નવી દિલ્હીઃ Palmistry in Gujarati: જે રીતે જ્યોતિષ શાસ્ત્રમાં કુંડળીના માધ્યમથી જીવન વિશે જાણકારી હાસિલ થાય છે. તે રીતે હસ્તરેખા શાસ્ત્રમાં હથેળીમાં બનેલી રેખાઓ અને ચિન્હો દ્વારા જાણકારી મેળવી શકાય છે. દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેને એક સારો જીવનસાથી મળે. તે માટે લોકો સમજી-વિચારીને લગ્નના બંધનમાં બંધાવાનો નિર્ણય કરતા હોય છે. પરંતુ ઘણીવાર લગ્ન બાદ કલહની સ્થિતિ ઊભી થતી હોય છે, જેના કારણે છૂટાછેડા પણ લેવા પડે છે. તે માટે હથેળીમાં લગ્ન રેખા કારણ હોઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે શાખા
જે પુરૂષોની હથેળીમાં લગ્ન રેખામાં બે શાખાઓ નિકળી રહી છે તેનું લગ્ન જીવન ઉથલ-પાથલ ભરેલું હોય છે. તેવા લોકોના લગ્ન તૂટવાની શક્યતા વધુ હોય છે. લગ્ન જીવનમાં વધુ સમય સુધી પ્રેમ સંબંધ રહેતો નથી. 


આ પણ વાંચોઃ સુરતના શાહ પરિવારની લાડલી પ્રિશા દીક્ષા લેશે, 12 વર્ષની દીકરી સંયમના માર્ગે જશે


શાંતિ
બે મુખી લગ્ન રેખાથી એક્સ્ટ્રા મેરિટલ અફેરનો પણ સંકેત મળે છે. પરંતુ આવા લોકોને આગળ ચાલીને શાંતિ નથી મળથી અને ઘણીવાર ખોટા પગલા ભરવાના ચક્કરમાં પોતાનું નુકસાન કરી બેસે છે. 


બીજા લગ્ન
આવા લોકો પોતાના પ્રથમ લગ્નથી છૂટાછેડા લે છે અને બીજા લગ્ન કરે છે. તેમ છતાં તેને શાંતિ મળતી નથી. આ લોકો ખુદને લગ્ન જીવનમાં ફસાયેલા અનુભવે છે. આ લોકો હંમેશા બીજાની સાથે ખુશી શોધવાનો પ્રયાસ કરે છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)


આ પણ વાંચોઃ Zodiac Sign: આ 5 રાશિના જાતકોને આવે છે ભયંકર ગુસ્સો, જલ્દી થઈ જાય છે ક્રોધિત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube