એવું કહેવાય છે કે પતિ અને પત્નીનો સંબંધ આપસી પ્રેમ, વિશ્વા, અને તાલમેળ પર આધારિત હોય છે. જ્યારે બે લોકો આ સંબંધમાં જોડાય છે ત્યારે બંનેએ કેટલાક ગ્રાઉન્ડ રૂલ્સને ફોલો કરવા પડે છે. જે તેમના લગ્નજીવનને ચલાવવામાં મદદ કરે છે. જો કે લગ્નની શરૂઆતમાં બધુ ઠીકઠાક હોય છે. પતિ અને પત્નીના સંબંધમાં દીવાનગી પણ જળવાયેલી હોય છે પરંતુ એક સમય બાદ એવું ફીલ થાય છે કે હવે સંબંધમાં પહેલા જેવી ઉષ્મા રહી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે આવી ફરિયાદો મોટાભાગે પત્ની તરફથી વધુ જોવા મળતી હોય છેકે જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ પતિનો તેમના માટેનો પ્રેમ ઓછો થતો જાય છે. મહિલાઓ ફરિયાદ પણ કરતી જોવા મળતી હોય છે કે 'તમે બદલાઈ ગયા છો'. જો તમારી સાથે પણ આવું થતું હોય તો અમે તમને આજે કેટલીક એવી વાતો જણાવીશું જેનાથી તમારા પતિ તો ખુશ થશે જ સાથેસાથે આખી જીંદગી તેમની દિવાનગી તમારા માટે જળવાઈ રહેશે. 


ઈમોશનલ ઈન્ટિમસી
ઈન્ટિમસીનો અર્થ ફક્ત શારીરિક  રીતે નજીક હોવું એ નથી પરંતુ એક બીજા સાથે ભાવનાત્મક અને માનસિક રીતે પણ નજીક હોવું એમ થાય છે. પાર્ટનર સાથે સેક્સ્યુઅલ ઈન્ટિમસી ડેવલપ કરવી ખુબ જરૂરી છે. પરંતુ જો તમારા સંબંધમાં ભાવનાત્મક ખેંચાણ નહીં હોય તો તે સંબંધ ટકવો મુશ્કેલ બની જાય છે. આવામાં જો તમે પણ ઈચ્છતા હોવ કે તમારા લગ્નમાં પહેલા જેવી જ ઉષ્મા રહે તો સૌથી પહેલા તમારા પતિ સાથે ઈમોશનલ ઈન્ટિમસી બનાવી રાખો. 


એક બીજાની પરવા
જે કપલના સંબંધમાં એક બીજાની પરવા કરવાનો ભાવ જોડાયેલો હોય તેમના સંબંધ હંમેશા મજબૂત બની રહે છે. જેટલું વધુ તમે એકબીજાને સમજો તેટલા જ તમે નીકટ રહો છો. આવામાં સૌથી વધુ એ જરૂરી છે કે તમે એકબીજા સાથે વાત કરતા રહો અને જાણવાની કોશિશ ક રો કે તમારા સંબંધમાં ખટાશનું કોઈ બીજું કારણ ત નથી ને. 


પતિને ગમતી વાનગી  બનાવો
જો તમે ઈચ્છતા હોવ કે તમારા પતિ તમારા પ્રત્યે લગાવ જાળવી રાખે તો તેમના માટે જાતે ખાવાનું બનાવવાની કોશિશ કરો. તેમની ફેવરિટ વાનગી બનાવો. તેનાથી તેને એવો અહેસાસ થશે કે તમે તેમને સ્પેશિયલ સમજો છો. આ રીતે તમારા પ્રત્યે તેમનું સન્માન વધશે. પછી ભલે તેઓ બોલે નહીં પરંતુ ધીરે ધીરે તમારી પરવા  કરવા લાગશે. 


પર્સનલ સ્પેસનું સન્માન
ટોક્સિક રિલેશનશીપમાં જ્યાં પાર્ટનર દર વખતે બાંધી રાખવા માંગતો હોય તો બીજી બાજુ પ્રેમ કરનાર પાર્ટનર પોતાના સાથીને આઝાદ મૂકે છે અને તેની પર્સનલ સ્પેસની કદર પણ કરે છે. આવામાં તમે તમારા પતિને બાંધવાની જરાય કોશિશ ન કરો. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube