Situationship: Gen Z એટલે કે યુવા વર્ગમાં સંબંધોની પરીભાષા બદલી રહી છે. યુવા વર્ગમાં રિલેશનશિપમાં સિચ્યુએશનશીપ ઝડપથી પોપ્યુલર થઈ રહી છે.. ઘણા લોકો એવા હશે જેને સિચ્યુએશનશીપ શું છે તે પણ ખબર નહીં હોય. નવી જનરેશનના યુવા વર્ગ સિચ્યુએશનશીપને પસંદ કરે છે. સિચ્યુએશનશીપ એવો સંબંધ છે જેમાં સંપૂર્ણપણે મિત્રતા પણ ન હોય અને સંપૂર્ણપણે સિરિયસ પ્રેમ પણ ન હોય. આ સ્થિતિને ટેમ્પરરી સિઝ્યુએશન તરીકે બે લોકો માણે છે. તેમાં કોઈ જ પ્રકારની જવાબદારી હોતી નથી તેથી યુવા વર્ગને આ સ્થિતિ આકર્ષે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 40 વર્ષે પણ નવા લગ્ન થયા હોય તેઓ રોમાંસ માણવા પતિ ફોલો કરે 2:2:2 નો ફોર્મ્યુલા


સિચ્યુએશનશીપમાં સંકોચ અને અસ્થિરતાનું વાતાવરણ હોય છે.  સિચ્યુએશનશીપમાં બે વ્યક્તિ એકબીજા સાથે સારો સમય પસાર કરે છે પોતાની લાગણીઓ શેર કરે છે. પરંતુ તેઓ પોતાના સંબંધને કોઈ નામ આપતા નથી. આવા રિલેશનશિપમાં એકબીજાને કોઈપણ પ્રકારનું કમિટમેન્ટ પણ આપવામાં આવતું નથી.  સિચ્યુએશનશીપ ઘણી વખત ડિપ્રેશન અને ટેન્શન વધારે જોવા મળે છે. 


સિચ્યુએશનશીપથી બચવા શું કરવું ?


આ પણ વાંચો: Honeymoon: શરમાળ સ્વભાવ હનીમૂનની મજા બગાડશે, શરમ છોડી હનીમૂન માણવા કરો આ કામ


-  સિચ્યુએશનશીપથી બચવું હોય તો જરૂરી છે કે તમે સંબંધની શરૂઆતમાં જ પોતાના વિચારો અને લાગણીને ક્લિયર કરી દો તેથી સામેની વ્યક્તિને કોઈ ગેરસમજ ન રહે. 


- જો તમે તમારા સાથીને લઈને સિરિયસ છો તો તેને પોતાની લિમિટ્સ વિશે જણાવી દો અને સાથે જ સમજાવી દો કે તમે સંબંધોને લઈને શું વિચારો છો. 


આ પણ વાંચો: પહેલી ડેટ પર આ 3 પ્રશ્ન પુછવાની ભુલ ભુલથી પણ ન કરતા, લવ સ્ટોરીનો થઈ જશે ધી એન્ડ


- જો તમને લાગે છે કે તમે  સિચ્યુએશનશીપમાં ફસાઈ ગયા છો તો ઈમોશનલ હેલ્થનું ધ્યાન રાખો. સંકોચ છોડીને પોતાના સંબંધોને લઈને ફરીથી વિચાર કરી લો. 


- જો તમે  સિચ્યુએશનશીપથી બચવા માંગો છો તો પોતાની ખુશી અને મેન્ટલ હેલ્થને પ્રાયોરિટી પર રાખો. જો સંબંધો તમને ખુશી નથી આપતા તો તેમાંથી બહાર આવી જવું.