Relationship Tips: પાર્ટનરની બોડી લેંગ્વેજ પરથી જાણો સંબંધમાં ફિઝિકલ ઈન્ટિમસીની છે જરૂર
Relationship Tips: નજરની સામે ખાવાની કોઈ મનપસંદ વસ્તુ આવે તો મોઢામાં પાણી આવી જાય છે, કોઈ મનપસંદ વસ્તુ દેખાય તો આંખોમાં ચમક વધી જાય છે. તેવી જ રીતે જ્યારે સંબંધોમાં ફિઝિકલ ઈન્ટિમસીની જરૂર પડે છે તો પાર્ટનરની બોડી લેંગ્વેજ તેના વિશે પણ ઈશારો કરે છે.
Relationship Tips: કોઈપણ પ્રકારની ઈચ્છા હોય તો તેના ઈશારા શરીર પણ આપે છે. જેમકે નજરની સામે ખાવાની કોઈ મનપસંદ વસ્તુ આવે તો મોઢામાં પાણી આવી જાય છે, કોઈ મનપસંદ વસ્તુ દેખાય તો આંખોમાં ચમક વધી જાય છે. તેવી જ રીતે જ્યારે સંબંધોમાં ફિઝિકલ ઈન્ટિમસીની જરૂર પડે છે તો પાર્ટનરની બોડી લેંગ્વેજ તેના વિશે પણ ઈશારો કરે છે. પાર્ટનરના હાવ ભાવ, તેની બોડી લેંગ્વેજ ફિઝિકલ રિલેશનશિપની જરૂરિયાત છે તે વાત વ્યક્ત કરે છે. બસ જરૂરી હોય છે આ ઈશારાને સમજવાની.
આ પણ વાંચો: Formula of Love: કેવી રીતે પડે છે બે લોકો પ્રેમમાં ? પ્રેમનો આ ફોર્મૂલા કરે છે કામ
આજે તમને પાર્ટનરના એ ઈશારા વિશે જણાવીએ જે દર્શાવે છે કે પાર્ટનરને ફિઝિકલ ઈન્ટિમસીની જરૂર છે. દરેક કપલે આ વસ્તુને ધ્યાનમાં રાખવી જોઈએ. કારણ કે કેટલાક લોકો આજના સમયમાં પણ ફિઝિકલ નીડને લઈને ખુલીને ચર્ચા કરી શકતા નથી. આવી સ્થિતિમાં બોડી લેંગ્વેજને સમજવી જરૂરી થઈ જાય છે.
આંખો અને હોઠના ઇશારા
આ પણ વાંચો: Parenting Tips: બાળકો સામે ભુલથી પણ કરવી નહીં આ 5 વાતો, બાળકના મન પર થશે ખરાબ અસર
જો પાર્ટનર ફિઝિકલ ઈન્ટિમસી માટે એક્સાઇટેડ હશે તો તેની આંખમાં ચમક હશે. તેની આંખ અને હોઠના હાવ ભાવમાં બદલાવ જોવા મળશે. જો પાર્ટનર અચાનક તમારી નજીક આવે અને તમને અલગ જ રીતે જોવે તો સમજી જજો કે તેની ઈચ્છાઓ શું છે.
ઈરોટિક ઈશારા
હોઠ પર જીભ ફેરરવી, હોઠ પર દાંત મારવા જેવા ઈશારા પણ પોતાના પાર્ટનરને આકર્ષવાની ટ્રિક છે. આવા ઈરોટિક ઈશારા ઘણી વખત ફિલ્મોમાં પણ જોવા મળે છે. આ ઈશારા પાર્ટનર ત્યારે કરે છે જ્યારે ફિઝિકલ ઈન્ટિમસીની નીડ હોય.
આ પણ વાંચો: Relationship Tips: છોકરીઓને સૌથી વધુ ગમે છે છોકરાઓની આ 3 વાતો, તમારામાં છે કે નહીં?
ઈરોટિક અવાજ
જ્યારે પાર્ટનર પોતાના મનની ઈચ્છા ખુલીને કહી શકતા નથી ત્યારે તેઓ ઈરોટિક અવાજમાં વાતચીત કરે છે. કેટલીક વખત એટલા નજીક આવીને વાત કરે છે કે જેના શ્વાસ પાર્ટનરના શરીરને સ્પર્શ કરે. આ ઈશારો પણ ફિઝિકલ ઈન્ટિમસીની ઈચ્છા દર્શાવે છે.
હોટ કપડાં પહેરવા
જ્યારે ફીમેલ પાર્ટનર ફિઝિકલ ઈન્ટિમસીની ઈચ્છા ધરાવે છે તો તે આ રીતે પણ ઈશારો કરે છે. જો તમારી પત્ની હોટ કપડાં પહેરીને તમારી સામે આવે તો સમજી લેજો કે તેની ઈચ્છા શું છે..