પાર્ટનરને કિસ કરવી એ સેક્સ્યુઅલ ઈન્ટીમસીનો ભાગ હોય છે. એક બીજાને કિસ કરીને લોકો સામેવાળી વ્યક્તિને પોતાના પ્રેમનો ઈઝહાર કરે છે. આ સાથે જ પાર્ટનર્સ વચ્ચેના સંબંધો પણ મજબૂત થાય છે. એવું માનવામાં આવે છે કે કિસ કરવો એક પ્રેમભર્યો સ્પર્શ હોય છે. જેનાથી બે લોકો પરસ્પર જોડાય છે. કદાચ તમને એ નહીં ખબર હોય કે કિસ કરવાથી કેટલીક સમસ્યાઓ પણ પેદા થાય છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે કિસ કરવાથી ઓરલ ડિસિઝનું જોખમ પણ ઘણું વધી જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવું ત્યારે થાય જ્યારે તમારા પાર્ટનર ઓરલ હાઈજીનને સારી રીતે ફોલો ન  કરતા હોય. ઓરલ ડિસીઝ ચેપી ગણાય છે અને તેને પેદા કરનારા બેક્ટેરિયાના સંપર્કમાં આવ્યા બાદ વ્યક્તિ તેનાથી સંક્રમિત થઈ જાય છે. 


એક્સપર્ટ્સનું કહેવું છે કે જ્યારે તમે તમારા પાર્ટનરને કિસ કરો છો ત્યારે બંનેના મોઢાના લગભગ 80 મિલિયન બેક્ટેરિયાનું આદાન પ્રદાન થાય છે અને જો તમારો પાર્ટનર લાંબા સમયથી ડેન્ટિસ્ટ પાસે ન ગયો હોય કે ઓરલ હાઈજીન ફોલો ન કરે તો તેના મોઢાના ખરાબ બેક્ટેરિયા તમારા મોઢામાં આવવાની શક્યતા વધુ રહે છે. તેનાથી તમને અનેક પ્રકારના ઓરલ ડિસિઝનો સામનો કરવો પડે છે. 


કિસ કરતી વખતે થઈ શકે છે આ રોગો
ઓરલ પ્રોબ્લમ્સ અનેક પ્રકારના હોય છે. જરૂરી નથી કે બધા જોખમી જ હોય. મોઢાની બીમારીથી સંક્રમિત થવાનું જોખમ ત્યારે વધુ હોય છે જ્યારે બીમારીનો મામલો બેક્ટેરિયા કે વાઈરસના કારણે હોય. જો તમારા દાંત સફેદ હોય અને સ્વચ્છ હોય તો પણ તમારે ઓરલ ડિસીઝની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવો જાણીએ આ બીમારીઓ વિશે...


કેવિટી
કેવિટી સામાન્ય રીતે દાંતમાં સડાના કારણે થાય છે. જે સ્ટ્રેપ્ટોકોકસ મ્યુટન્સ નામના એક ખાસ પ્રકારના બેક્ટેરિયાના કારણે થાય છે. આ પ્રકારના બેક્ટેરિયા એક ખાસ પ્રકારના એસિડનું ઉત્પાદન કરે છે જે દાંતના ઈનેમલને ધીરે ધીરે તોડી નાખે છે. જેનાથી દાંત સડવા લાગે છે. જો યમસસર તે રોકવામાં ન આવ્યું તો એક સમયમાં એકથી વધુ દાંતને પ્રભાવિત કરી શકે છે. આ બેક્ટેરિયા લાળના માધ્યમથી એક વ્યક્તિથી બીજી વ્યક્તિના મોઢામાં સરળતાથી પહોંચી શકે છે. 


પેઢાના રોગ
પેઢામાં સોજો બેક્ટેરિયાની વિભિન્ન પ્રજાતિઓના કારણે થાય છે. એકવાર આ બેક્ટરેરિયાથી સંક્રમિત થયા બાદ વ્યક્તિને લાંબા સમય સુધી કોઈ મૌખિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જ્યારે બેક્ટેરિયા વ્યક્તિના પેઢાના સંપર્કમાં આવે છે ત્યારે તે એક પોઈઝન છોડે છે જે પેઢાની નાજુક ત્વચાને પરેશાન કરે છે. જેનાથી સોજો આવે છે. તેનાથી બ્રશ કરતી વખતે પેઢામાંથી લોહી આવવું અને દુર્ગંધ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. 


પેરીયોડોન્ટલ ડીસીઝ
પેરીઓડોન્ટલ બીમારી એક એવી સ્થિતિ છે જેમાં પેઢાની રેખાની નીચે પસ થવા લાગે છે, સમયાંતરે તે સોજાને વધારે છે અને બોન ટિશ્યુને પ્રભાવિત કરવા લાગે છે. તેનાથી દાંતના મૂળ ખરાબ થાય છે અને તમારા દાંત સડવા લાગે છે. વયસ્કોમાં દાંત પડવાનું સૌથી સામાન્ય કારણ પેરીઓડોન્ટલ ડિસીઝ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube