Relationship Tips: લાઈફસ્ટાઈલમાં આ 5 સિંપલ ફેરફાર કરીને પુરુષો દવા વિના વધારી શકે છે સ્ટેમિના
Relationship Tips: સુખી લગ્નજીવન માટે જલ્દી લાઈફ સ્ટાઈલ અપનાવવી જરૂરી છે. ખાસ કરીને પુરુષો જો લાઈફ સ્ટાઈલમાં કેટલાક ફેરફાર કરી આહાર પર ધ્યાન આપે તો તેઓ કોઈપણ પ્રકારની દવા વિના સ્ટેમિના વધારી શકે છે.
Relationship Tips: આજના સમયમાં દરેક વ્યક્તિ પર કામનું પ્રેશર વધુતું જાય છે. જેના કારણે તેઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતા નથી. ઘણી વખત રાતની શિફ્ટમાં પણ કામ કરવું પડતું હોય છે જેના કારણે શરીરનું બેલેન્સ બગડી જાય છે. છેલ્લા કેટલાક દશકોમાં પુરુષોમાં શારીરિક અને માનસિક સમસ્યાઓ સ્ટ્રેસ અને અનિયમિત જીવન શૈલીના કારણે વધતી જાય છે. ખરાબ જીવનશૈલી અને આહાર પુરુષોની પ્રજનન ક્ષમતાને પણ પ્રભાવિત કરે છે. જેના કારણે પુરુષોને અલગ અલગ સમસ્યાઓ થતી જોવા મળે છે. ફર્ટિલિટી અને સ્ટેમિના સંબંધિત સમસ્યાઓમાં મોટાભાગે માનસિક અને શારીરિક સ્ટ્રેસ જવાબદાર હોય છે. આ સ્થિતિમાં જો પુરુષો ખાવા પીવામાં અને જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરે તો કોઈ પણ પ્રકારની દવા વિના પણ સ્ટેમિના વધારી શકાય છે. આજે તમને આ પાંચ ફેરફાર વિશે જણાવીએ. જેને કર્યા પછી તમારી બેડરૂમ લાઇફ પણ જોરદાર થઈ જશે.
આ પણ વાંચો: મહિલાઓને નાની વયના છોકરાઓ શા માટે વધારે ગમે છે? રિસર્ચમાં સામે આવ્યું આવું કારણ
બીમારીથી બચો
અંગત જીવનને ખુશહાલ રાખવા માટે સ્વસ્થ રહેવું જરૂરી છે. તેથી શરીરમાં જો કોઈ પણ પ્રકારની બીમારી કે સંક્રમણના લક્ષણ જણાય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરીને યોગ્ય સારવાર શરૂ કરો. શરીરમાં બીમારી હશે તો તમે સ્વસ્થ અનુભવ નહીં કરો અને તેનાથી લગ્ન જીવન પણ પ્રભાવિત થશે.
સ્વચ્છતા રાખો
પ્રાઇવેટ પાર્ટ સંબંધિત કોઈપણ સમસ્યાથી બચવું હોય તો સૌથી પહેલો ઉપાય છે સ્વચ્છતા. નિયમિત રીતે સાફ-સફાઈ કરવા ઉપરાંત કેટલાક હેલ્થ ચેક અપ પણ રેગ્યુલર કરાવવા જેથી કોઈપણ પ્રકારનો રોગ શરીરમાં વધે નહીં.
આ પણ વાંચો: Relationship Tips: આ ભૂલના કારણે સંબંધમાં પડે છે એવી તિરાડ છે ક્યારેય ભરાતી નથી
વ્યસન છોડો
જે પુરુષને પોતાની ક્ષમતા અને ફર્ટિલિટી વધારવી હોય તેને વ્યસન જેમ કે દારૂ અને સિગરેટ જેવી આદતો છોડી દેવી જોઈએ. ધુમ્રપાન અને દારૂનો વધારે પડતું સેવન માનસિક સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે અને ક્ષમતા ને પણ ઘટાડે છે.
હેલ્ધી લાઈફસ્ટાઈલ
હેલ્થી લાઈફ સ્ટાઈલ જાળવી રાખશો તો કોઈ પણ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાથી બચી જશો. તેના માટે નિયમિત પૂરતી ઊંઘ કરો. રોજ એક્સરસાઇઝ કરવી અને હેલ્ધી આહાર લેવો. આ સરળ ફેરફાર શરૂ કરશો તો પણ તમે અનુભવશો કે તમારી ક્ષમતા પર સારો પ્રભાવ જોવા મળે છે.
આ પણ વાંચો: જાણી લો લવ મેરેજના 5 ફાયદા, આ વાત જાણી માતા-પિતા સામેથી કહેશે પ્રેમ લગ્ન જ કરો
હેલ્ધી આહાર
શરીરને પર્યાપ્ત માત્રામાં પોષણ મળે તે ખૂબ જ જરૂરી છે. ડાયટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો જે પોષક તત્વોથી ભરપૂર હોય અને જે શરીરની શક્તિ વધારવાનું કામ કરે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)