Relationship Tips: યુવા અવસ્થામાં ડેટિંગ કરવું અને 30 ની ઉંમર પછી ડેટિંગ કરવું ખૂબ જ અલગ અલગ અનુભવ છે. 30 ની ઉંમરના લોકો પોતાના જીવનમાં ઘણા પ્રકારના અનુભવો કરી ચૂક્યા હોય છે સાથે જ તેઓ ખૂબ જ સ્પષ્ટ હોય છે કે તેમને સંબંધોમાં શું જોઈએ છે તેથી આ ઉંમરે ડેટિંગ કરવામાં કેટલીક સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે. જો તમે પણ 30 ની ઉંમરે કોઈને ડેટિંગ કરવાનું વિચારો છો અથવા તો ડેટિંગ કરી રહ્યા છો તો ડેટિંગ સમયે આ ભૂલ કરવાનું હંમેશા ટાળવું. જો તમે તમારા સંબંધોને મજબૂત બનાવી ટકાવી રાખવા માંગો છો તો ડેટિંગ સમયે આ ભૂલ ક્યારેય ન કરવી. જો આ બાબતનું ડેટિંગ સમયે ધ્યાન રાખશો તો તેનાથી તમને સંબંધોમાં આગળ વધવાની સરળતા પણ રહેશે.
 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાર્ટનરને બદલવાનો પ્રયત્ન


30 ની ઉંમરના લોકો પોતાના સ્વભાવ અને આદતોથી ટેવાયેલા હોય છે. આવી સ્થિતિમાં પોતાના પાર્ટનરને બદલવાનો પ્રયત્ન કરવાની ભૂલ કરવી નહીં. જો તમે પાર્ટનરને બદલવાનો પ્રયત્ન કરશો તો સંબંધ તૂટી પણ શકે છે.


આ પણ વાંચો:


કામસૂત્રની આ 4 ટીપ્સ કોઈપણ ઉંમરની વ્યક્તિની સેક્સ લાઈફને બનાવી શકે છે રોમાંચક


Relationship Tips: સેક્સ પહેલા કરશો આ 5 કામ તો બગડશે રાતની મજા, પાર્ટનર રહેશે નાખુશ


Couple Life: સેક્સ પછી તમારી સાથે પણ થાય આવું તો સમજી લેજો નોર્મલ છો તમે


ભૂતકાળને યાદ રાખવો


30 ની ઉંમર સુધીમાં લોકોને સંબંધોમાં અલગ અલગ પ્રકારના અનુભવો થઈ ચૂક્યા હોય છે આવી સ્થિતિમાં તમે ભૂતકાળના અનુભવોને સાથે લઈને નવા સંબંધોમાં જોડાશો તો નવા સંબંધ પર પણ તેની નકારાત્મક અસર પડી શકે છે.


પાર્ટનર પર પ્રેશર બનાવવું


30 ની ઉંમરમાં લોકો ઉપર ઘણી બધી જવાબદારીઓ હોય છે આવી સ્થિતિમાં પોતાના પાર્ટનર પર કોઈ પણ વસ્તુ માટે દબાણ કરવું મોટી ભૂલ સાબિત થઈ શકે છે. આમ કરવાથી તમારા પાર્ટનર તમારાથી દૂર થવા લાગશે.


પોતાનાથી કમ સમજવા


30 ની ઉંમરમાં લોકો ઘણી જવાબદારીઓ લેતા થઈ ગયા હોય છે. દરેક વ્યક્તિમાં પોતાનો આત્મવિશ્વાસ પણ હોય છે આવી સ્થિતિમાં જો તમે સામેની વ્યક્તિને પોતાનાથી ઓછી આંકશો તો તે તમારા સંબંધોને ખરાબ કરશે.



સંબંધોને મજબૂત બનાવવા આ વાતોનું રાખો ધ્યાન


- પોતાના પાર્ટનરને સમજવા માટે તેની સાથે સમય પસાર કરો તેના વ્યક્તિત્વ અને આદત બંનેને સારી રીતે સમજો.


- પાર્ટનર જેવા છે તેવા તેને સ્વીકારો આમ કરવાથી સંબંધોમાં વિશ્વાસ અને સન્માન વધશે.


- કોઈપણ સંબંધને સફળ બનાવવા માટે સમય અને પ્રયત્નોની જરૂર હોય છે જો તમે 30 ની ઉંમરે ડેટિંગ કરો છો તો સંબંધને પુરતો સમય આપો અને એકબીજાને સમજવાનો પ્રયત્ન ધીરજ સાથે કરો.