Benching In Relationship: સમય ઝડપથી બદલી રહ્યો છે. જેની અસર લોકોના અંગત જીવન પર પણ જોવા મળે છે. સંબંધોની પરીભાષા પણ છેલ્લા કેટલાક વર્ષોમાં બદલી ગઈ છે. આજની જનરેશન સિચુએશનશિપ, ઓરબિટિંગ, કફિંગ, બેંચિંગ જેવી ટર્મ પર ચર્ચા કરે છે. કેટલાક લોકોને તો આ શબ્દોનો શું અર્થ થાય છે તે પણ ખબર નહીં હોય. આજે તમને આજના સમયમાં ઝડપથી વધી રહેલા બેંચિંગ વિશે જણાવીએ. આ કેટેગરીમાં ઘણા લોકો હોય છે પરંતુ તેમને ખબર પણ નથી હોતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Relationship Tips: લવ રિલેશનમાં આ સંકેતો મળે તો સમજી લેજો લગ્ન માટે તમે છો એકદમ રેડી


શું છે બેંચિંગનો અર્થ ?


એક યુવક કે યુવતી જ્યારે એક વ્યક્તિને કમિટેડ હોય પણ અન્ય એક ને બેકઅપ તરીકે રાખે તેને બેંચિંગ કહેવાય છે. મોટાભાગે યુવક કે યુવતી પોતાના બેસ્ટ ફ્રેન્ડને બેંચિંગ ઓપશન તરીકે રાખે છે. 


બેંચિંગના નુકસાન


બેંચિંગમાં મોટાભાગે ખાસ મિત્રને રાખવામાં આવે છે. એટલે કે જો પ્રેમી કે પ્રેમિકા બ્રેકઅપ કરે તો પછી બેકઅપ તરીકે રાખેલા બેસ્ટફ્રેન્ડ તેમને રિપ્લેસ કરે. ઘણા બ્રેસ્ટ ફ્રેન્ડ પણ એ તાકમાં જ હોય છે કે ક્યારે બ્રેકઅપ થાય અને બેસ્ટ ફ્રેન્ડની લાઈફમાં તે બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડની જગ્યાએ આવી જાય. આ સ્થિતિમાં જે પણ વ્યક્તિ રહે છે તેને કેટલાક નુકસાન માટે પણ તૈયાર રહેવું પડે છે. 


આ પણ વાંચો: Parenting Tips: નીતા અંબાણીની 5 પેરેટિંગ ટીપ્સ, જે બાળકોને બનાવે સફળ અને સંસ્કારી


અનિશ્ચિતતા


આ કેટેગરીમાં એટલે કે બૈકઅપ પ્લાન તરીકે જેને રાખવામાં આવે છે તેના સંબંધોને લઈને અનિશ્ચિતતા હંમેશા રહે છે. તેઓ બેંચિંગમાંથી નીકળી અને મેન રિલેશનશિપમાં આવશે કે નહીં તે નક્કી નથી હોતું. કેમકે તેઓ બેકઅપ પ્લાન હોય છે. 


કમિટમેન્ટનો અભાવ


જેના માટે તમે બૈકઅપ પ્લાન છો તે ક્યારેય તમને લઈને કમિટેડ નથી હોતા. કેમકે એમના માટે પહેલી પ્રાયોરિટી બીજી વ્યક્તિ હોય છે. જો તેની સાથે વાત ન જામે તો તે બીજા પાસે આવે છે. તેથી તમે સંબંધોને લઈને કંઈ કહી શકતા નથી. 


આ પણ વાંચો: Relationship Tips: પાર્ટનર કંટ્રોલિંગ નેચરના છે કે આઝાદી આપનાર? આ લક્ષણો પરથી જાણો


આત્મવિશ્વાસનો અભાવ


જો તમે લાંબા સમય સુધી આ સ્થિતિમાં રહો છો તો મનમાં લઘુતાગ્રંથીનો ભાવ વધે છે અને સાથે જ તેમનામાં આત્મવિશ્વાસની ખામી પણ સર્જાય છે. મનમાં સતત સરખામણી થતી રહે છે કે બીજી વ્યક્તિ તમારા કરતા વધુ ખાસ છે.