ધન-દોલત નહીં પુરુષની આ એક વસ્તુ પર બધુ જ નૌછાવર કરી દે છે મહિલાઓ! જાણીને ચોંકી જશો
Relationship: શું તમે જાણો છોકે, પુરુષોની કઈ વાતની દિવાની હોય છે મહિલાઓ? પુરુષોમાં એવી કઈ ખૂબી હોય છે જે મહિલાઓને હોય છે ખુબ પસંદ? જાણો આવા અનેક સવાલોના રોચક જવાબો...
Relationship: સામાન્ય રીતે રિલેશનશિપમાં પુરુષો માટે સેક્સ સૌથી મહત્ત્વની બાબત હોય છે. જ્યારે સ્ત્રીઓ માટે પ્રેમ. નિષ્ણાતો કહે છેકે, સ્ત્રી પ્રેમ મેળવવા માટે સેક્સ આપે છે. જ્યારે પુરુષ સેક્સ મેળવવા માટે પ્રેમ આપે છે. દુનિયાના મોટા મોટા દેશોમાં આ બાબત પર અનેક વાર રિસર્ચ થઈ ચુકી છે. ત્યારે અહીં વિષય છેકે, પુરુષોની એવી કઈ બાબત છે જે સ્ત્રીને સૌથી વધુ પસંદ પડે છે? શું તમે જાણો છોકે, પુરુષોની કઈ વાતની દિવાની હોય છે મહિલાઓ? પુરુષોમાં એવી કઈ ખૂબી હોય છે જે મહિલાઓને હોય છે ખુબ પસંદ? જાણો આવા અનેક સવાલોના રોચક જવાબો...
મહિલાઓ પુરુષો પાસે ઈચ્છે છે આ ખાસિયત
પાર્ટનરના સંબંધોને સાચવે તે ઈચ્છા હોય છે
સારો વ્યવહાર સેક્સ અને પૈસાથી વધુ મહત્વપૂર્ણ
કોઈપણ સંબંધનો પાયો સારી બાબત પર ટકેલો હોય છે. જીવનસાથી પસંદ કરવા માટે લોકો માત્ર શારીરિક બાંધો, સુંદરતા અને પૈસા નથી જોતા. પરંતુ અનેક એવા ફેક્ટર પણ જરૂરી હોય છે. એક નવા સંશોધનમાં સામે આવ્યું છે કે વાત જ્યારે મજબૂત સંબંધોની હોય તો પાર્ટનરના પરિવાર અને મિત્રોની સાથે સારો વ્યવહાર, સેક્સ અને પૈસાથી વધુ મહત્વપૂર્ણ હોય છે. સંશોધનમાં પાર્ટનરની સૌથી જરૂરી ખૂબીઓ અંગે વિસ્તારથી બતાવવામાં આવ્યું છે.
આ સંશોધનમાં પાર્ટનરના વ્યવહારમાં સેન્સ ઓફ હ્યુમર અને સેક્સ્યુઅલ સેટિસફેક્શન જેવી ક્વોલિટી શ્રેષ્ઠ ગણાય છે. પરંતુ કેટલાક લોકોનું એવુ જ માનવું છે કે તેમનો પાર્ટનર તેમના મિત્રો અથવા પરિવાર પ્રત્યે કેવું રિએક્ટ કરે છે આ ઘણુ જ મહત્વનું છે. યુનિવર્સિટી ઓફ નિકોસિયાના આ આંકડા પર બ્રિટનની ટોપ રિલેશનશીપ ચેરિટી રિલેટીના પ્રમુખના અમાંડા મેજરને કોઈ આશ્વર્ય નથી. તેના પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે એક બીજાના મિત્રોને પસંદ કરવા અને તેમની સાથે હળવાશ અનુભવવી સંબંધોને મજબૂત બનાવે છે અને સાથે જ પોતાનાપણાનો ભાવ લાવે છે.
તેમણે કહ્યું છે કે કોઈ પણ લોન્ગ ટર્મ રિલેશનશીપમાં મુશ્કેલીઓ આવે છે પણ જો આપણી પાસે સપોર્ટિવ પરિવાર હોય તો કપલ્સને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ મદદ મળી શકે છે. પણ એક શરત છે કે તેમના વ્યક્તિગત નિર્ણયો પર હાવિ ના હોવા જોઈએ અને બળજબરીથી કોઈપણ સમાધાન લાગુ ના કરે. સોશિયલ સાયન્ટિન્સ મેનેલોસ એપોસ્ટોલૂ અને ક્રિસ્ટોફોરોસ ક્રિસ્ટોફોરોના નેતૃત્વમાં નિકોસિયાના આ સંશોધનમાં 207 લોકોના અતિત અને વર્તમાનના સંબંધોના આધાર પર પ્રતિક્રિયાઓનું વિશ્લેષણ આપવામાં આવ્યું હતુ.
સ્ટડીમાં લોકોને એ પણ પૂછવામાં આવ્યું હતુ કે તે પોતાના પાર્ટનરમાં કયા ગુણોને સર્વોપરી માને છે. જેમકે તેમના ભરોસાપાત્ર અથવા વફાદાર હોવુ અથવા ફરી સમાધાન કરવાની પ્રવૃત્તિ અથવા જીવન પ્રત્યે પોતાના દ્રષ્ટિકોણમાં તે કેટલા સકારાત્મક હતાં. સ્ટડીમાં મહિલાઓથી વધુ પુરુષોએ એવુ માન્યુ કે એક સફળ રિલેશનશીપ માટે સેક્સ્યુઅલ સેટિસફિક્શન અને સમાધાન કરવાની યોગ્યતા વધુ મહત્વપૂર્ણ હોય છે. પરંતુ મહિલાઓએ એ વાતને વધુ પ્રાથમિકતા આપી કે તેમનો પાર્ટનર તેમને કમિટેડ હોવો જોઈએ.
એક્સપર્ટે પહેલાની સ્ટડીઝ અને ઈશારા કરતા કહ્યું છે કે માતાપિતા પોતાના બાળકોની પર્સનલ લાઈફ અને તેમના જીવનસાથીને લઈ ઘણો જ રસ દાખવે છે. જો તમારા પેરેન્ટ્સ જીવનસાથીને નાપસંદ કરે છે તો તે તમારા સબંધમાં હસ્તક્ષેપ કરવા લાગે છે. અહીં સુધી કે અનેક વખત તે રણનીતિઓનો ઉપયોગ પણ કરવા લાગે છે.
એક્સપર્ટ એ પણ કહે છે કે પોતાના પાર્ટનરના પરિવારજનોની સાથે રહેવામાં કપલ્સનો સંબંધ તૂટવાની સંભાવના પણ ઓછી થઈ જાય છે. પાર્ટનરના પરિવાર સાથે સંબંધ વધુ મજબૂત બની જાય છે. કલ્પસની બોન્ડિંગ આપો આપ મજબૂત થઈ જાય છે. આ જ રીતે પાર્ટનરના મિત્રો સાથે જો તમારી સારી બોન્ડિંગ નથી બની શકતી તો તમારો સંબંધ નબળો પડી શકે છે. આવુ એટલે થાય છે કે લોકોને મિત્રો પાસેથી સહાનુભૂતિ મળે છે તે અલગ અલગ નથી થવા માગતા...