Relationship Tips: વાતચીતને લઈ ફરિયાદ કરતાં કપલ ખાસ જાણે... રિલેશનશીપમાં હેલ્ધી કોમ્યુનિકેશનથી થતા લાભ વિશે
Communication in Relationship: વાતો એકબીજા સાથે શેર કરી લેવાથી સંબંધ મજબૂત થાય છે. સૌથી મહત્વનું તો એ છે કે જ્યારે તમે જરૂરી વાતો એકબીજાની સાથે શેર કરો છો તો ઝઘડો કરવાનું કોઈ કારણ જ બચતું નથી.
Communication in Relationship:કોઈપણ સંબંધનો પાયો વાતચીત, પ્રેમ અને લાગણી હોય છે. સંબંધ બે વ્યક્તિને એકબીજા સાથે જોડે છે. બે વ્યક્તિ દિલથી એકબીજા સાથે જોડાય તે માટે વાતચીત ખૂબ જ જરૂરી હોય છે. પરંતુ આજના સમયમાં ઘણા કપલની ફરિયાદ હોય છે કે તેમના પાર્ટનર તેમની સાથે રોજ વાત કરતા નથી. તો સામેના પાર્ટનર એવું માનતા હોય છે કે રોજ વાત કરવી જરૂરી નથી.. આ સમસ્યાનું સમાધાન આજે જણાવી દઈએ. જે લોકો એવું માને છે કે વાતચીત કરવી જરૂરી નથી તેઓ સમજી લે કે સંબંધમાં વાતચીત કરવી ફાયદાકારક છે.
આ પણ વાંચો: Relationship Tips: જે કપલ ફોલો કરે આ 5 ગોલ્ડન રુલ્સ તેનો સંબંધ વર્ષો સુધી રહે ખુશહાલ
આજની દોડધામ ભરેલી જિંદગીમાં દરેક વ્યક્તિ પાસે સમયનો અભાવ છે. તેવામાં જે લોકો રિલેશનશિપમાં હોય તેવું રોજ કલાકો સુધી એકબીજા સાથે વાત કરી શકતા નથી. રિલેશનશિપમાં રોજ કલાકો સુધી વાત કરવી જરૂરી નથી પરંતુ હા, વાતચીત થવી પણ જરૂરી છે. જો સંબંધમાં વાતચીત જ ન થાય તો સંબંધ પણ ટકતો નથી.
વાતચીત શા માટે જરૂરી ?
આ પણ વાંચો: પાર્ટનર સાથે સ્પેશિયલ ટાઈમ દર વખતે એન્જોય કરવો હોય તો આ 3 ટિપ્સ ફોલો કરો
રોજ પોતાના પાર્ટનર સાથે વાતચીત કરવી એટલા માટે જરૂરી છે કે વાતચીતના માધ્યમથી જ તમે જાણી શકશો કે પાર્ટનરના જીવનમાં શું ચાલી રહ્યું છે અને તે કેવો અનુભવ કરે છે. સાથે જ કેટલીક વાતો એવી હોય છે જેને શેર કરવી જરૂરી હોય છે. આ વાતો એકબીજા સાથે શેર કરી લેવાથી સંબંધ મજબૂત થાય છે. સૌથી મહત્વનું તો એ છે કે જ્યારે તમે જરૂરી વાતો એકબીજાની સાથે શેર કરો છો તો ઝઘડો કરવાનું કોઈ કારણ જ બચતું નથી.
અલગ અલગ પ્રકારની વાતચીત
આ પણ વાંચો: Relationship Mistakes: ઝઘડા પછી પતિને આ 4 વાતો સંભળાવવી એટલે સળગતામાં પેટ્રોલ છાંટવુ
દરેક વ્યક્તિની કમ્યુનિકેશનની સ્ટાઈલ અલગ હોય છે. જેમ કે ઘણા લોકોને રોજની નાની નાની વાતો પણ પાર્ટનર સાથે કરવી ગમે છે તો કેટલાક લોકો રજાના દિવસોમાં એકબીજાની સાથે શાંતિથી સમય પસાર કરી જરૂરી વાતોનું ડિસ્કશન કરે છે. તમે કોઈપણ રીતે કોમ્યુનિકેશન કરો પરંતુ મજબૂત અને લાંબા સંબંધો માટે જરૂરી છે કે પાર્ટનર એકબીજા સાથે વાત કરવામાં કમ્ફર્ટેબલ હોય.
આ વાત હંમેશા રાખો યાદ
આ પણ વાંચો: Relationship Tips: સંબંધોમાં મળતા આ Red Flag માં આંખ આડા કાન કરશો તો જીવનભર પસ્તાસો
રિલેશનશિપને ટકાવી રાખવા માટે ફક્ત વાત કરી લો તે જરૂરી નથી પરંતુ એક વાતનું ધ્યાન આપવું કે જ્યારે તમારો પાર્ટનર જરૂરી વાતો તમારી સાથે શેર કરે તો તમારું ધ્યાન બીજે ક્યાંય ન હોય જેમ કે ફોન કે ટીવીમાં ધ્યાન હોવું. જ્યારે પાર્ટનર વાત કરે તો તેને ધ્યાનથી સાંભળો. આ સિવાય વાતચીત કરવાથી ગેરસમજ પણ થતી નથી. કોઈપણ વાતને લઈને ચર્ચા કરી લેવાથી મગજ શાંત રહે છે અને સંબંધોમાં ગેરસમજ વધતી નથી.