Relationship Tips: સંબંધોમાં મળતા આ Red Flag માં આંખ આડા કાન કરશો તો જીવનભર પસ્તાસો
Relationship Tips:આજનો સમય એવો થયો છે કે જો તમે આંખ બંધ કરીને કોઈ પર વિશ્વાસ કરો છો તો તમારું દિલ તૂટવાના ચાન્સ છે વધી જાય છે. તેથી પ્રેમમાં પડો તો પણ પાર્ટનરને સમજવા માટે અને સંબંધોના રેડ ફ્લેગને જાણવા જરૂરી છે. જો તમે આ રેડ ફ્લેગને ધ્યાનમાં ન લો તો સમજી લેજો કે તમે તમારા જીવનમાં જાતે જ સમસ્યાઓને આમંત્રણ આપી રહ્યા છો.
Relationship Tips: પ્રેમ આંધળો હોય છે... આવું તો તમે પણ હજારો નહીં લાખો વખત સાંભળ્યું હશે. પરંતુ જો દિલ તૂટવાના દર્દથી બચીને રહેવું હોય તો પ્રેમ કરતી વખતે આંખ ખોલીને ચાલવું જરૂરી છે. આજનો સમય એવો થયો છે કે જો તમે આંખ બંધ કરીને કોઈ પર વિશ્વાસ કરો છો તો તમારું દિલ તૂટવાના ચાન્સ છે વધી જાય છે. તેથી પ્રેમમાં પડો તો પણ પાર્ટનરને સમજવા માટે અને તેની ખામીઓને ઓળખવા માટે હંમેશાં સતર્ક રહેવું. કારણ કે સંબંધની શરૂઆતમાં જ કેટલાક રેડ રેડ ફ્લેગ જોવા મળે છે. જો તમે આ રેડ રેડ ફ્લેગને ધ્યાનમાં ન લો તો સમજી લેજો કે તમે તમારા જીવનમાં જાતે જ સમસ્યાઓને આમંત્રણ આપી રહ્યા છો.
સંબંધોમાં રેડ રેડ ફ્લેગ છે આ આદતો
આ પણ વાંચો: NATO Dating: સિચુએશનશિપ પછી ડેટ કરવાની નવી રીત છે નાટો ડેટિંગ, કમિટમેંટની ચિંતા નહીં
તમારી પસંદને મહત્વ ન આપવું
કોઈપણ રિલેશનશિપમાં બે વ્યક્તિ ખુશ ત્યારે જ રહી શકે છે જ્યારે તે એકબીજાનું સન્માન કરે અને એકબીજાની પસંદ નાપસંદને પણ મહત્વ આપે. પરંતુ જો તમારા પાર્ટનર તમારી પસંદ ના પસંદને ધ્યાનમાં લેતા નથી તો આ એક રેડ રેડ ફ્લેગ છે.
ઈર્ષા અને કંટ્રોલ
સંબંધમાં થોડી ઘણી ઈર્ષા તો દરેકને હોય. પરંતુ જો પાર્ટનર હદ કરતાં વધારે ઈર્ષા કરે અને તમારા પર નજર રાખે, એકલામાં મિત્રોને મળવા ન દે, તમે શું પહેરશો શું નહીં તે પણ નક્કી કરવા લાગે તો વ્યક્તિ ટોક્સિક હોઈ શકે છે. જો સંબંધોમાં પર્સનલ સ્પેસ મળતી ન હોય તો તેને પણ રેડ ફ્લેગ સમજો.
આ પણ વાંચો: ગુસ્સાના કારણે તુટી શકે છે વર્ષો જુના સંબંધ પણ.. આ રીતે ક્રોધ પર મેળવો કાબૂ
બદલવાનો પ્રયત્ન
પ્રેમમાં તમે જેવા છો તેવા કોઈ વ્યક્તિ સ્વીકારે તે જરૂરી છે. પરંતુ ઘણા લોકોને આદત હોય છે શરૂઆતમાં તો સ્વીકાર કરે પરંતુ પછી સતત તમને બદલવાના પ્રયત્ન શરૂ કરે. એટલું જ નહીં જો કોઈ વ્યક્તિ તમારી પસંદ નાપસંદને પણ બદલવા માંગે તો તે સારો સંકેત નથી.
અપમાનજનક વ્યવહાર
બે વ્યક્તિ વચ્ચે ઝઘડા થાય તે સામાન્ય વાત છે અને ઝઘડા થવા પણ જોઈએ. પરંતુ ઝઘડા દરમિયાન અપશબ્દો બોલવા, અપમાનજનક વ્યવહાર કરવો કે પછી હાથ ઉઠાવવો એ સૌથી મોટા રેડ ફ્લેગ છે. જે વ્યક્તિનો સ્વભાવ આવો હોય તેનાથી દૂર રહેવું જ સારું.
આ પણ વાંચો: હનીમૂન ટ્રીપને યાદગાર બનાવવી હોય તો જાણી લો હનીમૂન દરમિયાન શું કરવું અને શું નહીં...
ભવિષ્યની કોઈ યોજના ન હોવી
હેલ્ધી રિલેશનશિપ હેપ્પી ત્યારે બને છે જ્યારે ફ્યુચરને લઈને પ્લાનિંગ કરેલું હોય. જો કોઈ સંબંધમાં ફ્યુચર શું છે તે નક્કી જ નથી તો તે સારું નથી. જો તમારો પાર્ટનર પોતાના ફ્યુચર પ્લાનને લઈને ગંભીર નથી તો સમજી લેવું કે તમારા સંબંધોનું ફ્યુચર પણ શું હોય શકે?