Married Couple Problems: પુરુષો તો લાંબા સમયથી આવું કરતા જોવા મળે છે, ક્યારેક છૂપાઈને તો ક્યારેક ખુલ્લેઆમ. પરંતુ ફક્ત પુરુષો જ પોતાના જીવનસાથીને છેતરે છે એ કહેવું હવે ખોટું છે. અનેક પરિણીત મહિલાઓ પણ હવે પતિથી છૂપાવીને અફેર કરતી જોવા મળે છે. આની પાછળ કેટલાક કારણો પણ છૂપાયેલા છે. આ કારણો જાણવા ખુબ જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ મહિલાઓ લગ્નેત્તર સંબંધમાં પ્રવેશી જાય છે?


1. પતિ માટે દિલમાં પ્રેમ ન હોવો
મહિલાઓ સંબંધમાં ત્યારે દગો કરે છે જ્યારે તેમના મનમાં તેમના પતિ માટે બહુ જ ઓછો કે પછી બિલકુલ પ્રેમ નથી હોતો. આવું ત્યારે થતું હોય છે જ્યારે તેને પતિનો પ્રેમ, કેર મળી શકતા નથી. જેના કારણે ક્યાંકને ક્યાંક તે તેના પતિને નફરત કરવા લાગે છે, પતિથી દૂર થઈ જાય છે. આવામાં જો તે છૂટાછેડા આપવાની સ્થિતિમાં ન હોય તો લગ્ન તોડ્યા વગર કોઈ એવા બીજા પુરુષ સાથે સંબંધમાં આવી જાય છે જે તેની ભાવનાની કદર કરતો હોય. 


2. જ્યારે લગ્નજીવનમાં ખુશીની બાદબાકી થઈ ગઈ હોય
સ્ત્રીને તેના પતિથી ખુબ આશા હોય છે. આવામાં જ્યારે આ આશાઓ પૂરી  થતી નથી ત્યારે તેની પાસે સંબંધમાં ખુશ રહેવાનું કોઈ કારણ રહેતું નથી. આ અસંતુષ્ટિ એ હદ સુધી વધી જાય છે કે તે બીજા પુરુષોમાં પોતાની ખુશી શોધવા લાગે છે અને જાણે અજાણ્યે એક્સ્ટ્રા મેરિટલ અફેર કરી બેસે છે. 


3. ફિઝિકલી સેટિસ્ફાઈડ ન હોવું
સેક્સ્યુઅલ સેટિસ્ફેક્શન લગ્નજીવનની એક સૌથી મોટી સમસ્યા કહી શકાય. તેના વગર પતિ-પત્નીનું એક બીજા સાથે જીવનભર સાથે ખુશખુશાલ રહેવું એ મુશ્કેલ છે. આવામાં જ્યારે પત્ની જો તેના પતિથી ફિઝિકલી કનેક્ટેડ ન થઈ શકે તો તે બીજા પુરુષો તરફ આકર્ષિત થવા લાગે છે. આ એવું કારણ છે કે પુરુષ પણ પોતાની પત્નીને દગો કરતા વિચારતો નથી. 


4. લક્ઝરી લાઈફની ઈચ્છા
જો લગ્ન બાદ પતિ સારી લાઈફ ન આપી શકે, જરૂરિયાતો પૂરી ન કરી શકે કે તેની પત્નીના શોખ પૂરાં ન કરી શકે તો આવી સ્થિતિમાં પછી કેટલીક મહિલાઓ પોતાના માટે સારો વિકલ્પ પસંદ કરવામાં પણ પાછીપાની કરતી નથી. 


અહીં એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે કે ભલે દરેક પરિણીત મહિલાઓ ફક્ત પૈસા માટે પોતાના પતિને ન છોડે પરંતુ આ એક કારણસર અનેક મહિલાઓ પતિને દગો કરવામાં પોતાની કોઈ ભૂલ હોય એવું સમજતી નથી. કારણ કે પુરુષોને એવા પુરુષો વધુ પસંદ આવે છે જે તેમને મોંઘીદાટ ભેટ, દાગીના, અને કપડાં આપીને પેમ્પર કરતા હોય. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)