Relationship: ભારતના જાણીતા મ્યુઝિક કમ્પોઝર અને સિંગર એ.આર રહેમાન પોતાના શાનદાર મ્યુઝિક અને ગીતના કારણે દુનિયાભરમાં પ્રખ્યાત છે. પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા જ તેણે પોતાની પત્ની સાયરા બાનોથી અલગ થવાની ઘોષણા કરી. 57 વર્ષે એ આર રહેમાનને 29 વર્ષના લગ્ન જીવનના અંતની ઘોષણા કરી. ત્યારથી સૌના મનમાં એક પ્રશ્ન છે કે એ આર રહેમાને લગ્નના આટલા વર્ષો પછી આ ઉંમરે ડિવોર્સનો નિર્ણય શા માટે લીધો ? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: લાઈફસ્ટાઈલમાં આ 5 સિંપલ ફેરફાર કરીને પુરુષો દવા વિના વધારી શકે છે સ્ટેમિના


મોટી ઉંમરે ડિવોર્સ અંગે એક્સપર્ટ જણાવે છે કે, આ ઉંમરે લગ્નના વર્ષો પછી ડિવોર્સ લેવા પાછળ ઘણા બધા કારણ જવાબદાર હોઈ શકે છે. લગ્ન એવો સંબંધ છે જેમાં અલગ અલગ ફેઝ હોય છે. આ ફેઝ દરમિયાન ઘણા પડાવ આવે છે. જ્યારે લગ્ન થયા હોય છે ત્યારે બે વ્યક્તિ યુવાન હોય છે. તે સમયે એકબીજા પ્રત્યે પ્રેમ અને આકર્ષણ પણ વધારે હોય છે. ત્યાર પછી પતિ પત્ની માતા-પિતા બને છે અને તેઓ બાળકોમાં વ્યસ્ત થઈ જાય છે. 


આ પણ વાંચો: મહિલાઓને નાની વયના છોકરાઓ શા માટે વધારે ગમે છે? રિસર્ચમાં સામે આવ્યું આવું કારણ


બાળકો થતા હોય ત્યારે મોટાભાગે પુરુષ પોતાની જવાબદારી અને કામોમાં વ્યસ્ત થઈ જાય છે. માતા-પિતા તરીકેની પોતાની જવાબદારી નિભાવવામાં તેઓ ભૂલી જાય છે કે તેઓ પતિ પત્ની પણ છે. બંને જવાબદારીઓમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે પછી જ્યારે બાળકો મોટા થાય છે અને તેઓ પોતાની લાઇફમાં બીઝી થઈ જાય છે તો બે વ્યક્તિ એકલતા અનુભવવા લાગે છે. 


આ પણ વાંચો: Relationship Tips: આ ભૂલના કારણે સંબંધમાં પડે છે એવી તિરાડ છે ક્યારેય ભરાતી નથી


એ.આર રહેમાને 1995 માં સાયરાબાનો સાથે લગ્ન કર્યા હતા. બંનેના અરેન્જ મેરેજ થયા હતા અને લગ્ન પછી તમને ત્રણ બાળકો છે. થોડા વર્ષો પહેલા જ એ આર રહેમાન ની દીકરી ખતીજાના લગ્ન થયા હતા. એ.આર રહેમાન ઇન્ડસ્ટ્રીઝ નું મોટું નામ છે તેઓ ઓસ્કાર એવોર્ડ પણ જીતી ચૂક્યા છે. 


આ પણ વાંચો: જાણી લો લવ મેરેજના 5 ફાયદા, આ વાત જાણી માતા-પિતા સામેથી કહેશે પ્રેમ લગ્ન જ કરો


જોકે એ આર રહેમાન પહેલા વ્યક્તિ નથી જેઓ મોટી ઉંમરે અને લગ્નના વર્ષો પછી ડિવોર્સ લઈ રહ્યા હોય. બોલીવુડથી લઈને સાઉથ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા આશિષ વિદ્યાર્થીએ પણ 60 વર્ષની ઉંમરે ડિવોર્સ લઈને બીજા લગ્ન કર્યા હતા. બોલીવુડ સુપરસ્ટાર આમિરખાને પણ લગ્નના 16 વર્ષ પછી ડિવોર્સની ઘોષણા કરી હતી.