેને દુનિયામાં બ્રેકઅપ જેવી તકલીફમાંથી પસાર થવું પડે છે. પરંતુ તેઓ પોતાની જાતને સંભાળી અને આગળ વધે છે. આ વાત પરથી પ્રેરણા લઈને તેણે પણ પોતાનો આત્મવિશ્વાસ વધાર્યો અને પોતાનામાં ફેરફાર કર્યા. સાથે જ તેણે કામ પર ધ્યાન આપીને માઈન્ડ ડાયવર્ટ કર્યું. ત્યાર પછી નોરા ફતેહીની સફળતા પણ સાતમા આસમાને પહોંચી ગઈ.